• Gujarati News
  • International
  • Speaking On India Russia Relations, Our Relations Have Been Going On Since The Time When Western Countries Did Not Give Arms To India

વિદેશ મંત્રી જયશંકરનું પશ્ચિમના દેશો પર નિશાન:ભારત-રશિયા રિલેશન પર બોલ્યા- અમારા સંબંધો ત્યારથી છે જ્યારે પશ્ચિમના દેશ ભારતને હથિયાર નહોતાં આપતા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. એ દરમિયાન તેમણે પાકિસ્તાનને હથિયાર સપ્લાય કરવાને લઇને પશ્ચિમના દેશો પર નિશાન સાધ્યું. જયશંકર ઓસ્ટ્રેલિયન વિદેશ મંત્રી પેની વોંગની સાથે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને ભારત અને રશિયાના સંબંધોને લઇને સવાલ કરવામાં આવ્યો. તેના જવાબમાં તેમણે કહ્યું- ભારત અને રશિયાના સંબંધ અને ડિફેન્સ રિલેશન બહુ જ જૂના છે. અમારા સંબંધો ત્યારથી છે, જ્યારે પશ્ચિમના દેશો ભારતના બદલે પાકિસ્તાનને હથિયાર આપવાનું શરૂ કર્યું હતું. પશ્ચિમના દેશોએ પોતાની પસંદગીના સાથીના રૂપમાં એક સૈન્ય તાનાશાહ (પાકિસ્તાન)ને પસંદ કર્યું અને દશકો સુધી ભારતને હથિયાર ન આપ્યાં.

US-પાક સંબંધો પર સવાલ ઉટાવી ચૂક્યા છે જયશંકર
અમેરિકાએ 8 સપ્ટેમ્બરે પાકિસ્તાનને F-16 ફાઇટર જેટના સમારકામ માટે 45 કરોડ ડોલર એટલે કે 3,581 કરોડ આપવાની મંજૂરી આપી હતી. આના પર જયશંકરે કહ્યું હતું-અમેરિકા અને પાકિસ્તાનના જે સંબંધો છે, તેનાથી ન તો ક્યારેય પાકિસ્તાનને ફાયદો થયો છે ન તો અમેરિકાને. હવે USએ એ વાત પર ચિંતન કરવું જોઇએ કે USને પાકિસ્તાન સાથેના સંબંધો જાળવી રાખવાથી શું ફાયદો થઇ રહ્યો છે.

જયશંકરે ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી PMને આપી ખાસ ચીજ
જયશંકરે ઓસ્ટ્રેલિયાના ઉપપ્રધાન મંત્રી રિચર્ડ માર્લેસને ભારતીય ક્રિક્ટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું સાઇન કરેલું બેટ ગિફ્ટ આપ્યું. એના પર ખુશી વ્યક્ત કરતાં માર્લેસે કહ્યું- ઘણી બધી વસ્તુઓ એવી છે જે અમને બધાને એક બનાવે છે. જેમાં ક્રિકેટ પણ સામેલ છે.

તિરંગામાં જોવા મળ્યું ઓસ્ટ્રેલિયાનું જૂનું પાર્લામેન્ટ હાઉસ
એસ જયશંકર 10 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. તેમના સ્વાગતમાં ઓસ્ટ્રેલિયાનું જૂનું પાર્લામેન્ટ હાઉસ તિરંગાની રોશનીમાં રંગાયેલું જોવા મળ્યું. તેના પર તેમણે કહ્યું- કૈનબરોમાં તિરંગાની સાથે સ્વાગત છે. ઓસ્ટ્રેલિયાના જૂના સંસદ ભવન પર અમારો તિરંગો જોઇને ખશી થઇ.

ભારતનું રક્ષાક્ષેત્રમાં રશિયા સાથે જૂનો સહયોગ

  • ભારતે 2018માં રશિયા પાસેથી પાંચ S-400 એરડિફેન્સ સિસ્ટમ ખરાદવા માટે 5.4 અરબ ડોલરનો સાદો કર્યો હતો.
  • ભારત અને રશિયાએ અમેઠીમાં કોરવા ડિફેન્સ ફેક્ટરીમાં 5 લાખ AK-203 રાઇફલ બનાવવાની ડીલ સાઇન કરી. ભારતીય સેનાને મળનારી રાઇફલોમાંથી 70 હજાર રાઇફલોના પાર્ટ રશિયામાં નિર્મિત થશે.
  • ભારતે રશિયા પાસેથી 10 સાલની લીઝ પર અકુલા ક્લાસની પરમાણુ સબમરીનને લેવાની ડિલ કરી છે. આને ભારતમાં ચક્ર-3 નામથી ઓળખવામાં આવે છે. રશિયા ઇન્ડિયન નેવીને તે 2025માં સોંપશે.
અન્ય સમાચારો પણ છે...