અમેરિકાના રાષ્ટ્રપતિની કેન્સરની સર્જરી કરાઈ:બાઈડેનના ચેસ્ટના ભાગેથી સ્કિન કેન્સરના ટિશ્યુ દુર કરાયા, ડોક્ટરે કહ્યું- હવે પ્રેસિડેન્ટ એકદમ સ્વસ્થ છે

વોશિંગટન21 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના રાષ્ટ્રપતિ જા બાઈડેનને સ્કિન કેન્સર થયું હતું. વાઈટ હાઉસના ડોક્ટર કેવિન ઓ'કોર્નરે કહ્યું, બાઈડેનના ચેસ્ટની સ્કિન પર ઘા પડી ગયો હતો. ફેબ્રુઆરીમાં સર્જરી દરમિયાન શરીરના આ ભાગની સ્કિનને દુર કરવામાં આવી છે. તેની તપાસ કરવા માટે મોકલવામાં આવી હતી, જેમાં જાણી શકાયું છે કે આ ઘા બેસલ સેલ કોર્સિનોમા છે. આ નોર્મલ સ્કિન કેન્સરનું સ્વરુપ છે.

ડોક્ટર ઓ'કોર્નરે જણાવ્યું હતું કે, ઓપરેશન દરમિયાન કેન્સર ફેલાવતા તમામ ટિશ્યુઝને દુર કરવામાં આવ્યા છે. બાઈડેન સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. તેમની વધુ સારવારની જરૂર નથી. જો કે રાષ્ટ્રપતિ બાઈડેનના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે. અમે જોઈ રહ્યા છીએ કે તેમને સ્કિન બાબતની અન્ય કોઈ સમસ્યા તો થઈ રહી નથી.

2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે બાઈડેનના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે. બાઈડેન ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યા છે. જો કે તેમણે તેની જાહેરાત કરી નથી.
2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે બાઈડેનના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે. બાઈડેન ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યા છે. જો કે તેમણે તેની જાહેરાત કરી નથી.

16 ફેબ્રુઆરીએ તપાસમાં બાઈડેન સ્વસ્થ હોવાનું જણાવાયું હતું
16 ફેબ્રુઆરીએ જ, શારીરિક તપાસ દરમિયાન, ડૉ. ઓ'કોનરે 80 વર્ષીય બાઈડેનને એકદમ ફિટ હોવાનું જાહેર કર્યું હતું. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ તરીકે બાઈડેન તેમની જવાબદારી નિભાવવા માટે એકદમ સ્વસ્થ અને ફિટ છે.

બાઈડેનની પત્ની અને પુત્રને પણ કેન્સર હતું
જો બાઈડેનની પત્ની અને ફર્સ્ટ અમેરિકન લેડી જિલ બાઈડેનને પણ સ્કિન કેન્સર હતું. જાન્યુઆરીમાં તેમની પણ સર્જરી કરવામાં આવી હતી. 71 વર્ષીય જિલની એક આંખની ઉપર અને ચેસ્ટના ભાગે ઘા વાળી સ્કિનને દુર કરવામાં આવી હતી. જ્યારે બાઈડેનના પુત્ર બ્યુને બ્રેન કેન્સર હતું. 2015માં તેનું મૃત્યું થયું હતું. ત્યારથી જો બાઈડેન પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત હતા.

આ ફોટામાં પત્ની જીલ અને પુત્ર અને તેની પત્ની હેલી (ડાબે) સાથે બાઈડેન.
આ ફોટામાં પત્ની જીલ અને પુત્ર અને તેની પત્ની હેલી (ડાબે) સાથે બાઈડેન.

બાઈડેન ડિમેન્શિયાના પણ દર્દી છે
વધતી ઉંમરની સાથે જો બાઈડેનને બીમારીએ ઘેરી લીધા છે. કેટલાક રિપોર્ટમાં તેમને ડિમેન્શિયાના દર્દી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. બાઈડેનને 1988માં બ્રેન એન્યુરિઝમ પણ થયું હતું. જેની સારવાર કરવામાં આવી હતી. તે ફરીથી થવાનું માત્ર 20%ના ચાન્સ છે. અમેરિકન ફેડરેશન ફોર એજિંગ રિસર્ચના એક એકેડેમિક પેપર મુજબ 79% ચાન્સ છે કે બાઈડેન રાષ્ટ્રપતિ તરીકેનો તેમનો પ્રથમ કાર્યકાળ પૂર્ણ થાય ત્યાં સુધી જીવીત રહી શકે.

ક્યાં મળ્યા સંકેત?

  • 15 અપ્રિલ 2022માં બાઈડેન ઉત્તર કેરોલિનાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં ભાષણ આપી રહ્યા હતા. ભાષણ પૂરું થયા પછી, બાઈડેન એકલા હવામાં હાથ મિલાવતા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં બાઈડેન સાથે સ્ટેજ પર કોઈ નહોતું.
  • આ પહેલા વાઈટ હાઉસના એક કાર્યક્રમમાં પણ બાઈડેન ખુબ જ અકળામણ અનુભવતા જોવા મળ્યા હતા. તે કાર્યક્રમમાં બરાક ઓબામા પણ હાજર હતા. બાઈડેનના ટીકાકારો તેને 'સ્લીપી જો' પણ કહે છે.
અન્ય સમાચારો પણ છે...