• Gujarati News
  • International
  • Son Charles's Affair, Daughter in law Diana Was Troubled By Depression; A Topless Photo Of William's Wife Kate Embarrassed The Family

શાહી પરિવારના વિવાદ!:પુત્ર ચાર્લ્સનું અફેર, પુત્રવધૂ ડાયના ડિપ્રેશનથી પરેશાન હતી; વિલિયમની પત્ની કેટના ટોપલેસ ફોટોએ પરિવારને શરમમાં મૂક્યો

19 દિવસ પહેલા

બ્રિટનના મહારાણી એલિઝાબેથ હવે આપણી વચ્ચે નથી રહ્યાં. તેઓ 96 વર્ષનાં હતાં. 70 વર્ષના શાસન દરમિયાન તેમની છબિ પર કોઈ દાગ નહોતો, પરંતુ આ દરમિયાન શાહી પરિવારમાં અણબનાવ અને વિખવાદ જોવા મળ્યો હતો. જો કુટુંબમાં વિશ્વાસ તૂટી ગયો હોય, પ્રશ્નો ઊભા થાય, તો એલિઝાબેથ એને સંભાળવાનો પ્રયાસ કરતાં હતાં. તેઓ દરેક વખતે સફળ પણ રહ્યાં હતાં.

વિવાદનું સૌથી મોટું પાત્ર પ્રિન્સ ચાર્લ્સ હતા, જે રાણીના મોટા પુત્ર હતા. 40 વર્ષ પહેલાં કેમિલા પાર્કર સાથેના તેના અફેરને કારણે પરિવારમાં તિરાડ પડી હતી. આ પછી તેમની પત્ની પ્રિન્સેસ ડાયના, પુત્ર હેરી, પુત્રવધૂ કેટ અને મેગન નામનો પણ વિવાદમાં સમાવેશ થયો હતો. એક નામ પ્રિન્સ એન્ડ્ર્યુનું પણ છે, જે રાણીના બીજા પુત્ર હતા.

1. પ્રિન્સેસ ડાયના: શાહી પરિવારની સૌથી વિવાદાસ્પદ અને યાદગાર વ્યક્તિ
પ્રિન્સેસ ડાયના, શાહી પરિવારની સૌથી પ્રખ્યાત અને સૌથી વધુ યાદ કરવામાં આવતી રાજકુમારી હતી. 24 ફેબ્રુઆરી 1981ના રોજ શાહી પરિવારે 32 વર્ષીય પ્રિન્સ ચાર્લ્સની સગાઈની જાહેરાત કરી. રાણીના મોટા પુત્ર ચાર્લ્સની પત્ની તેમનાથી 13 વર્ષ નાની હતી. નામ ડાયના સ્પેન્સર, ઉંમર 19 વર્ષ.

પ્રિન્સ ચાર્લ્સ અને ડાયનાના લગ્ન 29 જુલાઈ 1981ના રોજ થયા હતા. એને વેડિંગ ઓફ ધ સેન્ચુરી કહેવામાં આવતું હતું. સેન્ટ પોલ કેથેડ્રલ ખાતે ભવ્ય સમારંભમાં $48 મિલિયનનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 74 દેશમાં રેકોર્ડ 750 મિલિયન લોકોએ એને લાઇવ જોયું.
પ્રિન્સ ચાર્લ્સ અને ડાયનાના લગ્ન 29 જુલાઈ 1981ના રોજ થયા હતા. એને વેડિંગ ઓફ ધ સેન્ચુરી કહેવામાં આવતું હતું. સેન્ટ પોલ કેથેડ્રલ ખાતે ભવ્ય સમારંભમાં $48 મિલિયનનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 74 દેશમાં રેકોર્ડ 750 મિલિયન લોકોએ એને લાઇવ જોયું.

સગાઈના 5 મહિના પછી બંને પતિ-પત્ની બની ગયાં. ડાયના હવે રાજકુમારી હતી, પણ તે બહારની વ્યક્તિ હતી. તેણે શાહી પરિવારના રીતિ-રિવાજ અનુસરવાનું દબાણ જીલ્યું, જેને કારણે તેમને ગૂંગણામણ થવા લાગી.

આમાં પણ સૌથી ખરાબ પ્રિન્સ ચાર્લ્સનું અફેર હતું. ડાયનાને આ વાત લગ્ન પહેલાં જ ખબર હતી. તે ચાર્લ્સ સાથે લગ્ન કરવા માગતી ન હતી, પરંતુ વિશ્વભરમાં તેની એટલી બધી ચર્ચા હતી કે ડાયના તે કરી શકી નહીં. 11 વર્ષ પછી બંને અલગ થઈ ગયાં. ડિસેમ્બર 1992માં મહારાણીએ તેમને અલગ રહેવાની મંજૂરી આપી.

પ્રિન્સેસ ડાયનાએ સેંકડો વર્ષો જૂની પરંપરાઓ સાથે શાહી પરિવારની છબિ બદલી. બ્રિટનના લોકો તેને પસંદ કરતા હતા. જોકે તે શાહી પરિવારથી ખુશ ન હતી. 'હર ટ્રુ સ્ટોરી' પુસ્તકમાં લખ્યું છે કે તેણે ઘણી વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રિન્સેસ ડાયનાએ સેંકડો વર્ષો જૂની પરંપરાઓ સાથે શાહી પરિવારની છબિ બદલી. બ્રિટનના લોકો તેને પસંદ કરતા હતા. જોકે તે શાહી પરિવારથી ખુશ ન હતી. 'હર ટ્રુ સ્ટોરી' પુસ્તકમાં લખ્યું છે કે તેણે ઘણી વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

1992માં એક પુસ્તક બહાર પડ્યું ડાયના: હર ટ્રુ સ્ટોરી. એમાં ડાયનાના તૂટેલા લગ્ન, ચાર્લ્સ અને કેમિલાના અફેર અને ડાયનાના ડિપ્રેશન વિશે બધું જ હતું. હવે પડદા પાછળની વસ્તુઓ પુસ્તકના રૂપમાં લોકોના હાથમાં હતી. આનાથી શાહી પરિવારને ઘણી શરમ અનુભવવી પડી. રાણી એલિઝાબેથે પોતે 1992ને ખૂબ જ ખરાબ વર્ષ ગણાવ્યું હતું.

2. પ્રિન્સ ચાર્લ્સ: પરિણીત મહિલા સાથે સંબંધ, ડાયનાના મૃત્યુ પછી તેની સાથે લગ્ન
પ્રિન્સ ચાર્લ્સ જ્યારે પરિણીત હતા ત્યારે કેમિલા પાર્કરને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. તેમના સંબંધોના કારણે શાહી પરિવારમાં તણાવ હતો. એવું કહેવાય છે કે રાણી એલિઝાબેથે ચાર્લ્સને સમજાવ્યા પણ હતા, પરંતુ કોઈ ફાયદો થયો નહોતો.

પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલા વિન્ડસર ગ્રેટ પાર્કમાં સ્મિથના લૉન પર અવારનવાર મળતાં હતાં. અહીં ચાર્લ્સ પોલો રમતા હતા. કહેવાય છે કે બંનેની પહેલી મુલાકાત પોલો મેચ દરમિયાન થઈ હતી. (ફોટામાં કેમિલા જમણી બાજુએ છે)
પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલા વિન્ડસર ગ્રેટ પાર્કમાં સ્મિથના લૉન પર અવારનવાર મળતાં હતાં. અહીં ચાર્લ્સ પોલો રમતા હતા. કહેવાય છે કે બંનેની પહેલી મુલાકાત પોલો મેચ દરમિયાન થઈ હતી. (ફોટામાં કેમિલા જમણી બાજુએ છે)

31 ઓગસ્ટ, 1997ના રોજ, પ્રિન્સેસ ડાયનાનું પેરિસમાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ત્યારે તેમની ઉંમર 36 વર્ષની હતી. ડાયના એ સમયે તેના મિત્ર ડોડી અલ ફયદ સાથે હતી. આ પછી ચાર્લ્સ અને કેમિલા 1999થી ફરીથી સાથે દેખાવા લાગ્યાં. લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યાં પછી બંનેએ એપ્રિલ 2005માં લગ્ન કરી લીધા હતા.

પોતાના શાસનની 70મી વર્ષગાંઠ પર રાણી એલિઝાબેથે કહ્યું, જો ચાર્લ્સ રાજા બનશે તો કેમિલા બ્રિટનની રાણી બનશે. એલિઝાબેથની આ જાહેરાતે કેમિલાને શાહી પરિવારના સભ્ય તરીકે અપનાવી લેવાની મંજૂરી આપી.

3. ડાયનાનો નાનો પુત્ર હેરી: પત્ની માટે શાહી પરિવારમાંથી અલગ થયો

ડાયનાનો નાનો પુત્ર પ્રિન્સ હેરી પત્ની મેગન સાથે 9 જાન્યુઆરી 2020ના રોજ શાહી પરિવારમાંથી અલગ થઈ ગયો. તે બ્રિટનથી અમેરિકા ગયો. પ્રિન્સ હેરી અને મેગને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે શાહી પરિવારથી અલગ થવું એ ખૂબ જ મુશ્કેલ અનુભવ હતો. જેવો ક્યારેક તેની માતા પ્રિન્સેસ ડાયના માટે રહ્યો હતો.

હેરીએ કહ્યું હતું કે તે કલ્પના પણ કરી શકતો નથી કે તેની માતાની હાલત કેટલી ખરાબ રહી હશે. હેરીની પત્ની, મેગન, ભૂતપૂર્વ ફિલ્મ સ્ટાર હતી અને બિન-બ્રિટિશ હતી. તે ડાયનાની જેમ જ બહારની વ્યક્તિ તરીકે રહી. મેગનને તેની જીવનશૈલીના કારણે શાહી પરિવારના રોષનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે હેરી તેના પરિવારથી દૂર થયો હતો.

4. પ્રિન્સ વિલિયમની પત્ની કેટઃ મેગેઝિનમાં ટૉપલેસ ફોટો છપાવ્યો
2012માં પ્રિન્સ વિલિયમની પત્ની કેટ મિડલટનનો ટોપલેસ ફોટો ફ્રેન્ચ મેગેઝિનમાં છપાયો હતો. આનાથી શાહી પરિવાર નારાજ થયો. ખુદ પ્રિન્સ વિલિયમે તેને દુઃખદ ગણાવ્યું હતું. આ કેસમાં મેગેઝિન સાથે જોડાયેલા 6 લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો.

કેટ મિડલટન પર તેના દિયર પ્રિન્સ હેરી અને તેની પત્ની મૈગન મર્કેલ સાથે ઝઘડાનો પણ આરોપ છે. શાહી પરિવારે આ અંગે મૌન સેવ્યું હતું. જ્યારે કેટ મિડલટન તેના પ્રથમ બાળકને જન્મ આપવાની હતી ત્યારે તેની સંભાળ રાખતી નર્સે આત્મહત્યા કરી લીધી. આ અંગે શાહી પરિવાર પર પણ સવાલો ઊભા થયા હતા.

5. પ્રિન્સ એન્ડ્ર્યુ: સગીરા સાથે જાતીય સતામણીના કારણે પદવી છોડવી પડી

શાહી પરિવારને ઈતિહાસમાં સૌથી મોટી શરમજનક સ્થિતિ એન્ડ્ર્યુને કારણે ઊભી થઈ હતી. તેના પર સગીરની જાતીય સતામણીનો આરોપ હતો. 2019માં સામે આવેલા આ મામલો તેને 'એપસ્ટીન સ્કેન્ડલ' કહેવામાં આવ્યું હતું. આ પછી પ્રિન્સ એન્ડ્ર્યુને આપવામાં આવેલ ડ્યુક ઓફ યોર્કનું બિરુદ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. તેને પોતાના નામ સાથે હિઝ રોયલ હાઇનેસનો ઉપયોગ કરવાનો અધિકાર ન રહ્યો હતો.

પ્રિન્સ એન્ડ્ર્યુ બ્રિટિશ સિંહાસન માટેના દાવામાં નવમા નંબરે હતા. આરોપોને પગલે એન્ડ્ર્યુએ તેની શાહી જવાબદારીઓ છોડી દીધી.

અન્ય સમાચારો પણ છે...