તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Shriram's Special Place On New York's Times Square, Model Of Ram Temple Shown On Big LED Screen Despite Protests In America

ન્યૂયોર્ક ટાઈમ્સમાંથી:ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર પણ શ્રીરામને ખાસ સ્થાન, અમેરિકામાં વિરોધ છતાં મોટા LED સ્ક્રીન પર બતાવ્યું રામ મંદિરનું મોડલ

ન્યૂયોર્કએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર પર પણ શ્રીરામને ખાસ સ્થાન. - Divya Bhaskar
ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર પર પણ શ્રીરામને ખાસ સ્થાન.

અમેરિકામાં ન્યૂયોર્કના પ્રસિદ્ધ ટાઈમ્સ સ્ક્વેરના બિલબોર્ડ પર રામ મંદિરનું મોડલ અને ભગવાન રામની તસવીર હાઈ રિઝોલ્યુશન એલઈડી સ્ક્રીન પર બતાવાઈ હતી. કેટલાક સંગઠનોના વિરોધ છતાં આ કાર્યક્રમ થયો.

અમેરિકન ઈન્ડિયન પબ્લિક અફેર કમિટીના અધ્યક્ષ જગદીશ સેવહાનીએ કહ્યું કે, આ કાર્યક્રમના આયોજનથી માલુમ પડે છે કે, અમેરિકામાં ભારતીયો કેટલા સફળ છે. અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન સદીની સૌથી મોટી ઘટના છે. આજે ભારતીય-અમેરિકન સમાજ ખુશ છે.

જ્યારે કાર્યક્રમનો વિરોધ કરનારા સંગઠનોએ ન્યૂયોર્ક સિટીના મેયર બિલ ડે બ્લાસિયોને પત્ર લખીને કહ્યું કે, આ કાર્યક્રમ ભારતના મુસ્લિમોની વિરુદ્ધ છે. ઈન્ડિયન માઈનોરિટીઝ એડવોકેસી નેટવર્કના અધ્યક્ષ શેખ ઉબૈદે કહ્યું કે, આ કાર્યક્રમ બુરાઈ અને ક્રૂર કૃત્યનું મહિમામંડન કરે છે.

અન્ય સમાચારો પણ છે...