તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નવતર પ્રયોગ:કોરોના સંકટમાં સટ્ટાબાજોએ નવા ઉપાય શોધ્યાઃ હવે દર્દી, હવામાન, રાજકારણ પર સટ્ટો લગાવે છે

વોશિંગ્ટન4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કયા સેક્ટરમાં કેટલો સટ્ટો લગાવવામાં આવે છે તેની ટકાવારી
  • IT ફર્મ મોર્નિંગ કન્સલ્ટ અને સ્ટેટિસ્ટાએ રિપોર્ટ જારી કર્યો

કોરોના સંકટ અને લૉકડાઉનને કારણે દુનિયા આખી લગભગ થંભી ગઇ છે. જો કે કેટલાક સ્થળોએ લૉકડાઉનમાં છૂટ અપાઇ રહી છે. પરંતુ વિશ્વની એક મોટી વસતી હજુ પણ ઘરોમાં કેદ છે. કોઇ મોટું જાહેર આયોજન થઇ રહ્યું નથી કે રમતોની કોઇ ટૂર્નામેન્ટ પણ યોજાઇ  રહી નથી. તેથી રમતો પર દાવ લગાવનારા સટ્ટાબાજોએ પૈસા કમાવવાનો નવા-નવા ઉપાયો શોધી કાઢ્યા છે. તેઓ હવે કોરોનાના આંકડા, હવામાન, રાજકારણ અને ટીવી શો પર દાવ લગાવી રહ્યા છે.
સૌથી વધુ 41 ટકા સટ્ટો કોરોના પર લાગી રહ્યો છે
સૌથી વધુ સટ્ટો કોરોના વાઇરસ અને તેની સાથે સંકળાયેલા વિષયો પર લગાવવામાં આવી રહ્યો છે. એટલા જ લોકો રાજકારણ પર દાવ લગાવી રહ્યા છે. સૌથી ઓછો દાવ પસંદગીની જગ્યા પર થઇ રહેલી સ્પોર્ટ્સ લીગ પર લાગી રહ્યો છે.

  • 24.88% સટ્ટાબાજ છે, જે રમતના દરેક આયોજન પર દાવ લગાવે છે
  • 28% સટ્ટાબાજ ઓનલાઇન ગેમિંગ (ઇ-સ્પોર્ટ્સ)માં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
  • 22% સટ્ટાબાજ ટીવી શો કે ઓનલાઇન ફૂડ શો કે કોમ્પિટિશન પર પૈસા લગાવી રહ્યા છે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો