વિવાદાસ્પદ નિવેદન:માફ કરજો કોરોનાથી અમુક લોકો મરશે, પણ અમે ફેક્ટરી બંધ ન કરી શકીએ: બ્રાઝીલના રાષ્ટ્રપતિ

WORLD2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલોનસરો - Divya Bhaskar
બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલોનસરો
  • બ્રાઝીલના રાષ્ટ્રપતિએ કોરોના વાઈરસને સામાન્ય તાવ ગણાવ્યો
  • તેમણે કહ્યું કે માર્ગ અકસ્માત વધે તો શું કાર ફેક્ટરી બંધ થઈ જાય
  • બ્રાઝીલમાં પોઝિટિવ કેસની સંખ્યા 3217, જ્યારે મૃત્યુઆંક 92

ઈન્ટરનેશનલ ડેસ્ક: બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલોનસરોએ શુક્રવાર રાત્રે કોરોના વાઈરસને લઈને દેશને સંબોધન કહ્યું હતું. તેમણે કહ્યું કે માફ કરજો કારણ કે અમુક લોકો મરશે જ. માર્ગ અકસ્માતમાં લોકોના મોત  થાય તો શું કાર ફેક્ટરી બંધ થઈ જાય છે? બ્રાઝીલની અર્થવ્યવસ્થાના પાવર હાઉસ સમાન સાઓ પાઉલોમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. બ્રાઝીલમાં સૌથી વધારે કેસ અને મૃત્યુઆંક આ રાજ્યમાંજ નોંધાયો છે. બ્રાઝીલના સાઓ પાઉલોમાં 1233 કેસ સામે આવ્યા છે અને 68 લોકોએ જીવ ગુમાવ્યો છે. અમારે એ જોવાની જરૂર છે કે અહીં શું થઈ રહ્યું છે. અહીં રાજકીય હીતો માટે મોતના આંકડા સાથે કોઈ રમત રમાઈ રહી છે. બ્રાઝીલના રાષ્ટ્રપતિ બોલોનસરોએ કોરોના વાઈરસથી થયેલા મોતના આંકડા ઉપર શંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે મને શંકા છે કે રાજકીય લાભ ખાટવા માટે કેસને વધારીને બતાવવામાં આવી રહ્યા છે. બોલસોનારો પોતાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ન માત્ર બ્રાઝીલમાં પરંતુ વિશ્વભરમાં જાણીતા છે. તેમણે કહ્યું કે તેમને સાઓ પાઉલો રાજ્યમાં સામે આવેલા કેસ પર વિશ્વાસ નથી. તમણે ગવર્નર દ્વારા આપવામાં આવેલા નિવેદનનોની નંદા કરી અને કોરોના વાઈરસને સામાન્ય તાવની બીમારી ગણાવી.  બ્રાઝીલમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા 3217 છે જ્યારે મૃત્યુઆંક 92 થયો છે.  વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા છ લાખે પહોંચી ગઈ છે. મૃત્યાઆંક 27365 થયો છે. અત્યાર સુધીમાં 1 લાખ 33 હજાર 300 લોકને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 

અન્ય સમાચારો પણ છે...