• Gujarati News
  • International
  • Singapore Becomes Safe Haven For Superrich Of India, China, Malaysia And Indonesia, Private Jets Arrive If Air Traffic Is Stopped

બ્લૂમબર્ગનો રિપોર્ટ:ભારત, ચીન, મલેશિયા અને ઈન્ડોનેશિયાના સુપરરિચ માટે સિંગાપોર સુરક્ષિત રહેઠાણ બન્યું, એર ટ્રાફિક બંધ તો પ્રાઈવેટ જેટ લઈ પહોંચ્યા

લુલુચેન8 મહિનો પહેલાલેખક: ડેવિડ રામિલ
  • કૉપી લિંક
  • સિંગલ ફેમિલી ઓફિસ બમણી, પ્રીમિયમ સેગમેન્ટની કારનું વેચાણ 60% વધ્યું

જ્યારે સિંગાપોરના કારડીલર કિથ ઓએ ફેસબુક પર મેસેજ જોયો કે ચીનની એક વ્યક્તિએ 4.65 કરોડ રૂપિયાની બેન્ટલે કારનો ઓર્ડર આપ્યો છે તો તેને વિશ્વાસ બેઠો નહીં. તે વ્યક્તિએ માત્ર કિંમત અને ડિલિવરી અંગે પૂછ્યું હતું. કિથ કહે છે કે મારા માટે આ લાખો ડોલરની વાત હતી. પણ તેના માટે કશું જ નહોતું. સિંગાપોર માટે આ પ્રકારની ડીલ તદ્દન નવો ટ્રેન્ડ છે. એક વર્ષમાં વિદેશી ગ્રાહકોમાં પ્રીમિયમ સેગમેન્ટની કારનું વેચાણ 60 ટકા સુધી વધી ગયું છે. 2021 પ્રથમ 4 મહિનામાં બેન્ટલે, રોયલ્સ રોય્સ અને મર્સિડિઝની 1300 કાર વેચાઈ ગઈ. 57 લાખની વસતી ધરાવતા દેશમાં આ આંકડો ચોંકાવનારો છે. ખરીદદારોમાં મોટાભાગના ચીન, ભારત, ઈન્ડોનેશિયા અને મલેશિયાના સુપરરિચ છે. આ ઉપરાંત સેલેટર એરપોર્ટ પર હેંગર સ્પેસની માંગ પણ અભૂતપૂર્વ વધી છે.

એક પ્રાઈવેટ જેટના પાઈલટે કહ્યું કે એરટ્રાફિક કડક થવાથી લોકો ખાનગી જેટ દ્વારા અહીં આવી રહ્યા છે. આગામી સપ્તાહે કોમર્શિયલ ફ્લાઈટ શરૂ થશે તો થોડું હળવ બનશે. કોરોનાએ દક્ષિણપૂર્વ એશિયા પર અસર કરી છે. હોંગકોંગમાં રાજકીય ઊથલપાથલ છે. આ કારણે સિંગાપોર શ્રીમંતો અને તેના પરિવારો માટે સુરક્ષિત રહેઠાણ બની ગયું છે. અહીંની પ્રાઈવેટ વેલ્ટ મેનેજમેન્ટ કંપની યુનિયન બેંકેયર પ્રીવીના સ્ટિફન રેપ્કો કહે છે કે છેલ્લા એક વર્ષથી અનેક વિદેશી ગ્રાહક સિંગાપોરમાં વસી ગયા છે. ઘણા લાઈનમાં છે. આ દરમિયાન સિંગલ ફેમિલી ઓફિસની સંખ્યા બમણી થઈને 400ની થઈ ગઈ છે.

ગૂગલના સર્ગેઈ બ્રિન અને ચીનના હેડિલાઓના શુપિંગે પણ કંપની શરૂ કરી છે. પ્રોપર્ટીના ભાવ 2018 પછી ટોચની સપાટીએ છે. યુબીએસ જેવી વૈશ્વિક બેન્ક વિસ્તરણ કરી રહી છે. સ્માઈલ ગ્રૂપના ફાઉન્ડર હરીશ બહલ કહે છે કે એક વર્ષમાં ભારત, અમેરિકા સહિત દુનિયાભરના અબજોપતિ સિંગાપુર આવ્યા છે. ઘણા વાલી બાળકોને કોરોનાથી સુરક્ષિત રાખવા અહીં રોકાયા છે.

કોરોનાના કેસ ઓછા, વધુ વેક્સિન, સસ્તી લોનનું આકર્ષણ
ઈકોનોમિક ડેવલપમેન્ટ બોર્ડના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ મેથ્યુ લી કહે છે કે સરળ એર ટ્રાવેલ, મા-બાપ માટે લાંબા સમયની પરમિટ, સસ્તી બિઝનેસ લોન અને ઓછી સ્ટેમ્પ ડ્યૂટીને કારણે શ્રીમંતો આકર્ષાઈ રહ્યા છે. તમારી પાસે 500 કરોડની સંપત્તિ છે અને વેપારમાં 14 કરોડનું રોકાણ કરો તો તરત નાગરિકત્વ મળી જાય છે. અહીં કોરોના કેસ પણ ઓછા છે. 30 ટકા વસ્તીને વેક્સિન અપાઈ ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...