તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘ફેક્ટ શીટ’નો રિપોર્ટ:અમેરિકન ગૃહ મંત્રાલયની ફેક્ટ શીટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, વુહાન લેબના વિજ્ઞાનીઓને ચામાચીડિયાં કરડ્યાં હતાં

વૉશિંગ્ટન8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • કોરોના પર સંશોધન કરનારા વિજ્ઞાનીઓ 2019માં બીમાર હતા

કોરોના મહામારીની શરૂઆત માટે હંમેશાં ચીનના વુહાન સ્થિત વાયરોલોજી લેબ સામે આંગળી ચીંધાઈ છે. હવે અમેરિકન ગૃહ મંત્રાલયના એક રિપોર્ટથી આ શંકાને વધારે બળ મળ્યું છે. ‘ફેક્ટ શીટ’ નામના આ રિપોર્ટમાં કહેવાયું છે કે મહામારી શરૂ થઈ એ પહેલાં વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની લેબમાં કામ કરતા અનેક વિજ્ઞાની 2019માં બીમાર પડ્યા હતા. આ સંશોધકો કોરોના સંબંધિત કોઈ સંશોધનો માટે નમૂના લેતા હતા ત્યારે ચામાચીડિયાં તેમને કરડ્યાં હતાં. આ અંગે અમેરિકન રિપોર્ટમાં કહેવાયું છે કે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ કોરોનાની ઉત્પત્તિ સાથે સંકળાયેલી

તપાસમાં અનેક વિઘ્નો ઊભાં કર્યાં હતાં. વુહાન લેબમાં બીમાર થયેલા અનેક વિજ્ઞાનીઓની વાત પણ ચીન સરકારે છુપાવી હતી. આ લેબના ચીફ રિસર્ચર શી ઝેંગ લીએ દાવો કર્યો હતો કે આ લેબના સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં કોરોનાના કોઈ લક્ષણ નથી, પરંતુ તેમના દાવા પર વિશ્વાસ ના કરી શકાય. તેનું કારણ એ છે કે આ પહેલાં 2004માં સાર્સ નામનો ચેપી રોગ પણ ચીનથી જ ફેલાયો હતો.

આ દરમિયાન ચીની મીડિયાના હવાલાથી એક વિડિયો પણ કેટલાક મીડિયા પોર્ટલ પર જારી થયો છે. આ ‌વિડિયો ચીનની ચેનલ ‘સીસીટીવી 13’નો છે, જેમાં કેટલાક લોકો પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ કિટ પહેરીને અંધારી ગુફામાં ચામાચીડિયાંના નમૂના લેતા જોઈ શકાય છે. 2017ના આ વિડિયોમાં એક સંશોધક સ્વીકારી રહ્યો છે કે તેને ચામાચીડિયાએ બચકું ભર્યું હતું. તે કહી રહ્યો છે કે ‘મેં રબરના મોજા પહેર્યા હતા છતાં ચામાચીડિયાએ મને બચકું ભરી લીધું.’

આ ઘટસ્ફોટથી ચીન સામે નવી મુશ્કેલીઓ સર્જાઈ છે કારણ કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ટીમ હાલ વુહાનમાં છે. આ ટીમ દુનિયામાં વુહાન લેબમાંથી કોરોના ફેલાયાના આરોપની તપાસ કરી રહી છે.

ચીન WHOને તપાસ માટે રેકોર્ડ આપે: યુએસ
અમેરિકાએ માગ કરી છે કે WHOને વુહાન લેબનાં ચામાચીડિયાં અને બીજા કોરોના વાઈરસ પર કરાયેલાં કામના તમામ રેકોર્ડ મળવા જોઈએ. આ તપાસમાં ખબર પડવી જોઈએ કે આ લેબોરેટરીએ કેમ અનેક રેકોર્ડમાં ફેરફાર કર્યા અને કેમ અનેક મહત્ત્વનાં સંશોધનો ડિલિટ કરી દેવાયાં? આ શોધવું જરૂરી છે, કારણ કે આ પહેલાં ચીન સ્વતંત્ર પત્રકારો, તપાસકર્તા અને વૈશ્વિક હેલ્થ ઓથોરિટીઝના સંશોધકોની પૂછપરછ કરતા આંતરરાષ્ટ્રીય ટીમને રોકતું હતું. એ લોકોમાં 2019માં બીમાર પડેલા વિજ્ઞાનીઓ પણ સામેલ હતા. વાઈરસની ઉત્પત્તિના આરોપોની વિશ્વસનીય તપાસમાં આ લોકોને કરાયેલા સવાલ સામેલ હોવા જ જોઈએ.

અન્ય સમાચારો પણ છે...