દમદાર દ.કોરિયા:દ.કોરિયા કિમ જોંગના ‘ઈરાદા’ 20 સેકન્ડમાં ધ્વસ્ત કરી શકશે

સિઓલ / નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમથી સજ્જ

પૂર્વ એશિયામાં તણાવ વધી રહ્યો છે. ઉ.કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન પાડોશી દેશ દ.કોરિયાને તેમના પરમાણુ ભંડારનો ડર બતાવી રહ્યા છે. 5 દિવસમાં કિમ 5 આઈસીબીએમ મિસાઈલ દ.કોરિયાના સમુદ્રમાં ઝીંકી ચૂક્યા છે.

70 વર્ષમાં પહેલીવાર ઉ.કોરિયાએ દ.કોરિયા તરફ સૈન્ય હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે પણ દ.કોરિયા પાસે એક મજબૂત મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ છે. આ સિસ્ટમથી સજ્જ દ.કોરિયાના સરમુખત્યાર કિમ દ્વારા ઝીંકાયેલી મિસાઈલને માત્ર 20 સેકન્ડમાં નષ્ટ કરી શકે છે. કિમ જોંગ દ.કોરિયાની આ તાકાતથી વાકેફ પણ છે.

એવામાં કિમ જોંગ ઉને આગામી થોડાક દિવસોમાં પરમાણુ પરીક્ષણ વિશે પગલું ભરતા વિચારી રહ્યા છે. કિમ જોંગ ઉનને ખબર છે કે આ વખતે પરમાણુ પરીક્ષણ કરવાથી દ.કોરિયા જડબાતોડ જવાબ આપી શકે છે. સાથે જ દ.કોરિયાએ ઉ.કોરિયાની રાજધાની પ્યોંગયાંગના એ તમામ ક્ષેત્રોને તેની મિસાઈલ સિસ્ટમના દાયરામાં લઈ લીધા છે જ્યાં કિમ અને અન્ય સૈન્ય અધિકારીઓનાં ઠેકાણાં છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા દ.કોરિયાનો મજબૂત સહયોગી છે.

દ.કોરિયામાં 40,000 અમેરિકી સૈનિકો તહેનાત

  • 70 વર્ષ જૂના કરાર મુજબ 40 હજાર અમેરિકી સૈનિકો દ.કોરિયામાં તહેનાત છે.
  • અમેરિકાના 4 નેવલ બેઝ દ.કોરિયામાં, 3 પરમાણુ સબમરિન કોરિયા સાગરમાં છે.
  • અમેરિકા દર વર્ષે દ.કોરિયાને 15 હજાર કરોડ રૂપિયાના આધુનિક હથિયારો આપે છે.

અન્ય સમાચારો પણ છે...