તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાનના બદલાતા રંગ...:ઘણી ક્લાઇમેટ સિસ્ટમ બનતાં એકસાથે બરફવર્ષા, ઠંડી, ગરમી અને કમોસમી વરસાદ

નવી દિલ્હી6 મહિનો પહેલા
  • કૉપી લિંક

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પહાડી વિસ્તારોમાં હવામાન પલટાયું છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ અને લદાખમાં બરફવર્ષા થઇ રહી છે. ઘણી ક્લાઇમેટ સિસ્ટમ બનતાં દેશના જુદા-જુદા ભાગોમાં એકસાથે ઠંડી, ગરમી, બરફવર્ષા અને કમોસમી વરસાદનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, પાકિસ્તાન તરફથી શુક્રવારે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, જેના કારણે હિમાલય તરફથી ઠંડો પવન ફૂંકાઇ રહ્યો છે. તેનાથી મેદાની પ્રદેશોમાં તાપમાન ઘટશે.

પહાડી વિસ્તારોમાં બરફવર્ષા હજુ 2 દિવસ જારી રહેશે. હરિયાણાની ઉપર એક સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેની અસર હેઠળ પંજાબ, હરિયાણાથી માંડીને દિલ્હી સુધી જુદા-જુદા વિસ્તારોમાં 2-3 દિવસમાં વરસાદ થઇ શકે છે. દિલ્હીમાં ગુરુવારે મહત્તમ તાપમાન સામાન્યથી 5 ડિગ્રી સે. વધુ નોંધાયું. ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડથી માંડીને પશ્ચિમ બંગાળ સુધી ગાઢ ધુમ્મસ છવાઇ રહ્યું છે.

કોટામાં 9 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
રાજસ્થાનના કોટામાં ડિસે.માં મહત્તમ તાપમાનનો 9 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. અહીં બુધવારે 32.5 ડિગ્રી સે. તાપમાન નોંધાયું. મ.પ્ર.નાં ઘણાં શહેરોમાં પણ તાપમાન વધ્યું છે. હવામાન વિજ્ઞાનીઓ આ માટે બંગાળના અખાતમાંથી આવતા ભેજવાળા પવનને કારણભૂત ગણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...