રાહત નહીં:USમાં શીખ સૈનિકો પર ધાર્મિક માન્યતા કે ડ્યૂટીમાંથી કોઇ એક પસંદ કરવા દબાણ, સૈનિકો કોર્ટના શરણે

ન્યુયોર્ક15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટના અનેક આદેશ છતાં શીખ સૈનિકોને રાહત નહીં, 27 પૂર્વ જનરલ અને 100 સાંસદ સમર્થનમાં

અમેરિકન સૈન્યમાં શીખ સૈનિકોને તેમની ધાર્મિક આસ્થા અને પ્રતીકોની સાથે ડ્યૂટી કરવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. એક મરિન અધિકારી સહિત ચાર શીખ અમેરિકીઓએ યુએસ મરિન કોર્પ્સ (USMC) વિરુદ્વ કેસ દાખલ કર્યો છે. આરોપ છે કે મરિન કોર્પ્સ તેઓને સૈન્ય અથવા ધાર્મિક માન્યતાઓમાંથી કોઇ એક પસંદ કરવા દબાણ કરી રહ્યા છે.

વાસ્તવમાં, કેટલાક અપવાદો સાથે અમેરિકન સૈન્ય અત્યારે પણ મોટા પાયે શીખોને પાઘડી, લાંબા વાળ અને દાઢી સાથે કામ કરતા રોકી શકે છે. એડવોકેસી સંગઠન શીખ કોલિશન અને ત્રણ કાનૂની ફર્મે યુએસએમસી કેપ્ટન સુખબીરસિંહ તુર, મિલાપસિંહ ચહલ, આકાશસિંહ અને જસકીરત તરફથી કેસ દાખલ કર્યો છે અને ઊલટતપાસ કરી છે.

આ મુદ્દે 27 પૂર્વ જનરલ તેમજ 100થી વધુ સાંસદોએ શીખ કોલિશનને સમર્થન આપ્યું છે. સંગઠન અનુસાર શીખ સૈનિકો પર દબાણ નાખવામાં આવી રહ્યું છે કે, તેઓ ધાર્મિક આસ્થાનું પાલન કરે અથવા સૈન્યમાં ડ્યૂટી કરે. અગાઉ અમેરિકન કોર્ટના અનેક આદેશમાં ધાર્મિક સ્વતંત્રતાનો હવાલો અપાતા કહેવાયું છે કે શીખ સૈનિકો તેમની ધાર્મિક માન્યતાનું પાલન કરીને રાષ્ટ્રસેવા કરી શકે છે. હાલમાં 100થી વધુ શીખ ધાર્મિક માન્યતાઓ સાથે ભૂમિદળ અને વાયુદળમાં સેવારત છે. તેમ છતાં શીખ સૈનિકોએ ધાર્મિક સ્વતંત્રતા સુનિશ્વિત કરવા કાનૂની લડત લડવી પડે છે.

પહેલા વિશ્વયુદ્વથી અમેરિકન શીખો સૈન્યમાં સેવારત છે
1918માં ભગતસિંહ થિંડ પહેલા શીખ હતા, જેને ધાર્મિક માન્યતાઓ સાથે ડ્યૂટી કરવાની અનુમતિ અપાઇ હતી. 1981માં સૈન્યએ સ્વાસ્થ્ય અને મિશનની સુરક્ષાનો હવાલો આપીને ધાર્મિક પ્રતીકો સાથે ડ્યૂટી પર રોક લગાવી હતી. 2010 સુધી આ નિયમ લાગુ રહ્યો હતો. ત્યારબાદ શીખોને સૈન્યમાં સ્થાન મળ્યું પરંતુ ડ્યૂટી દરમિયાન ધાર્મિક માન્યતાઓ છોડવાનું દબાણ વધ્યું હતું. 2016માં મેજર સિમરત પાલ યુએસ આર્મી વિરુદ્વ કોર્ટમાં જઇને કેસ જીત્યો હતો. કોર્ટે કહ્યું કે શીખ ધર્મની આસ્થાનું પાલન કરવાથી સૈન્ય ધર્મ નિભાવવામાં કોઇ અડચણ આવતી નથી. સિમરત પાલની ટ્રેનિંગ બાદ કમાન્ડરે તેમને આર્મીમાં કાર્યરત રહેવા માટે પાઘડી છોડવાનું કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...