ન્યૂ યોર્ક:કેક શોપે કોરોના વાઇરસથી દેશને બચાવી રહેલા 79 વર્ષીય ડોક્ટરના ચહેરા ધરાવતા ડોનટ વેચ્યાં

ન્યૂ યોર્ક2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂ યોર્ક:  હાલ દુનિયા કોરોના વાઇરસ સામે બને તેટલી હિંમત રાખીને લડી રહી છે. સમગ્ર વિશ્વ હાલ રાત-દિવસ કોરોના વાઇરસના દર્દીઓને સ્વસ્થ કરી રહેલા ડોક્ટર, નર્સ અને મેડિકલ સ્ટાફનો આભાર માની રહ્યું છે. ન્યૂ યોર્કના કેક શોપે ડોક્ટરનો આભાર થોડા હટકે અંદાજમાં માન્યો છે.  અમેરિકામાં દિવસેને દિવસે કોરોનાનાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે, તેવામાં 79 વર્ષીય ડો. એન્થની ફોસી હજારો અમેરિકન લોકોને કોરોનાથી બચવાની સલાહ આપી રહ્યા છે. આ કેક શોપે ડો. એન્થનીનો આભાર માનવા ડોનટ પર તેમનો ચહેરો પ્રિન્ટ કર્યો છે. હજાર જેટલા ડોનેટ પર ડોક્ટરનો ચહેરો છે. 
કેક શોપના માલિકે કહ્યું કે, અમે ડોક્ટરની કોરોના વાઈરસથી બચવાની સલાહ અને તેમની કોમ્યુનિકેશન કરવાની રીતથી ઘણા પ્રભાવિત થયા છીએ. આથી અમે તેમનો આખા દેશ વતી આ રીતે આભાર માનવાનો વિચાર કર્યો. કસ્ટમરને અમારો આ આઈડિયા ગમી રહ્યો છે. અમે આવનારા સમયમાં પણ દેશને બચાવનારા યોદ્ધાઓ માટે ચોક્કસ આવું જ કંઈક કરીશું. 

અન્ય સમાચારો પણ છે...