તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્રિટનમાં ચોંકાવનારો મામલો:બ્રિસ્ટલમાં રહેતા 72 વર્ષના સ્મિથે 10 મહિનામાં 43 વખત કોરોના ટેસ્ટ કરાવ્યો, દરેક વખતે રિપોર્ટ પોઝિટિવ આવ્યો

લંડન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીરમાં જોવા મળી રહેલા 72 વર્ષના ડેવિડ સ્મિથ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પોતાની પત્ની લિંડાની સાથે. - Divya Bhaskar
તસવીરમાં જોવા મળી રહેલા 72 વર્ષના ડેવિડ સ્મિથ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પોતાની પત્ની લિંડાની સાથે.
  • સ્મિથની સારવાર બે એન્ટી-વાઇરલ દવાઓના મિશ્રણથી કરવામાં આવી
  • બ્રિટનમાં કોરોનાથી સૌથી લાંબ સમય સુધી પરેશાન થનારા શખસનું મોત થયું હતું

બ્રિટનમાં કોરોનાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. અહીં એક શખસને કોરોનાથી સ્વસ્થ થવામાં 10 મહિના લાગી ગયા. એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, બ્રિટનના બ્રિસ્ટલ શહેરમાં રહેતા 72 વર્ષના ડેવિડ સ્મિથ 10 મહિના સુધી સતત કોરોના પોઝિટિવ રહ્યા. આ કોરોનાનો અત્યારસુધીનો સૌથી લાંબો કેસ છે. સ્મિથે જણાવ્યું હતું કે તેણે 43 વખત કોરોના ટેસ્ટ કરાવ્યો, જે બધી વખતે પોઝિટિવ આવ્યા હતા.

BBCને આપવામાં આવેલા ઈન્ટરવ્યુમાં સ્મિથે પોતાના અનુભવ શેર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે કોરોનાને કારણે તેને 7 વખત હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. તે એટલા પરેશાન થઈ ગયા હતા કે તેમણે પોતાના અંતિમસંસ્કારની યોજના પણ બનાવી લીધી હતી. બ્રિસ્ટલ યુનિવર્સિટી અને નોર્થ બ્રિસ્ટલ NHS ટ્રસ્ટના એક્સપર્ટે કહ્યું હતું કે સ્મિથના આખા શરીરમાં એક્ટિવ વાયરસ ફેલાઈ ગયો હતો.

સ્મિથે જણાવ્યું હતું કે તેમનું એનર્જી લેવલ ઘણું જ ઓછું થઈ ગયું હતું. એક રાતે 5 કલાક સુધી તેઓ ખાંસતા રહ્યા હતા. તેને પોતાની પત્નીને અલવિદા પણ કહી દીધું હતું. તો તેમની પત્નીએ જણાવ્યું હતું કે અનેક વખતે અમને લાગ્યું કે સ્મિથ હવે જીવિત નહીં બચે.

ખાસ પ્રકારની દવાથી સ્વસ્થ થયા
સ્મિથની સારવાર બે એન્ટી-વાઇરલ દવાઓના મિશ્રણથી કરવામાં આવી, જેમાં બે સપ્તાહનો સમય લાગ્યો. અમેરિકાની કંપની રેઝેનરોને દવા ઉપલબ્ધ કરાવી હતી. સ્મિથે કહ્યું હતું કે જ્યારે ડોકટરે રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની જાણકારી આપી તો તેમને વિશ્વાસ જ ન થયો. એ બાદ એક સપ્તાહ પછી બીજી વખત ટેસ્ટ કરાવ્યો ત્યારે પણ રિપોર્ટ નેગેટિવ જ આવ્યો હતો.

14 મહિનાથી લડાઈ લડી રહેલા શખસનું મોત
આ પહેલાં બ્રિટનમાં કોરોનાના સૌથી લાંબા સમય સુધી પરેશાન થનારા શખસ જેસન બ્લેકનું ગત શુક્રવારે જ મોત નીપજ્યું હતું. તે 14 મહિનાથી કોરોના સામે લડતો રહ્યો હતો. તે ગત વર્ષે માર્ચ 2020માં કોરોનાની ઝપેટમાં આવ્યો હતો. કોરોના પોઝિટિવ આવ્યા બાદ 31 માર્ચ 2020ના રોજ સેન્ટ જેમ્સ હોસ્પિટલમાં તેને એડમિટ કરવામાં આવ્યો હતો.