તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહસ્યસ્ફોટ:ચોંકાવનારો ખુલાસો, બિલ ગેટ્સ કામ દરમિયાન ગર્લફ્રેન્ડને મળવા જવા અચાનક થઈ જતા ગાયબ!

સિલિકોન વેલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક

દુનિયાના સૌથી વધુ અમીર વ્યક્તિઓમાંના એક અને 65 વર્ષીય માઈક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સ અને તેમના પત્ની મેલિન્ડા ગેટ્સના થોડા સપ્તાહો અગાઉ છૂટાછેડાના સમાચારો આવ્યા હતા. બિલ ગેટ્સ પર તેમની જ ઓફિસમાં કામ કરતી એક મહિલા કર્મચારી સાથે તેમને સંબંધ હોવાના આરોપ પણ લાગ્યા છે પરંતુ હવે તેમાં પણ એક મોટો ખુલાસો થયો છે. એક મેગેઝીનમાં દાવો કરાયો છે કે બિલ ગેટ્સ ઓફિસે પોતાની મર્સિડિઝમાં આવતા અને પછી પોર્શ કાર ચલાવીને બહાર નીકળી જતા હતા. જેની કોઈને જાણ થતી નહોતી. આવું તેઓ ગર્લફ્રેન્ડને મળવા જવા માટે કરતા હતા.

આ રીતે ઓફિસમાંથી નીકળી જતા હતા બિલ ગેટ્સ
બિલ ગેટ્સ સામાન્ય રીતે માઈક્રોસોફ્ટની ઓફિસમાં પોતાની મર્સિડિઝમાં આવતા હતા પરંતુ તેના પછી તેઓ ગોલ્ડન બ્રાઉન રંગની પોર્શ કાર ચલાવીને બહાર જતા હતા. જેથી લોકોને તેમના જવાનો ખ્યાલ ન આવે. આ રીતે તેઓ પોતાની કથિત ગર્લફ્રેન્ડને મળવા જતા હતા.

મેગેઝિનમાં કરાયો છે દાવો
માઈક્રોસોફ્ટના સીઈઓ રહી ચૂકેલા બિલ ગેટ્સ અંગે વેનિટી ફેર મેગેઝિનમાં સમાચાર છપાયા છે. તેમાં માઈક્રોસોફ્ટના જ એક કર્મચારીના હવાલાથી લખવામાં આવ્યું છે કે બિલ ગેટ્સ પોતાના આસિસ્ટન્ટની મદદથી પોર્શ કાર દ્વારા બહાર નીકળી જતા હતા. જેથી તેમની ગેરહાજરીનો કોઈને ખ્યાલ ન આવે. તેમનો આસિસ્ટન્ટ બિલ ગેટ્સની આ હરકત ગુપ્ત રાખતો હતો. કર્મચારીએ એમ પણ જણાવ્યું હતું કે તેમનો ઘણોખરો સમય આવી મીટિંગ્સમાં પસાર થતો હતો, જેનો ડાયરીમાં ક્યાંય ઉલ્લેખ થતો નહોતો.

લક્ઝરી કારના શોખીન રહ્યા છે બિલ ગેટ્સ
બિલ ગેટ્સ લક્ઝરી બ્રાન્ડની વિવિધ કારના શોખીન રહ્યા છે. હાલમાં જ તેમણે પોર્શ ટાયકૂન નામની ઈલેક્ટ્રીક કાર ખરીદી છે. તેમની પાસે 1979 પોર્શ 911 અને પોર્શ 959 સ્પોર્ટ્સ કાર પણ છે.

માઈક્રોસોફ્ટના પૂર્વ બોસ વિશે અન્ય એક કર્મચારીએ પોર્શ કારવાળી થિયરી નકારી દીધી છે.
માઈક્રોસોફ્ટના પૂર્વ બોસ વિશે અન્ય એક કર્મચારીએ પોર્શ કારવાળી થિયરી નકારી દીધી છે.

બીજા કર્મચારીએ વાતનું કર્યુ ખંડન
માઈક્રોસોફ્ટના પૂર્વ બોસ વિશે અન્ય એક કર્મચારીએ પોર્શ કારવાળી થિયરી નકારી દીધી છે. આ બીજા કર્મચારીનું કહેવું છે કે બિલ ગેટ્સ પોતાના સમયને 5 મિનિટના બ્લોક્સમાં વહેંચી દેતા હતા. તેઓ કોઈપણ કામને 5 મિનિટથી વધુ સમય આપતા નહોતા.