તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરિકન સૈનિકનો વીડિયો વાયરલ:સૈનિકે કહ્યું- કાબુલમાં 'અમે ગરબડ કરી, વ્યર્થમાં માર્યા ગયા નિર્દોષ', સૈનિકે અધિકારીઓને લગાવી ફટકાર

નવી દિલ્હીએક મહિનો પહેલા
કાબુલ હુમલા મુદ્દે અમેરિકન સૈન્યના લેફ્ટનન્ટ કર્નલ સ્ટુઅર્ટ શેલર.
  • કાબુલ આતંકી હુમલા બાદ સામે આવ્યો અમેરિકન સૈનિકનો વિડીયો
  • વીડિયોમાં સ્ટુઅર્ટે કહ્યું- વરિષ્ઠ અધિકારીઓએ હુમલાની જવાબદારી સ્વીકારવી જોઈએ
  • સ્ટુઅર્ટે અધિકારીઓને કહ્યું સ્વીકારવું જ જોઇએ કે "આપણે ગડબડ કરી છે."

ગુરુવારે અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં 13 અમેરિકી સૈનિકો ઉપરાંત 165થી વધુ લોકો પણ માર્યા ગયા હતા. આ મામલે અમેરિકાના એક સૈનિકે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો અને લશ્કરી નેતૃત્વને ભારે ફટકાર લગાવી છે. જે બાદ આ મરીન કોર્પ્સના લેફ્ટનન્ટ કર્નલને શુક્રવારે ફરજ પરથી દૂર કરવામાં આવ્યા હતા. લેફ્ટનન્ટ કર્નલ સ્ટુઅર્ટ શેલરે લશ્કરી નેતૃત્વને આ ઘટનાની જાહેરમાં જવાબદારી લેવાની માંગ કરી છે.

કાબુલ એરપોર્ટ પર હુમલા બાદ સ્ટુઅર્ટ શેલરે ફેસબુક પર એક વીડિયો શેર કર્યો હતો. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં લેફ્ટનન્ટ કર્નલ સ્ટુઅર્ટ શેલર યુએસના સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન, જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ માર્ક મિલે અને અન્યને હુમલાની જવાબદારી લેવા માટે કહ્યું. સ્ટુઅર્ટે કહ્યું સ્વીકારવું જ જોઇએ કે "આપણે ગડબડ કરી છે."

ફેસબુક અને લિંક્ડઇન પર પોસ્ટ કરેલા લગભગ પાંચ મિનિટના વીડિયોમાં, સ્ટુઅર્ટ શેલરે કહ્યું: "સોશિયલ મીડિયા પર લોકો અત્યારે પરેશાન છે. યુદ્ધના મેદાન પર મરીન્સે કોઈને નિરાશ ન કર્યા. "તેમણે વધુમાં કહ્યું કે 'લોકો નારાજ છે કારણ કે તેમના વરિષ્ઠ નેતાઓએ તેમને નિરાશ કર્યા છે અને તેમાંથી કોઈ પણ હાથ ઉપર કરી રહ્યું નથી કે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.' શેલર માંગ કરે છે કે તેમના વરિષ્ઠ અધિકારીઓએ હુમલાની જવાબદારી સ્વીકારવી જોઈએ.

મીડિયાને નિવેદન જાહેર કરશે નહીં
શેલરના જણાવ્યા મુજબ, જ્યાં સુધી તેને સત્તાવાર રીતે દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી તે મીડિયા સંસ્થાઓને નિવેદન આપશે નહીં. તેમણે કહ્યું, 'અમેરિકા પાસે ઘણા મુદ્દા છે પરંતુ આ મારુ ઘર છે. આ તે જગ્યા છે જ્યાં મારા ત્રણ પુત્રો મોટા થયા. અંધાધૂંધીના ધુમ્મસમાં પણ અમેરિકા ઝળકે છે. જ્યારે મારું મરીન કોર્પ્સ કારકિર્દી સમાપ્ત થશે, તો હું એક નવી શરૂઆતની આશા રાખું છું.

અધિકારીઓને લગાવી ફટકાર
લગભગ પાંચ મિનિટના વીડિયોમાં તેણે કહ્યું, 'મારા જીવનનો હેતુ અમેરિકાને વિદેશી રાજનીતિ મામલામાં સૌથી ઘાતક અને અસરકારક દેશ બનાવવાનો છે. હિંસા વચ્ચે મારા જીવનના દિવસો સમાપ્ત થઈ રહ્યા છે. હું આગળ એક નવો પ્રકાશ જોઉં છું.' જે રીતે અફઘાનિસ્તાનથી અમેરિકાની વાપસીને અંજામ આપવામાં આવ્યો, તે બાબતે શેલેરે સેનાના અધિકારીઓને ફટકાર લકાવી છે અને છેલ્લા કેટલાક સપ્તાહોની અસ્તવ્યસ્ત ઘટનાઓ બાબતે નેતૃત્વને જવાબદારી નક્કી કરવા કહ્યું છે.

જણાવ્યુ ભૂલ ક્યાં થઈ?
સ્ટુઅર્ટ શેલર આ વિડીયોમાં આર્મી યુનિફોર્મમાં જોવા મળી રહ્યો છે. આમાં તે કહે છે, 'શું તમારામાંથી કોઈ તમારો ક્રમ ટેબલ પર મૂકીને કહી શકે છે, 'વાપસીની પ્રક્રિયા પહેલા બગરામ એરફિલ્ડ છોડવાનો વિચાર વ્યર્થ હતો, જે વ્યૂહાત્મક રીતે મહત્વનો છે.' શું કોઈ આવું કરી શકે છે? અને જો તમે આમ કરવા બાબતે કલ્પના પણ કરી શકતા નથી, શું કોઈએ પોતાનો હાથ ઉંચો કરીને કહ્યું છે, 'અમે બધું ગડબડ કરી દીધું'

17 વર્ષથી યુદ્ધ લડી રહ્યો છું
તે વીડિયોમાં આગળ કહે છે કે જો કોઈ વરિષ્ઠ અધિકારી જવાબદારી નિશ્ચિત ન કરે, તો 'સંભવત રીતે તમામ લોકો નિરર્થક રીતે માર્યા ગયા.' તેણે વધુમાં કહ્યું, 'હું 17 વર્ષથી યુદ્ધ લડી રહ્યો છું. હું મારા ઉપરી અધિકારીઓને આ કહેવા માટે હું બધું જ ગુમાવવા માટે તૈયાર છું. હું જવાબદારી નિશ્ચિત કરવાની માંગ કરું છું. 'તેમણે કહ્યું કે જેઓ ગુરુવારે મૃત્યુ પામ્યા, તેમની વચ્ચે એક વ્યક્તિ એવી પણ હતી, જેમને તે વ્યક્તિગત રીતે ઓળખતા હતા. પરંતુ આ વિડીયો બનાવવા પાછળનું તે જ એકમાત્ર કારણ નથી. જો કે નેવીના બાકીના અધિકારીઓએ શેલરને વીડિયો દૂર કરવાનું કહ્યું અને કહ્યું કે તેને તેના માટે ભારે કિંમત ચૂકવવી પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...