• Gujarati News
  • International
  • Somewhere In The Gym, Somewhere The Taliban Fighters Were Seen Having Fun In The Amusement Park, Leaving Weapons And Heavy Government Army

કાબુલ:રાઇડ પર ચઢીને તાલિબાનો ઠેકડા મારવા લાગ્યા, જિમ જોઈને ગાંડા થયા, જુઓ વાંદરાવેડાના પાંચ વીડિયો

3 મહિનો પહેલા

અફઘાનિસ્તાનની સત્તા પર હવે તાલિબાનોએ સંપૂર્ણ કબજો કરી લીધો છે. તેમણે તેમનો શરિયા કાયદો પણ દેશ પર લાગુ કરી દીધો છે. કાબુલ પર તાલિબાનના કબજા પહેલાં જ સરકારી સેના ભાગી ગઈ છે. તેમને તેમના હથિયાર પણ સાથે લઈ જવામાં ડર લાગતો હતો. તેમને લાગતું હતું કે તાલિબાનો કદાચ તેમને ઓળખી જશે અને મારી નાખશે. બીજી બાજુ, તાલિબાની સૈનિક ઈચ્છા પડે એ જગ્યાઓ પર મનમાની કરી રહ્યા છે. તેઓ આજે રાષ્ટ્રપતિ ભવનમાં ખાલી પડેલા જિમમાં ઘૂસી ગયા અને કસરત કરવા લાગ્યા હતા. તો બીજી બાજુ, એમ્યુઝમેન્ટ પાર્કમાં પણ તાલિબાનો મસ્તી-મજા કરતા દેખાયા હતા.

રાષ્ટ્રપતિ ભવનના ખાલી પડેલા જિમમાં કસરતી કરી પહેલા તાલિબાનો.
રાષ્ટ્રપતિ ભવનના ખાલી પડેલા જિમમાં કસરતી કરી પહેલા તાલિબાનો.

જિમમાં તાલિબાન લડાકુઓ
કાબુલમાં ઘૂસતાં જ તાલિબાનો મસ્તીના મૂડમાં આવી ગયા હતા. જ્યાં જે સામે આવ્યું એનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું. જિમમાં ઘૂસેલા તાલિબાન લડાકુઓએ કસરત કરવાની શરૂ કરી દીધી હતી. આખું જિમ ખાલી દેખાતું હતું, માત્ર એમાં તાલિબાન લડાકુઓ જ દેખાતા હતા. જેમના હાથમાં જે મશીન આવ્યું એના પર તેમણે કસરત કરવાની શરૂઆત કરી દીધી હતી.

એમ્યુઝમેન્ટ પાર્કમાં તાલિબાન લડાકુઓ
તાલિબાન લડાકુઓ બાળકોના એમ્યુઝમેન્ટ પાર્કમાં પણ ઘૂસી ગયા હતા. ડરની એવી સ્થિતિ હતી કે કોઈએ તેમને રોકવા-ટોકવાની હિંમત પણ ના કરી. બાળકોની કારમાં બેસીને તાલિબાન લડાકુઓ મસ્તી કરતા દેખાયા હતા. ડરેલા લોકો માત્ર તાલિબાની સૈનિકોને જોતા જ રહ્યા.

એમ્યુઝમેન્ટ પાર્કમાં બાળકોની ગાડીથી મસ્તી કરી રહેલા તાલિબાનો.
એમ્યુઝમેન્ટ પાર્કમાં બાળકોની ગાડીથી મસ્તી કરી રહેલા તાલિબાનો.

હથિયારો છોડીને ભાગ્યા સરકારી સૈનિકો
કાબુલ એરપોર્ટ પર તહેનાત સરકારી સૈનિકો તેમનાં હથિયાર મૂકી ભાગી ગયા છે. કોઈએ એક ગોળી ચલાવવાની હિંમત પણ નથી કરી. મોટી માત્રામાં હથિયારો તાલિબાનોના હાથ લાગ્યાં છે. માનવામાં આવે છે કે સરકારી સેનાના જવાન ગમે તેમ કરીને તેમનો જીવ બચાવીને ઘટનાસ્થળેથી ભાગ્યા છે.

એરપોર્ટ પર 10 લોકોનાં મોત
કાબુલ એરપોર્ટ પર સોમવારનો આખો દિવસ દોડા-દોડીનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં એવા લોકો પણ પહોંચી ગયા હતા કે જેમની પાસે ના તો પાસપોર્ટ હતો, ના વિઝા. સ્થિતિ બેકાબૂ થતી જોવા મળી હતી. ભીડને કાબૂમાં કરવા માટે અમેરિકન સૈનિકોને ગોળી પણ ચલાવવી પડી હતી. એમાં કુલ 10 લોકોનાં મોત થયાં હોવાની માહિતી મળી છે. સાત લોકોનાં મોત ગોળી વાગવાથી, જ્યારે 3 લોકોનાં મોત પ્લેન પરથી પડવાને કારણે થયાં છે.

અન્ય સમાચારો પણ છે...