તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાડ થીજવતી ઠંડી:રશિયામાં 30 વર્ષમાં સૌથી ભીષણ બરફનું તોફાન, 3 ઈંચ હિમવર્ષાથી જે જ્યાં હતું ત્યાં જ થીજી ગયું

મોસ્કો6 દિવસ પહેલા

રશિયાની રાજધાની મોસ્કોમાં 30 વર્ષનું સૌથી ભીષણ બરફનું તોફાન ત્રાટક્યું. જેના લીધે 4 કલાકમાં બરફની 3 ઈંચ જાડી ચાદર પથરાઈ હતી. હિમવર્ષાને કારણે જનજીવન પણ થંભી ગયું. તાપમાન પણ માઈનસ 2થી -10 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયું. શુક્રવારે અચાનક આવેલા બરફના તોફાનને લીધે અનેક વૃક્ષો અને વીજળીના થાંભલા પડી ગયાં હતાં. તેનાથી વ્લાદિવોસ્તોક વિસ્તારના દોઢ લાખ લોકોને રાત્રિભર અંધારામાં રહેવું પડ્યું.

ક્ષેત્રીય તંત્રના ઉપપ્રમુખ એલેના પારખેન્કોએ જણાવ્યું કે તોફાનને લીધે ભારે નુકસાન થયું છે. વીજળી શરૂ કરવામાં 15 દિવસ લાગી શકે છે. હવામાન વિભાગ અનુસાર હજુ તાપમાન ગગડી શકે છે. હવામાન અધિકારી બોરિસ કુબેએ જણાવ્યું કે ક્લાઇમેટ ચેન્જને લીધે દુનિયાના સૌથી ઠંડા ક્ષેત્ર સાઈબેરિયામાં ચાલુ વર્ષે ઓછી હિમવર્ષા થઈ છે. સામાન્ય રીતે નવેમ્બરમાં 24થી 30 ઈંચ થતી હતી પણ આ વર્ષે ફક્ત 9-10 ઈંચ થઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો