• Home
  • International
  • Spanish couple builds house from waste material like tires and plastic after 7 years of hard work

ક્રિએટિવિટી / સ્પેનનાં કપલે 7 વર્ષની મહેનત પછી ટાયર અને પ્લાસ્ટિક જેવા વેસ્ટ મટિરિયલમાંથી ઘર બનાવ્યું

X

દિવ્ય ભાસ્કર

Jul 10, 2020, 11:51 AM IST

આપણે સૌ જે વેસ્ટ મટિરિયલને કચરામાં ફેંકી દઈએ છીએ તેમાંથી સ્પેનનાં કપલે ઘર બનાવ્યું છે. લોરા ડેવિસ અને ડેવ બુનાને 7 વર્ષની મહેનત પછી સપનાંનું ઘર બનાવ્યું છે. આ ઘરને કપલે અર્થશિપ નામ આપ્યું છે. ડેવે પોતાની 58મો જન્મદિવસ આ ઘરમાં સેલિબ્રેટ કર્યો હતો.

આ ઘર બનાવવામાં તેણે જૂનાં ટાયર, ડ્રિન્ક્સના ખાલી કેન્સ અને નકામી બોટલ્સનો ઉપયોગ કર્યો છે. આ ઘરને પ્રથમવારમાં જોઈને કોઈ ન કહી શકે કે તે વેસ્ટ મટિરિયલમાંથી બનાવેલું છે.

આ બ્રિટિશ કપલ વર્ષ 2002માં સ્પેન જતું રહ્યું હતું. અહિ અલ્મેરિયામાં નાનકડાં શહેર એનદાલુસિયામાં એક જૂનું ઘર લીધું અને તેને નવેસરથી બનાવવાનું  નક્કી કર્યું. ઇન્ટરનેટ પર આ કપલે વેસ્ટ મટિરિયલમાંથી કેવી રીતે ઘર બનાવવું તેની માહિતી ભેગી કરી.

કપલે આ ઘર માટે સ્થાનિક પ્લાનર સાથે વાત કરીને સરકાર પાસે મંજૂરી લીધી. મંજૂરી લેવામાં જ એક વર્ષ નીકળી ગયું. ત્યારબાદ બંનેએ સ્થાનિક લોકોની મદદથી વેસ્ટ વસ્તુઓ ભેગી કરી. તેમાં બે વર્ષ લાગ્યા. લોરાએ કહ્યું કે, આ ઘરને જોઈને આજે પણ અમને આશ્ચર્ય થાય છે કે આ અમે બનાવ્યું છે ?  જો તાપમાન 16 ડિગ્રી જેટલું થઇ જાય છે તો પણ ઘરમાં કોઈ હીટિંગ ડિવાઈસની જરૂર પડતી નથી. 

અર્થશિપ ઘરની દીવાલો ટાયરથી બનેલી છે. ટાયર ટેમ્પરેચરને મેન્ટેઈન કરવામાં સક્ષમ છે. તેઓ 16 ડિગ્રી સુધીનું તાપમાન મેન્ટેઈન કરે છે અને ઘરને ઠંડુ થવા દેતા દેતા નથી. દીવાલની અંદરનો ભાગ ડ્રિન્ક કેન અને બોટલમાંથી બનાવ્યો છે. માટી, પેપર અને સિમેન્ટની લુગદી સાથે ઘરનું નિર્માણ કર્યું છે. ધાબા પર વરસાદના પાણીનો સંગ્રહ થાય છે જેનો ઉપયોગ ટોઈલેટ, બગીચા અને ઘરના અન્ય કામ માટે થાય છે. કપલે ઈલેક્ટ્રિસિટી માટે સોલર પેનલની વ્યવસ્થા કરી છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી