કહેવાય છે કે જોડી સ્વર્ગમાં બને છે, પરંતુ દક્ષિણ કોરિયા માટે આ વાત લાગુ પડતી નથી. અહીં જોડીઓ એમબીટીઆઇથી બને છે. આજકાલ જીવનસાથીની પસંદગી માટે યુવાઓમાં MBTI લોકપ્રિય થઇ રહ્યું છે. કમ્પ્યુટર ગેમ્સ, સ્પોટિફાઇની પ્લે લિસ્ટથી લઇને સામાન્ય વાતચીતમાં પણ તેની ખૂબ ચર્ચા છે.
એમબીટીઆઇ અર્થાત્ માયર્સ-બ્રિગ્સ ટાઇપ ઇન્ડિકેટર એક પ્રકારની વ્યક્તિત્વને સમજવાની પ્રક્રિયા છે. તેમાં લોકોને તેના વ્યક્તિત્વના આધારે 16 ગુણમાં વહેંચવામાં આવે છે. તેની શરૂઆત બીજા વિશ્વયુદ્વ દરમિયાન બે અમેરિકનો બ્રિગ્સ અને માયર્સે કરી હતી. તેના મારફતે તે સેના માટે ઉપયોગી મહિલાઓની પસંદગી કરતા હતા. તેનાથી કંઇ મહિલા કયા પ્રકારનું કામ કરવા માટે સક્ષમ છે તે જાણી શકાતું હતું. ત્યારબાદ 1990ના દાયકામાં તે સ્કૂલ-કોલેજમાં કરિયર કાઉન્સિલિંગ ટૂલ તરીકે લોકપ્રિય થયું. તેના મારફતે બાળકો અને યુવાઓનાં વલણ અંગે જાણવામાં આવતું હતું, જેથી તે તેમની પસંદગીની કારિકર્દીમાં આગળ વધી શકે.
હવે તે દક્ષિણ કોરિયામાં જીવનસાથી પસંદ કરવા માટેનું એક માધ્યમ બન્યું છે. હવે યુવાઓ પરંપરાગત માધ્યમોને છોડીને તેમના જીવનસાથી અંગે MBTI થકી જાણવા ઉત્સુક છે. 1980ના દાયકામાં પશ્વિમી દેશોની તમામ કંપનીઓ કર્મચારીઓની નિયુક્તિ માટે આ પ્રકારના ટૂલનો ઉપયોગ કરતી હતી પરંતુ ત્યારબાદ આ રીત કારગત ન નિવડતા કંપનીઓએ તેનો ઉપયોગ બંધ કર્યો હતો. તમામ મનોવિજ્ઞાનીઓએ પણ આ રીત પર સવાલ ઉઠાવ્યો હતો અને તેમાં ખામીઓ દર્શાવી હતી.
MBTIના આ ક્રેઝનો લાભ લેવામાં કંપનીઓ પણ પાછળ નથી. કંપનીઓ માર્કેટમાં એમબીટીઆઇ આધારિત અનેક ઉપકરણો લઇને આવી છે. કમ્પ્યુટર ગેમ્સ પણ લોન્ચ કરાઇ છે. તેમાં એમબીટીઆઇ બ્લાઇન્ડ ડેટ કમ્પ્યુટર ગેમ પણ છે, જેમાં ખેલાડી ચેટ પણ કરી શકે છે. એક સપ્તાહમાં 12 લાખ વાર આ ગેમ ડાઉનલોડ કરવામાં આવી છે. હોલિડે કંપની પેરેડાઇઝ એમબીટીઆઇ આધારિત રજાઓનું પેકેજ ઓફર કરે છે.
ચાર અક્ષરોના કોડમાં માણસનો વ્યવહાર અને મનોવિજ્ઞાન છૂપાયેલાં હોય છે
મનોવૈજ્ઞાનિક લક્ષણોના આધારે લોકોનું વર્ગીકરણ કરીને તેને ચાર અક્ષરનો એક કોડ આપવામાં આવે છે. તેનાથી માણસના વ્યવહાર અને મનોવિજ્ઞાન અંગે જાણી શકાય છે. અગાઉ 21મી સદીના પહેલા દાયકામાં બ્લગ ગ્રૂપના આધાર પર વ્યક્તિત્વને સમજવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો હતો. તે સમયે પણ સિયોલના યુવાઓ એ ટૂલ તરફ ખૂબ જ આકર્ષિત થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.