• Gujarati News
  • International
  • Single dose Vaccine Prepared Antibodies; The Response To The Corona Vaccine Can Be Known In A Matter Of Seconds

કોરોના સામે શક્તિ વધી:સિંગલ-ડોઝ વેક્સિનને તૈયાર કરી એન્ટીબોડી; ગણતરીની સેકન્ડમાં જાણી શકાશે કોરોના વેક્સિનનો રિસ્પોન્સ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકામાં બે અલગ-અલગ અભ્યાસમાં કોરોના વાઈરસ સામે નવી જાણકારી સામે આવી છે. સંશોધકોએ એક નેનોપાર્ટિકલ વેક્સિન તૈયાર કરી છે,જે સિંગલ ડોઝ બાદ જ વાઈરસનો ખાતમો કરનારા એન્ટીબોડી રિસ્પોન્સ તૈયાર કરી છે. જ્યારે સંશોધકોની અન્ય એક ટીમે આ પદ્ધતિ શોધી કાઢી છે, જેમાં ગણતરીની સેકન્ડોમાં જાણી શકાય છે કે વેક્સિનની શરીર પર શુ અસર થાય છે.

અમેરિકામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પીટર કિમના નૈતૃત્વવાળી ટીમે કહ્યું છે કે કોરોના વેક્સિનનો પ્રથમ ટાર્ગેટ સ્પાઈક પ્રોટીન છે, જેના મારફતે કોરોના વાઈરસ શરીરમાં પ્રવેશ કરે છે. અમેરિકામાં અત્યારે બે વેક્સિનને મંજૂરી મળી છે અને આ બન્ને જ mRNA વેક્સિન છે,જે માનવીની કોષિકાઓમાં હંગામી રીતે સ્પાઈક પ્રોટીન તૈયાર કરે છે. તેનાથી ઈમ્યૂન રિસ્પોન્સ વિકસિત કરવામાં આવે છે અને એન્ટીબોડી પ્રોડક્શન શરૂ થાય છે.

ઉંદરો પર સફળ રહ્યો નેનોપાર્ટીકલ વેક્સિન
ACS સેન્ટ્રલ સાયન્સ જર્નલમાં પ્રકાશિત અભ્યાસ પ્રમાણે ટીમે ઉંદરો પર વેક્સિનનો ટેસ્ટ કર્યો. સિંગલ ડોઝ બાદ તેમા કોરોના વાઈરસથી રિકવર થઈ ચુકેલા કોન્વાલેસેન્ટ પ્લાઝ્માથી બે ગણા વધારે એન્ટીબોડી બને છે. તે સ્પાઈક પ્રોટીનથી ઈમ્યુનાઈઝ કરવામાં આવેલ ઉંદરોની તુલનામાં વધારે હતી.

21 દિવસ બાદ બીજા ડોઝ આપવાના સંજોગોમાં એન્ટીબોડીની સંખ્યા વધી જાય છે. આ પરિણામોને અત્યારે માનવી પર થતા ક્લિનિકલ ટ્રાયલ્સમાં સાબિત થાય છે. ત્યારબાદ પણ રિસર્ચર્સનું માનવું છે કે સ્પાઈક/ફેરિટીન નેનોપાર્ટીકલ્સ કોરોના સામે સિંગલ ડોઝ વેક્સિનેશન માટે વ્યવહારીક વ્યૂહરચના હોઈ શકે છે.

નેનોપાર્ટિકલ 3D પ્રિન્ટીંગથી બનેલું છે નવું ડિવાઈસ
અમેરિકાની એક યુનિવર્સિટીના સંશોધકોએ નવા નેનોમટેરિયલ-બેસ્ડ બાયોસેંસિંગ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. તે ગણતરીની સેકન્ડમાં જ જણાવી દેશે કે કોરોના વાઈરસથી બચવા માટે શરીરમાં એન્ટીબોડી બની છે કે નહીં. તેનાથી નવા વેક્સિનના ઈમ્યુનોલોજીકલ રિસ્પોન્સના સટીક અંદાજો લગાવવામાં મદદ મળશે.

અમેરિકાની કાર્નેગી મેલન યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર ભારતવંશી રાહુલ પનાત પણ આ સંશોધનનો ભાગ હતો. તેમણે કહ્યું કે અમે નેનોપાર્ટિકલ 3D પ્રિન્ટીંગ જેવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ડિવાઈસ તૈયાર કરી છે,જે કોરોના એન્ટીબોડીની તાત્કાલિક ઓળખ કરે છે. આ ટેસ્ટીંગ પ્લેટફોર્મ ફક્ત લોહીનું નાનું ટીપુ (5 માઈક્રોલીટર)માં વાઈરસની બે એન્ટીબોડી-સ્પાઈક S1 પ્રોટીન અને રિસેપ્ટર-બાઈડિંગ ડોમેન (RBD)ની ઉપસ્થિતિ અંગે જાણી શકાય છે. તેનો ઉપયોગ પણ સરળ છે અને પરિણામ સ્માર્ટફોન પર મળી શકે છે.