શિન્જોનો ભારત સાથે અનોખો સંબંધ:ભારતીય જજના ચુકાદાથી શિન્જોના નાના મુક્ત થયા હતા, શિન્જોએ માતા પાસેથી કિસ્સા સાંભળ્યા હતા, તેથી જજના પરિવાર પ્રત્યે ભારે આદર રહ્યો

ટોક્યો3 મહિનો પહેલાલેખક: સંજય સિંઢાયચ
  • કૉપી લિંક
  • જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિન્જો આબેનો ભારત સાથેનો સંબંધ માત્ર રાજદ્વારી નહોતો

જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિન્જો આબેની બે દિવસ પહેલા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આબે ભારતના સાચા દોસ્ત હતા. આ દોસ્તીનું કારણ પણ ખાસ રહ્યું, કારણ કે નાનપણમાં જ માતા પાસેથી તેમણે ભારત સાથે જોડાયેલી પ્રેરક વાત સાંભળી હતી. મૂળે, બીજા વિશ્વયુદ્ધ બાદ જાપાનીઓ દ્વારા કરવામાં આવેલા યુદ્ધ અપરાધોની વિરુદ્ધ ‘ટોક્યો ટ્રાયલ્સ’ હેઠળ આંતરરાષ્ટ્રીય કેસ ચલાવવામાં આવ્યો હતો. તેમાં બંગાળ નિવાસી ભારતીય જજ રાધા બિનોદ પાલે 1946માં ટોક્યો ટ્રિબ્યૂનલમાં એવો ચુકાદો આપ્યો, જેને સાંભળીને જાપાની ખુશીથી ઝૂમી ઉઠ્યા.

ભારતીય જજ સિવાય અસહમતિ જતાવનારા ચારેય ન્યાયાધીશોનો મત હતો કે તત્કાલીન જાપાનના સમ્રાટને પણ અપરાધની સજા મળવી જોઈએ. પરંતુ જજ પાલે કહ્યું કે અમેરિકાની સેનાએ હિરોશિમા અને નાગાસાકીમાં નિ:શસ્ત્ર નાગરિકો પર પરમાણુ બોમ્બથી જે હુમલો કર્યો હતો, તેને પણ યુદ્ધ અપરાધની શ્રેણીમાં સામેલ કરવામાં આવે. તેમણે ચુકાદામાં લખ્યું કે કોઈ ઘટનાના બન્યા બાદ તેના વિશે કાયદો બનાવવો ખોટી બાબત છે. એવામાં યુદ્ધકેદીઓ પર કેસ ચલાવવો વિશ્વયુદ્ધ વિજેતા દેશોની બળજબરી જ કહેવામાં આવશે. તેમણે તેની સાથોસાથ તમામ જાપાની યુદ્ધકેદીઓને મુક્ત કરી દીધા.

જજ પાલે તો ટ્રિબ્યૂનલને વિજેતાઓનો બદલો લેનારું ન્યાયાલય પણ કહ્યું હતું. શિન્જો આબેના નાના નાબુસ્કેકિશી ત્યારે અમેરિકાની વિરુદ્ધ યુદ્ધના ઘોષણા પત્ર પર હસ્તાક્ષર કરનારા મંત્રીઓમાં સામેલ હતા. અપરાધ સિદ્ધ થાત તો મોતની સજા નક્કી હતી. જજ પાલનો ચુકાદો બાદમાં કિશીના મુક્તિનો આધાર બન્યો. 1947માં જેલથી મુક્ત થયાના બે વર્ષ ાદ કિશી રાજનીતિથી જોડાઈ ગયા અને દક્ષિણપંથી પાર્ટીઓને મેળવીને લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી)ની રચના કરી. તેઓ 1957થી 1960 સુધી પ્રધાનમંત્રી રહ્યા.

પાલને જાપાનનું સર્વોચ્ચ સન્માન અપાયું હતું, તેમનું સ્મારણ પણ બન્યું
1960માં જાપાનના સમ્રાટે રાધા બિનોદ પાલને જાપાનના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત કરાયા હતા. ટોક્યોમાં યાસુકુની જિંજામાં ન્યાયાધીશ પાલનું સ્મારક બનાવવામાં આવ્યું છે. જાપાનમાં પ્રધાનમંત્રી બનતાં જ આબે 2007માં ભારત આવ્યા, તો પ્રોટોકોલ તોડીને પશ્ચિમ બંગાળના કોલકાતામાં વસેલા પાલના પરિજનોને મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...