એજન્સી | લંડન સોશિયલ મીડિયાથી હવે બાળકો પણ સુરક્ષિત નથી. ઘરમાં સ્માર્ટફોન થકી બાળક ક્યાં, ક્યારે અને શું ગ્રહણ કરે છે તેની દેખરેખ રાખવી ખૂબ જ પડકારજનક છે. બાળક ઓનલાઇન માધ્યમથી પોર્ન કન્ટેન્ટ, હાનિકારક અથવા ગ્રાફિક વેબસાઇટ સુધી પહોંચી શકે છે. બાળકો સાઇબર બુલિંગનો પણ શિકાર થઇ શકે છે.
બાળકોને સોશિયલ મીડિયાથી સુરક્ષિત રાખવા માટે બ્રિટનના જાસૂસી અને સુરક્ષા સંગઠન (GCHQ) અને રાષ્ટ્રીય સાઇબર સુરક્ષા કેન્દ્ર (NCSC) હવે એપલ, ફેસબુક જેવી દિગ્ગજ ટેક કંપનીઓનો હસ્તક્ષેપ ઇચ્છે છે. સાઇબર સુરક્ષા એજન્સી એપલ જેવી કંપનીઓ ઉપકરણો પર શંકાસ્પદ ગતિવિધિની દેખરેખ રાખે તેવું ઇચ્છે છે. તે ગોપનીયતાના અધિકારોનું ઉલ્લંઘન નથી.
જીસીએચક્યુ અને એનસીએસસીના ટેક્નિકલ હેડ અનુસાર ટેક કંપનીઓએ વિવાદાસ્પદ ટેક્નિક સાથે આગળ વધવું જોઇએ, જે યુઝર્સના સ્માર્ટફોન ઉપર બાળશોષણની તસવીરો સ્કેન કરે છે. ‘ક્લાયન્ટ સાઇડ સ્કેનિંગ’ એક સોફ્ટવેરના માધ્યમથી શક્ય છે. તેમાં ફેસબુક અને એપલ જેવી કંપનીઓ સામેલ થશે. જોકે કંપનીઓ આ સેવા ઉપલબ્ધ કરાવવાથી અચકાય છે. તેનાથી એક સર્વર મારફતે મેસેજના કન્ટેન્ટને મોકલ્યા વગર યુઝર્સના ફોન અથવા ઉપકરણ પર શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી શકાય છે. તેનાથી યુઝર્સના ડેટામાં કોઇ છેડછાડ થતી નથી.
વિશેષજ્ઞ અનુસાર - ક્લાયન્ટ સાઇડ સ્કેનિંગ સંપૂર્ણપણે સુરક્ષિત
એનસીએસસીના ટેક્નિકલ ડિરેક્ટર ઇયાન લેવી અને જીસીએચક્યુના ટેક્નિકલ ડાયરેક્ટર ક્રિસ્પિન રોબિન્સને કહ્યું કે આ ટેક્નોલોજી સુરક્ષિત છે. તેઓએ લખ્યું કે, અમને એવું કોઇ કારણ લાગતું નથી કે જેથી કરીને ક્લાયન્ટ સાઇડ સ્કેનિંગ ટેક્નિકને લાગુ ના કરી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.