• Gujarati News
  • International
  • Singapore Is The World's Most 'tired' Country, Working An Average Of 2238 Hours A Year, Spending An Average Of 7 Hours A Day On The Internet.

ભાસ્કર વિશેષ:સિંગાપોર વિશ્વનો સૌથી ‘થાકેલો’ દેશ, વાર્ષિક સરેરાશ 2238 કલાક કામ કરે છે, રોજ સરેરાશ 7 કલાક ઇન્ટરનેટ પર ગાળે છે

સિંગાપોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરવે: કામ કરવામાં મેક્સિકો મોખરે પણ થાકવામાં સિંગાપોર આગળ

કામ કરવાની બાબતમાં મેક્સિકો વિશ્વમાં પ્રથમ ક્રમે છે. 58.96 લાખની વસતીવાળું સિંગાપોર બીજા ક્રમે છે. તેમ છતાં સિંગાપોર વિશ્વનો સૌથી ‘આળસુ’ દેશ બની ગયો છે. સિંગાપોરના કર્મચારીઓએ ગત વર્ષે સરેરાશ 2,238 કલાક કામ કર્યું, જેથી તેમની દિનચર્યા ખોરવાઇ ગઇ. તેઓ ભરપૂર ઊંઘ પણ ન લઇ શક્યા. સિંગાપોરના લોકોએ ઇન્ટરનેટ પર રોજ સરેરાશ 7 કલાક 2 મિનિટ વીતાવી.

તેથી સિંગાપોર વિશ્વમાં ત્રીજો સૌથી વધુ ડિજિટલી કનેક્ટેડ વસતીવાળો દેશ બની ગયો છે. બ્રિટિશ કંપનીના સરવેમાં આ વાત સામે આવી છે. વિશ્વના 16 દેશમાં આ સરવે કરાયો હતો, જેમાં તેઓ રોજ કેટલું કામ કરે છે, કેટલી ઊંઘ લે છે, કમ્પ્યૂટર સ્ક્રીન સામે કેટલો સમય ગાળે છે, પરિવારને કેટલો સમય આપે છે તે પૂછાયું હતું.

સરવે મુજબ, સિંગાપોરમાં દર 100માંથી 70 લોકોએ કહ્યું કે તેઓ ઓફિસના કામથી એટલા થાકી જાય છે કે પરિવારને સમય આપવાનું તો દૂર, તેઓ પૂરી ઊંઘ પણ નથી લઇ શકતા. તેમાં સિંગાપોર, મેક્સિકો અને બ્રાઝિલ વિશ્વના સૌથી થાકેલા દેશ સાબિત થયા.

સિંગાપોરને 10માંથી સૌથી વધુ 7.2 પોઇન્ટ મળ્યા. મેક્સિકોને 7.01 અને બ્રાઝિલને 6.28 પોઇન્ટ મળ્યા. ખાસ વાત એ છે કે લાંબા સમય સુધી કામ કરવાની ઓળખ ધરાવતું જાપાન પાંચમા ક્રમે રહ્યું. ત્યાંના લોકોએ વાર્ષિક 1,738 કલાક કામ કર્યું. સરવે કરનારી કંપની સ્લીપસીકરનું કહેવું છે કે સિંગાપોરના લોકો તેમના કામને જેટલો સમય આપી રહ્યા છે તેના કારણે થાક અને અનિદ્રાનો શિકાર બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...