અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનનું નવુ ષડયંત્ર:ISI જિહાદી ગ્રુપ્સને ફંડ પુરૂ પાડી રહ્યું છે, જેથી ત્યાં અસ્થિરતા ફેલાય અને તાલિબાન પર દબાણ બન્યું રહે

16 દિવસ પહેલા

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (ISI) અફઘાનિસ્તાનમાં નાના જેહાદી જૂથોને મદદ કરી રહી છે. આ જેહાદી જૂથોની વિચારધારા વધુ કટ્ટરપંથી છે. તેમનો ઉપયોગ તાલિબાનને નબળા કરવા માટે કરવામાં આવી રહ્યો છે. ફોરેન પોલિસીના રિપોર્ટના આધારે આ દાવો કરવામાં આવ્યો છે.

ન્યૂઝ રિપોર્ટમાં એક ડોક્યૂમેન્ટના આધારે કહેવામાં આવ્યું છે કે, તાલિબાન માટે વિજય સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે 2020 ની શરૂઆતમાં ISI દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ ઇસ્લામિક ઇન્વિટેશન એલાયન્સ (IIA)ની રચના કરવામાં આવી હતી. તે હવે સમગ્ર અફઘાનિસ્તાનમાં ઉગ્રવાદને સશક્ત કરીને તાલિબાનને અસ્થિર કરવાનો હેતુ ધરાવે છે. IIA પણ એક વર્ષથી વધુ સમયથી યુએસ ઇન્ટેલિજન્સનાં રડાર પર છે.

પાકિસ્તાન તાલિબાન પર દબાણ બનાવી રાખવા માગે છે
સમાચાર અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે IIAમાં લગભગ 4,500 લડાકું છે. આ દ્વારા ISI અફઘાનિસ્તાનમાં જેહાદ આંદોલનને જીવંત રાખીને તાલિબાન પર પોતાનું દબાણ બનાવી રાખવા માગે છે. તે એમ પણ જણાવે છે કે IIA તેના સભ્ય જૂથોને ISI તરફથી ભંડોળ આપે છે. જેના કારણે આતંકી સંગઠન IS-Kને પ્રોત્સાહન મળી રહ્યું છે. સભ્ય જૂથો દ્વારા હુમલાની જવાબદારી લેવાથી IS-Kને પોતાને એક મજબૂત સંગઠન તરીકે રજૂ કરવામાં મદદ મળી રહી છે.

રાજકારણ વધુ જટિલ બન્યું
IIA ના ઉદયથી તાલિબાનમાં રાજકીય લેન્ડસ્કેપ વધુ જટિલ બન્યું છે. આ એટલા માટે છે કારણ કે તાલિબાનની અંદર પહેલાથી જ મતભેદો દેખાઈ રહ્યા છે. તાલિબાનના ડેપ્યુટી પીએમ મુલ્લા બરાદર અને ગૃહમંત્રી સિરાજુદ્દીન હક્કાની વચ્ચેનો અણબનાવ સતત વધી રહ્યો છે. મુલ્લા બરાદરે અમેરિકા સાથેના શાંતિ કરારમાં મહત્વની ભૂમિકા ભજવી છે. બીજી તરફ સિરાજુદ્દીન આતંકી સંગઠન હક્કાની નેટવર્કનો વડા છે. હક્કાનીએ અફઘાનિસ્તાનમાં અનેક આત્મઘાતી હુમલા કર્યા હતા.

તાલિબાન વચ્ચે ભાગલાથી ક્ષેત્રીય શાંતિ જોખમમાં
અફઘાનિસ્તાનની પૂર્વ સરકારમાં ગુપ્તચર વિભાગના વડા રહીમતુલ્લા નબિલે કહ્યું, 'બરાદરનો ઝોક અમેરિકા તરફ હોવાનું માનવામાં આવે છે. જ્યારે હક્કાનીને પશ્ચિમના સૌથી સખત વિરોધી ચહેરા તરીકે જોવામાં આવે છે. તેમણે કહ્યું કે બે માણસો વચ્ચેની આ અણબનાવ તાલિબાન સૈનિકોને ઇસ્લામિક સ્ટેટ તરફ ધકેલી રહી છે અને દેશની સ્થિરતા અને સંભવિત પ્રાદેશિક શાંતિને જોખમમાં મૂકે છે.

તાલિબાનની અંદર શરુ મોટી જંગ શરુ થશે
ભૂતકાળમાં, દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૂથ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી પણ દર્શાવે છે કે આગામી દિવસોમાં તાલિબાનની અંદર એક મોટું યુદ્ધ શરૂ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...