ટેક્નોલોજી / મોબાઇલ પર છીંકવાથી 1 મિનિટમાં કોરોના ટેસ્ટ થશે

Sneezing on a mobile will test the corona in 1 minute in US
X
Sneezing on a mobile will test the corona in 1 minute in US

  • ઝીકા વાઇરસ માટે ટેક્નોલોજી બની હતી

દિવ્ય ભાસ્કર

May 20, 2020, 05:39 AM IST

વોશિંગ્ટન. અમેરિકાની એક રિસર્ચ ટીમે એવો દાવો કર્યો છે કે ટૂંકમાં જ એક એવી ટેક્નોલોજી આવી રહી છે જેનાથી સ્માર્ટફોન પર છીંકવા કે ખાંસવાથી જ ખબર પડી જશે કે કોઇને કોરોના વાઇરસનો ચેપ છે કે નહીં. ટીમ એક એવું સેન્સર બનાવી રહી છે જેને ફોનથી જોડી શકાશે.
સેન્સરને આશરે 1 વર્ષ પહેલા બનાવવાનું શરૂ કરાયું હતું
રિસર્ચ ટીમનું કહેવું છે કે સ્માર્ટફોનથી સેન્સરને જોડવાથી એક મિનિટમાં જાણી લેશે કે જે વ્યકિતએ સ્માર્ટફોન પર છીંક્યું કે ઉધરસ ખાધી તેને ચેપ છે કે નહીં. સેન્સર ડેવલોપ કરનારી ટીમના પ્રમુખ પ્રોફેસર મસૂદ તબીબ-અઝહરનું કહેવું છે કે આ સેન્સરને આશરે 1 વર્ષ પહેલા બનાવવાનું શરૂ કરાયું હતું. તેમણે કહ્યું કે તેનો હેતું ઝીકા વાઇરસનો પતો લગાવવાનો હતો. ડિવાઇસનો પ્રોટોટાઇપ 1 ઇંચ પહોળો છે. તેને બ્લૂટુથ દ્વ્રારા સ્માર્ટફોન સાથે જોડી શકાય છે. યુઝરને પોતાના સ્લાઇવાનો માઇક્રોસ્કોપિક પાર્ટિકલ નાંખતા પહેલાં ફોનના ચાર્જિંગ પોર્ટમાં સેન્સર લગાવી એપ ચાલુ કરવાની રહેશે. એક મિનિટમાં મોબાઇલની સ્ક્રીન પર રિઝલ્ટ આવી જશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી