કેનેડામાં શીખ નેતા રિપુદમનની હત્યા:પ્રો-ખાલિસ્તાનીમાંથી પ્રો-હિન્દુસ્તાની થનારા રિપુદમન 1985ના એર ઈન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ કેસમાં નિર્દોષ છૂટ્યા હતા

ઓટાવા3 મહિનો પહેલા
  • મલિકે ડિસેમ્બર 2019માં ભારતની મુલાકાત લીધી હતી અને શીખ સમુદાય સુધી પહોંચવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ પ્રશંસા કરી હતી

કેનેડાના વાનકુવરમાં શીખ નેતા રિપુદમન સિંહ મલિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રિપુદમન પર તેઓ ઓફિસે જઈ રહ્યા હતા ત્યારે સરેમાં હુમલો થયો હતો. સ્થાનિક સમય મુજબ 9.30 વાગ્યે સવારે આ ઘટના બની હતી, તેમને શા માટે ગોળી મારવામાં આવી એ હજુ સુધી જાણી શકાયું નથી. બાઇક પર સવાર યુવકોએ તેમના પર હુમલો કર્યો, જેઓ કાર દ્વારા આવ્યા હતા. બાદમાં પુરાવાનો નાશ કરવા કારને સળગાવી દીધી હતી.

રિપુદમનનું નામ 1985માં એર ઈન્ડિયા ફ્લાઈટ બોમ્બધડાકામાં સામે આવ્યું હતું, પરંતુ બાદમાં 2005માં આ કેસમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
રિપુદમનનું નામ 1985માં એર ઈન્ડિયા ફ્લાઈટ બોમ્બધડાકામાં સામે આવ્યું હતું, પરંતુ બાદમાં 2005માં આ કેસમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીઓ ખૂબ જ નજીકથી ચલાવવામાં આવી હતી. એ સ્થળ પર જ મૃત્યુ પામ્યા અને તેમને હોસ્પિટલ લઈ જવાનો સમય પણ ન મળ્યો.

ઓફિસથી ઘરે જતી વખતે હુમલો
રિપુદમનનાં પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓ ઓફિસથી કારમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં તેમણે પીએમ મોદીનાં વખાણ કર્યા હતા. આ સાથે તેમણે શીખ સમુદાય માટે ઉઠાવવામાં આવેલા પગલા માટે મોદી સરકારનો આભાર માન્યો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મોદીનાં વખાણ કરવા બદલ મલિકની હત્યા કરવામાં આવી હતી.

મલિકે ડિસેમ્બર 2019માં ભારતની મુલાકાત લીધી હતી અને શીખ સમુદાય સુધી પહોંચવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ પ્રશંસા કરી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં મલિકે એક પત્ર લખ્યો હતો, જેમાં પીએમ મોદીને તેમની "શીખ સમુદાયની સેવાઓ" માટે અભિનંદન આપ્યા હતા. તેમણે કરતારપુર કોરિડોર ખોલવા બદલ ભારત સરકારની પણ પ્રશંસા કરી હતી.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા મનજિંદર સિંહ સિરસાએ કેનેડા સ્થિત શીખ નેતા દ્વારા PM મોદીને લખેલો પત્ર તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો હતો.

રિપુદમન 10 વર્ષ સુધી ભારતીય બ્લેકલિસ્ટ હતા
રિપુદમન સિંહ મલિક લગભગ 10 વર્ષથી ભારતીય બ્લેક લિસ્ટમાં હતા. મલિકને 2020માં સિંગલ એન્ટ્રી વિઝા અને 2022માં મલ્ટીપલ વિઝા આપવામાં આવ્યા હતા. આ પછી મે મહિનામાં તેમણે આંધ્રપ્રદેશ, દિલ્હી, પંજાબ અને મહારાષ્ટ્રની મુલાકાત લીધી હતી.

વિસ્ફોટમાં 331 લોકોએ જીવ ગુમાવ્યા હતા
એર ઈન્ડિયાની ફ્લાઈટ 22 જૂન 1985ના રોજ કેનેડાથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. આઇરિશ એરસ્પેસમાં વિસ્ફોટ થયો, જેમાં 22 ક્રૂ-સભ્યો સહિત 331 મુસાફરનાં મોત થયાં. તેમાંથી મોટા ભાગના ભારતીય મૂળના કેનેડિયન નાગરિકો હતા.

બ્લાસ્ટ સમયે પ્લેન લંડનના હીથ્રો એરપોર્ટથી લગભગ 45 મિનિટ દૂર હતું. કેનેડામાં રહેતા શીખ નેતા રિપુદમન સિંહ મલિકને આ કેસમાં આરોપી ગણવામાં આવ્યો હતો. આ ઘટનાનાં 20 વર્ષ બાદ તેઓ નિર્દોષ જણાયા હતા અને 2005માં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

એર ઈન્ડિયાના બ્લાસ્ટમાં 22 ક્રૂ-મેમ્બર સહિત 331 મુસાફરોનાં મોત થયાં હતાં.
એર ઈન્ડિયાના બ્લાસ્ટમાં 22 ક્રૂ-મેમ્બર સહિત 331 મુસાફરોનાં મોત થયાં હતાં.

કેબ-ડ્રાઇવર સાથે કારકિર્દીની શરૂઆત કરી
રિપુદમન 1972માં કેનેડા આવ્યા અને કેબ-ડ્રાઈવર તરીકે શરૂઆત કરી. બાદમાં સફળ બિઝનેસમેન બન્યો. તેઓ ખાલસા ક્રેડિટ યુનિયન (KCU) ના પ્રમુખ પણ બન્યા, જેની કુલ સંપત્તિ $110 મિલિયનથી વધુ હતી. રિપુદમન કેનેડાની સતનામ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હતા અને ખાલસા સ્કૂલ ચલાવતા હતા. તેમની શાળામાં કેનેડિયન અભ્યાસક્રમ ઉપરાંત પંજાબી ભાષા અને શીખ ઇતિહાસ પણ ભણાવવામાં આવે છે.

રિપુદમનને આ ઘટનાના ઘણા સમય સુધી ખાલિસ્તાનીથી લઈને અન્ય નામોથી બોલાવવામાં આવે છે.
રિપુદમનને આ ઘટનાના ઘણા સમય સુધી ખાલિસ્તાનીથી લઈને અન્ય નામોથી બોલાવવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...