તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Sixth Grade Girl Identified As Person Who Opened Fire At An Idaho Middle School On Thursday, Today Latest News And Updates

અમેરિકામાં ફરી ફાયરિંગ:આ વખતે છઠ્ઠામાં અભ્યાસ કરતી સ્કૂલની છોકરીએ ગોળીઓ ચલાવી, ટીચરે ગન છીનવી; 3 ઘાયલ

3 મહિનો પહેલા
એ સ્કૂલની બહારની તસવીર જ્યાં ફાયરિંગ થયું હતું

અમેરિકાના ઈડાહોમાં આવેલી એક સ્કૂલમાં ગુરુવારે એક બાળકીએ ફાયરિંગ શરૂ કર્યું હતું. ઘટનામાં 2 બાળકો સહિત 3 લોકો ઘાયલ થયા હતા. ત્યારપછી ટીચરે તેની પાસેથી બંદૂક છીનવી લીધી હતી. ઘાયલ વિદ્યાર્થીઓને હાથ અને પગમાં ગોળી વાગી હતી. જોકે કોઈની સ્થિતિ ગંભીર નથી.

અમેરિકન પોલીસના જણાવ્યા પ્રમાણે, આ બાળકીએ ગુરુવારે સવારે અંદાજે સવા નવ વાગે તેની સ્કૂલ બેગમાંથી ગન કાઢી અને પછી ઘણાં રાઉન્ડ ફાયરિંગના કરી દીધા. જે ટીચરે આ બાળકીના હાથમાંથી ગન છીનવી તેણે જ પોલીસ આવી ત્યાં સુધી બાળકીને કાબુમાં રાખી. આ બાળકી ઈડાહો ફાલ્સ સિટીમાં રહે છે.

ઈડાહોની સ્કૂલમાં ફરી આવી ઘટના બની છે. આ પહેલાં પણ અહીં શૂટિંગની ઘટના બની હતી
ઈડાહોની સ્કૂલમાં ફરી આવી ઘટના બની છે. આ પહેલાં પણ અહીં શૂટિંગની ઘટના બની હતી

12 વર્ષનો વિદ્યાર્થી બન્યો સાક્ષી
ઈડાહોની સ્કૂલમાં અંદાજે 1500 બાળકો અભ્યાસ કરે છે અને તે પ્રખ્યાક યલોસ્ટોન નેશનલ પાર્કથી અંદાજે દોઢ સો કિલોમીટર દૂર આવેલી છે. ફાયરિંગની ઘટના થયા પછી વિદ્યાર્થીઓને એક નજીકની સ્કૂલમાં લઈ જવામાં આવ્યા હતા. સ્કૂલના વિદ્યાર્થી યેંડલ રોડ્રિગુએજ જેની ઉંમર 12 વર્ષની છે તેણે જણાવ્યું કે, બધા અભ્યાસ કરતાં હતા. ત્યારે એક અવાજ આવ્યો અને ત્યારપછી ઘણો હોબાળો થઈ ગયો. ત્યાર પછી બધા ચીસા-ચીસ કરવા લાગ્યા. જ્યારે અમારા ટીચર ત્યાં જોવા લગ્યા તો ત્યાં લોહી જ લોહી હતું.

આ તસવીર ઘટના પછીની છે. તેમાં જોવા મળતી મહિલાનું નામ અડેલા રોડ્રિગુએજ છે અને સાથે તેનો 12 વર્ષનો દીકરો યેંડલ રોડ્રિગુએજ છે.
આ તસવીર ઘટના પછીની છે. તેમાં જોવા મળતી મહિલાનું નામ અડેલા રોડ્રિગુએજ છે અને સાથે તેનો 12 વર્ષનો દીકરો યેંડલ રોડ્રિગુએજ છે.

આ સ્કૂલમાં ફાયરિંગની બીજી ઘટના
પોલીસ તપાસ કરી રહી છે કે, આ બાળકી પાસે ગન ક્યાંથી આવી. પોતાના જ ક્લાસમેટ પર ગોળી ચલાવવાનો ઉદ્દેશ શું હતો. સ્કૂલ પ્રશાસને જણાવ્યું કે, આ અમારા માટે ખૂબ ખરાબ દિવસ છે. રિગ્બી હાઈસ્કૂલના ઈતિહાસમાં આ બીજી વખત ફાયરિંગની ઘટના બની છે. આ પહેલાં 1989માં પણ એક સ્કૂલના વિદ્યાર્થીએ એક છોકરીને ગન પોઈન્ટ પર બંધક બનાવી હતી. પરંતુ તે કોઈને નુકસાન પહોંચાડે તે પહેલાં જ પોલીસે ત્યાં આવીને સ્થિતિ સંભાળી લીધી હતી.

6 મે 2021ના રોજ શૂટિંગ પછી વિદ્યાર્થીઓને નજીકની એક હાઈસ્કૂલમાં મોકલી દેવામાં આવ્યા હતા
6 મે 2021ના રોજ શૂટિંગ પછી વિદ્યાર્થીઓને નજીકની એક હાઈસ્કૂલમાં મોકલી દેવામાં આવ્યા હતા
અન્ય સમાચારો પણ છે...