આ વર્ષે, નવી દિલ્હીમાં રાજપથ ખાતે યોજાનારી પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ચીફ ગેસ્ટ તરીકે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સીસી છે. કોવિડ -19ની શરૂઆતથી, ઇજિપ્ત લગભગ નાદાર જોવા મળી રહ્યું છે. કુલ વિદેશી દેવું 170 અબજ ડોલર છે અને ફુગાવાનો દર લગભગ 25% છે.
ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયેલા ભારતે આટલા મહત્ત્વપૂર્ણ પ્રસંગે અલ સીસીને મુખ્ય અતિથિ તરીકે કેમ પસંદ કર્યા? ભારત શું ઈચ્છે છે અને તેનાથી તેને કેટલો ફાયદો થશે? અહીં આપણે આવા જ કેટલાક સવાલોના જવાબ જાણીશું...
ઈતિહાસ અને દેશના હિતની વાત
આઝાદી પછીના ઈતિહાસને જોતા, આ પહેલીવાર હશે જ્યારે કોઈ ઇજિપ્તના નેતા પ્રજાસત્તાક દિવસના સમારોહમાં મુખ્ય મહેમાન બનશે. આરબ દેશોમાં, તેની વસ્તી સૌથી વધુ છે (લગભગ 10.93 કરોડ). ઇજિપ્ત ઇસ્લામિક દેશોના સંગઠન (IOC)માં આતંકવાદ અને કટ્ટરતા સામેનો સૌથી મોટો અવાજ છે. ભારત અને ઇજિપ્તને ડિપ્લોમેટિક રિલેશનની સ્થાપનાને પણ 75 વર્ષ થઈ ગયાં છે.
આરબ દેશોમાં મોટી સંખ્યામાં ભારતીયો છે. ભારતીય ડાયસ્પોરા અહીં મજબૂત તો છે જ, પણ અહીં માન પણ એટલું જ છે. સાઉદી અરેબિયા અને UAE પછી, ભારત હવે સમગ્ર આરબ વર્લ્ડમાં શાખ બનાવવા માગે છે.
બધા ગલ્ફ દેશો અને ખાસ કરીને સાઉદી અરેબિયા, UAE અને બહેરીન ભારત સાથે ખૂબ જ સારા સંબંધો ધરાવે છે. ઇજિપ્ત સાથે પણ ભારતને ગાઢ સંબંધ છે. તેથી, ભારત ગલ્ફ દેશોમાં મોટા સૈન્ય, IT અને ટેક્નો પાવર બની શકે છે. અહીં ચીન પણ પગ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ અમેરિકા અને યુરોપિયન દેશો ઇચ્છે છે કે ભારત અહીં મોટી ભૂમિકા ભજવે!
ઇજિપ્તના મુશ્કેલ સમયમાં વિશ્વાસુ સાથી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.