• Gujarati News
  • International
  • Social Prescription: Learning Dance Music Or Watching Plays Is Also An Excellent Medicine, Social Visits Improve Health

ટાઇમમાંથી:સોશિયલ પ્રિસ્ક્રિપ્શનઃ નૃત્ય-સંગીત શીખવું કે નાટકો જોવા પણ ઉત્તમ દવા, સામાજિક મુલાકાતોથી આરોગ્ય સુધરે છે

વોશિંગ્ટન17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

અમેરિકામાં માસાચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલના ઈમર્જન્સી રૂમમાં 93 વર્ષીય રુથની અવરજવર સામાન્ય છે. તેના ડૉક્ટર જેરિયાટ્રિશિયન ડૉ. આર્દેશિર હાશમી એ વાતથી પરેશાન છે કે, રુથને છાતીમાં સખત દુઃખાવો થતો હોવા છતાં તેની બિમારી સમજાતી નથી. દર મહિને બે વાર તેમને ઈમર્જન્સી રૂમમાં લાવવા પડે છે. બધા ટેસ્ટ પણ કરાય છે, જે સામાન્ય હોય છે. રુથ પણ કહે છે કે, ઈમર્જન્સી નંબર 911 ડાયલ કર્યા પછી એમ્બ્યુલન્સ આવતા જ દર્દ ખતમ થઈ જાય છે.

ક્લિવલેન્ડ ક્લિનિકમાં જેરિયાટ્રિક ઈનોવેશનના ચેરમેન ડૉ. હાશમી કહે છે કે, રુથ સાથે અનેકવાર લાંબી વાતચીત કર્યા પછી તેમની બીમારી સમજાઈ હતી. 2015 પહેલા તેમની સ્થિતિ સારી હતી. એ જ વર્ષે તેમનો પૌત્ર કોલેજના અભ્યાસ માટે ઘર છોડીને ગયો. એટલે રુથ મોટા ઘરમાં એકલા હતા. તેમને ડાન્સ સ્ટુડિયો લઈ જનારું પણ કોઈ ન હતું. રુથને લાગતું તે ઘરમાં સીડીઓ પરથી પડી જશે તો પાડોશીઓને પણ ખબર નહીં પડે. આ વિચાર આવતા જ રુથને પેનિક એટેક આવતો.

ડૉ. હાશમી જાણતા હતા કે, પેઈનકિલર્સ અને ચિંતા દૂર કરતી દવાઓથી રુથની સારવાર શક્ય ન હતી. એટલે તેમણે રુથને એક જેરિયાટ્રિક કેર મેનેજર (વડીલોની દેખભાળ કરતા કેર પર્સન) રિફર કર્યા, જે રુથને ડાન્સ સ્ટુડિયો સુધી લઈ જતો. રુથ સ્ટુડિયોમાં ખુરશી પર બેસીને ઝૂમતા ત્યારે તે પણ તેમની સાથે રહેતો. આ થેરેપીથી રુથના પેનિક એટેક ખતમ થઈ ગયા.

ડૉ. હાશમીએ જે સારવાર કરી તેને મેડિકલ પ્રોફેશનમાં સોશિયલ પ્રિસ્ક્રિપ્શન કહે છે. તેમાં ડૉક્ટર દર્દીની સ્થિતિ જોઈને તેમને નૃત્ય, સંગીત, પેઈન્ટિંગ, ટ્રેકિંગ, નેચર વૉક વગેરે જેવી એક્ટિવિટી પ્રિસ્ક્રાઈબ કરે છે. આ તેમની શારીરિક નહીં, પરંતુ માનસિક સ્થિતિ સુધારવા કરાય છે. અમેરિકાની વસતીનું સરેરાશ આયુષ્ય વધી રહ્યું છે, જેથી વૃદ્ધત્વને લગતી બિમારીઓ અને માનસિક આરોગ્યને લગતા પ્રશ્નો પણ વધી રહ્યા છે. આ માટે દવાઓ પણ યોગ્ય રીતે કામ નથી કરતી. કોરોનાકાળમાં પણ આ વાત સાબિત થઈ ગઈ છે.

હમણાં સુધી સોશિયલ પ્રિસ્ક્રિપ્શનને સત્તાવાર રીતે વ્યાખ્યાયિત નહોતું કરાયું, પરંતુ હવે બ્રિટનમાં તેને યોગ્ય રૂપ આપવાનું કામ સારી રીતે થઈ શકે છે. અહીંની નેશનલ હેલ્થ સર્વિસ એક મોટી હેલ્થકેર સિસ્ટમ છે, જે રાષ્ટ્રીય સ્તરે સોશિયલ પ્રિસ્ક્રિપ્શન માટે ફંડ આપી રહી છે. અહીં આ અભિયાન શરૂ કરનારા બ્રિટનની કોલેજ ઓફ મેડિસિનના ચેરમેન ડૉ. માઈકલ ડિક્સન કહે છે કે, સોશિયલ પ્રિસ્ક્રિપ્શનની વ્યાખ્યાનો વ્યાપ મોટો રાખવો જોઈએ. આ કામમાં સ્થાનિક ડૉક્ટરોની ભૂમિકા વધુ મહત્ત્વની સાબિત થઈ શકે છે. તેઓ દર્દીઓ સાથે વાત કરવામાં સમય અને ઊર્જા ખર્ચે છે. તેથી તેઓ દર્દીના શોખ, વિચારો વગેરે સારી રીતે જાણી શકે છે. એટલે તેઓ સારી રીતે સોશિયલ પ્રિસ્ક્રિપ્શન રજૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...