તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • SpaceX Dragon Completed The Journey From Space To Earth In About 19 Hours, Successful Landing With A Parachute On The Sea Surface

તસવીરમાં સ્પેસએક્સ કેપ્સૂલનું લેન્ડિગ:સ્પેસએક્સ ડ્રેગને અંતિરક્ષથી ધરતીની સફર લગભગ 19 કલાકમાં પૂરી કરી, બે એસ્ટ્રોનોટ્સ પ્રોટોકોલ હેઠળ મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રહેશે

વોશિંગ્ટન2 મહિનો પહેલા
ચાર પેરાશૂટ દ્વારા સ્પેસએક્સે મેક્સિકોની ખાડીમાં લેન્ડિગ કર્યું. એસ્ટ્રોનોટ્સને લાવવા માટે નાસાની ટીમ અહીંયા પહેલાથી તહેનાત હતી

અમેરિકાની અંતરિક્ષ કંપની સ્પેસએક્સની ડ્રેગન કેપ્સૂલ ભારતીય સમય પ્રમાણે સોમવારે રાતે 12 વાગ્યેને 18 મિનિટે ધરતી પર પહોંચી ગયું છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી ધરતી સુધીની સફર નક્કી કરવામાં તેને 19 કલાક લાગ્યા. 45 વર્ષ પછી અમેરિકાના કોઈ સ્પેસક્રાફ્ટે સમુદ્રની સપાટી પર લેન્ડિગ કર્યું છે. તસીવરોમાં જુઓ સ્પેસએક્સ ડ્રેગન કૂની અંતરિક્ષથી ધરતી સુધી પાછા આવવાની સફર.

અંતરિક્ષથી પાછા આવ્યા પછી એસ્ટ્રોનોટ્સ ડગહસ હર્લેએ હાથ હલાવીને ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે આ મિશનમાં સામેલ રોબર્ટ બેનકેન માસ્ક પહેરીને જોવા મળ્યા હતા.

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી સ્પેસએક્સ રવિવારે સવારે 5.15 વાગ્યે રવાના થયું. લેન્ડિગ માટે પંસદ કરાયેલા ફ્લોરિડા પાસે ઈસાયસ સાઈક્લોનની ચેતવણી પછી પણ તેને સફર ચાલુ રાખી.

આ કેપ્સૂલમાં સવાર એસ્ટ્રોનોટ્સ રોબર્ટ બેનકેન અને ડગલસ હર્લેએ ધરતી તરફ પાછી આવતી ઘણી તસવીરો મોકલી

સ્પેસએક્સ ડ્રેગન 560 કિમી પ્રતિ કલાકની ઝડપે ધરતીના વાયુમંડળમાં પ્રવેશ કર્યો. આ દરમિયાન તેના બહારના ભાગનું તાપમાન 1900 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.

ડગલસ હર્લેએ રેડિયો પર વાતચીત કરતા કહ્યું કે, આ વાસ્તવમાં અમારા માટે સન્માનની વાત છે. જો કે, ત્યારપછી તેમની સાથે રેડિયો સંપર્ક તૂટી ગયો હતો.

લેન્ડિગના તરત પછી કિનારા પર રાહ જોઈ રહેલી નાસાની ટીમ બોટ દ્વારા ડ્રેગન કેપ્સૂલ સુધી પહોંચી. લેન્ડિગમાં ઉપયોગ કરાયેલા પેરાશૂટ સમુદ્ર સપાટી પર તરતા જોવા મળી રહ્યા છે.

સ્પેસએક્ટ તરફથી આવતી બોટની તસવીર વિન્ડોમાંથી લેવાઈ છે. સ્પેસક્રાફ્ટમાં બેસેલા ક્રૂ મેમ્બર્સ તેમની તરફ આવી રહેલી ટીમ પર નજર રાખી રહ્યા હતા

કંઈક આવી રીતે કેપ્સૂલની નજીક નાસાની ટીમ પહોંચી. આખી તપાસ પછી સ્પેસક્રાફ્ટને બહાર કાઢવાનું કામ શરૂ કરાયું

સમુદ્ર સપાટી પર તરતા સ્પેસએક્ટ ડ્રેગનને ક્રેનની મદદથી બહાર કાઢીને એક મોટી બોટ પર રાખવામાં આવ્યું

સ્પેસક્રાફ્ટ ખુલવા પર બન્ને એસ્ટ્રોનોટ્સ સુરિક્ષત જોવા મળ્યા. ધરતી પર 63 દિવસ પછી પાછા આવ્યાનો તેમની પહેલી તસવીર છે.

સુરક્ષિત લેન્ડિંગ કરીને કિનારે પહોંચ્યા પછી લોકોનું અભિવાન કરી રહેલા એસ્ટ્રોનોટ્સ બેનકેન અને હર્લે

બન્ને એસ્ટ્રોનોટ્સને એક હેલિકોપ્ટર દ્વારા નાસાના કેન્દ્ર લઈ જવાયા. હાલ થોડા દિવસો સુધી તેમને પ્રોટોકોલ પ્રમાણે મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો