• Gujarati News
  • International
  • Shares Fell 60% Due To Continued Losses And Lack Of Funding, The Second Largest Bank Failure In American History

USની સિલિકોન વેલી બેંકને તાળાં લાગ્યા:સતત ખોટ અને ફંડના અભાવના કારણે શેર 60% ઘટ્યા, અમેરિકાના ઇતિહાસમાં બેંક ડૂબવાનો બીજો મોટો કેસ

કેલિફોર્નિયા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમેરિકાની સિલિકોન વેલી બેંક શુક્રવારે બંધ હતી. હવે ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન તેને સંભાળશે.

અમેરિકાની 16મી સૌથી મોટી બેંક- સિલિકોન વેલી બેંકને રેગ્યુલેટર્સ દ્વારા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ પ્રોટેક્શન અને ઈનોવેશને આ આદેશ જાહેર કર્યો છે. બેંકની મુળ કંપની SVB ફાયનાન્સિયલ ગ્રુપના શેરમાં 9 માર્ચે લગભગ 60%નો ઘટાડો થયો હતો. તે પછી તેને કારોબાર માટે રોકી દેવામાં આવ્યા હતા. 2008ની નાણાકીય કટોકટી પછી અમેરિકાના ઇતિહાસમાં આ સૌથી મોટી નિષ્ફળતા છે.

રોઇટર્સ મુજબ, SVBના શેરમાં ઘટાડાને કારણે છેલ્લા 2 દિવસમાં યુએસ બેંકોને શેરબજારમાં 100 અબજ ડોલરનું નુકસાન થયું છે. જ્યારે યુરોપિયન બેંકોને 50 અબજ ડોલરનું નુકસાન થયું છે. ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (FDIC)એ શુક્રવારે સિલિકોન વેલી બેંક ટેકઓવરની જાહેરાત કરી હતી. આ સાથે જ તેને ગ્રાહકોના નાણા સુરક્ષિત રાખવાની જવાબદારી પણ આપવામાં આવી છે. સિલિકોન બેંક હવે 13 માર્ચે ખુલશે, ત્યારબાદ તમામ ઈન્શયોર્ડ ડિપોઝિટર્સને તેમની થાપણો ઉપાડવાની છૂટ હશે.

સિલિકોન વેલી બેંક બંધ થયા બાદ કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ પ્રોટેક્શને બેંકના આગળના દરવાજા પર નોટિસ લગાવી હતી.
સિલિકોન વેલી બેંક બંધ થયા બાદ કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ પ્રોટેક્શને બેંકના આગળના દરવાજા પર નોટિસ લગાવી હતી.

માત્ર 2.5 કરોડ રૂપિયા સુધીની ડિપોઝીટ જ પરત કરવામાં આવશે
બેંક પાસે 2022ના અંત સુધીમાં 209 અબજ ડોલરની સંપત્તિ અને 175.4 અબજ ડોલરની થાપણો હતી. તેમાં 89% રકમનો વીમો લેવામાં આવ્યો ન હતો. ગ્રાહકોની 250,000 ડોલર (રૂ. 2.5 કરોડ) સુધીની જમા રકમને F.D.I.C ઈંશ્યોરન્સમાં આવરી લેવામાં આવે છે. એટલે કે બેંક બંધ થયા પછી પણ આ રકમ ગ્રાહકને પરત કરવામાં આવશે. જ્યારે, અત્યારે, એવી કોઈ ગેરેંટી નથી કે જે થાપણદારોના ખાતામાં આ રકમથી વધુ રકમ જમા છે તેમને તેમના તમામ નાણાં પાછા મળશે કે નહીં. જો કે, FDIC એવા ગ્રાહકોને એક સર્ટીફિકેટ આપશે. આ હેઠળ, ફંડ રિકવર કર્યા પછી તેમને પહેલા નાણા પરત કરવામાં આવશે.

સિલિકોન વેલી બેંક બંધ થયા પછી ઘણા ગ્રાહકો તેમના પૈસા ઉપાડવા માટે બેંકની બહાર જોવા મળ્યા હતા.
સિલિકોન વેલી બેંક બંધ થયા પછી ઘણા ગ્રાહકો તેમના પૈસા ઉપાડવા માટે બેંકની બહાર જોવા મળ્યા હતા.

સિલિકોન વેલી બેંકના પતનને ક્રમિક રીતે સમજો
સિલિકોન વેલી બેંક પાસે 2021માં 189 અબજ ડોલરની થાપણો હતી. સિલિકોન વેલી બેંકે છેલ્લા 2 વર્ષમાં તેના ગ્રાહકોના નાણા વડે અબજો ડોલરના બોન્ડ ખરીદ્યા હતા, પરંતુ ઓછા વ્યાજ દરને કારણે તેને આ રોકાણ પર યોગ્ય વળતર મળ્યું નથી. આ દરમિયાન, ફેડરલ રિઝર્વ બેંકે ટેક કંપનીઓ માટે વ્યાજ દરમાં વધારો કર્યો છે.

SVBના મોટાભાગના ગ્રાહકો સ્ટાર્ટ-અપ્સ અને ટેક કંપનીઓ હતા જેમને તેમના વ્યવસાયો માટે ભંડોળની જરૂર હતી. આવી સ્થિતિમાં તેમણે બેંકમાંથી પૈસા ઉપાડવાનું શરૂ કર્યું. વ્યાજ દરમાં વધારો થવાને કારણે ટેક કંપનીઓમાં રોકાણકારો ઘટ્યા છે. ફંડિંગ ન મળવાને કારણે, કંપનીઓએ તેમના બાકીના નાણાં પણ બેંકમાંથી ઉપાડવાનું શરૂ કર્યું. વારંવાર ઉપાડને કારણે બેંકે પોતાની સંપત્તિ વેચવી પડી.

8 માર્ચના રોજ, SVBએ અહેવાલ આપ્યો કે તેણે બેંકની ઘણી સિક્યોરિટીઝને ખોટમાં વેચી દીધી છે. ઉપરાંત, તેની બેલેન્સ શીટને મજબૂત કરવા માટે, તેણે 2.25 અબજ ડોલરના નવા શેરના વેચાણની જાહેરાત કરી. આનાથી ઘણી મોટી મૂડી કંપનીઓમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું અને ફર્મોએ કંપનીઓને બેંકમાંથી તેમના નાણાં ઉપાડવાની સલાહ આપી હતી.

ત્યાર પછી, ગુરુવારે SBVના શેરમાં ઘટાડો થયો, જેના કારણે અન્ય બેંકોના શેરને પણ ભારે નુકસાન થયું. શુક્રવાર સવાર સુધી રોકાણકારો ન મળે તો SVBના શેરો રોકી દેવાયા હતા. આ ઉપરાંત ફર્સ્ટ રિપબ્લિક, પેકવેસ્ટ બેંકોર્પ અને સિગ્નેચર બેંક સહિત અન્ય કેટલાક બેંક શેરો પણ શુક્રવારે અસ્થાયી રૂપે બ્લોક કરવામાં આવ્યા હતા.

ભારતીય કંપનીઓને પણ અસર થશે
બેંક બંધ થવાથી ઘણા ભારતીય સ્ટાર્ટ-અપ્સને પણ અસર થશે. SVBએ ભારતમાં લગભગ 21 સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું છે. SVBનું ભારતમાં સૌથી મહત્વપૂર્ણ રોકાણ SAAS-યુનિકોર્ન આઈસર્ટિસમાં છે. ઓક્ટોબર 2022માં, SVBએ આ કંપનીમાં લગભગ 150 મિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું. આ સિવાય SVBએ બ્લુસ્ટોન, પેટીએમ, વન97 કમ્યુનિકેશન, પેટીએમ મોલ, નાપતચોલ, કારવાલે, ઈનમોબી અને લોયલ્ટી રિવાર્ડજ જેવી કંપનીઓમાં પણ રોકાણ કર્યું છે.

શેરમાં 48% ના ઘટાડા બાદ 15 સપ્ટેમ્બર, 2008ના રોજ લીમેન બ્રધર્સે નાદારી માટે અરજી કરી હતી.
શેરમાં 48% ના ઘટાડા બાદ 15 સપ્ટેમ્બર, 2008ના રોજ લીમેન બ્રધર્સે નાદારી માટે અરજી કરી હતી.

2008માં અમેરિકામા ભારે મંદી આવી હતી
29 સપ્ટેમ્બર 2008માં જ્યારે અમેરિકન બજાર ખુલ્યું, ત્યારે રેકોર્ડ ઘટોડો થયો હતો. લગભગ 1.2 લાખ કરોડ ડોલરનું માત્ર એક જ દિવસમાં ધોવાણ થયું હતું. જે તે સમયે ભારતની કુલ GDP સમાન રકમ હતી. US માર્કેટમાં આ પહેલા 1987માં આટલો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બજારના દિગ્ગજ જેમ કે એપ્પલ- 18%, સીટીગ્રુપ 12%, જેપી મોર્ગન 15% સુધી તુટ્યો હતો. આર્થિક મંદી પાછળનું સૌથી મોટું કારણ લીમેન બ્રધર્સ હતું.

ખરેખર, અમેરિકામાં 2002-04માં હોમ લોન સસ્તી અને સરળ હોવાથી પ્રોપર્ટીની માંગ વધી રહી હતી. આ તેજીમાં લીમેને લોન આપનારી પાંચ કંપનીઓને ખરીદી લીધી હતી. પરંતુ લોન ડિફોલ્ટ થવા લાગી અને તેની ડિમાન્ડ ઘટવા લાગી હતી. પરિણામે, માર્ચ 2008માં અમેરિકાની બીજી સૌથી મોટી હોમ લોન કંપની બેર સ્ટર્ન્સ ડૂબી ગઈ. 17 માર્ચે લીમેનના શેરમાં 48 ટકાનો ઘટાડો થયો હતો. આ પછી, 15 સપ્ટેમ્બરના રોજ લીમેને નાદારી માટે અરજી કરી અને 29 સપ્ટેમ્બરના રોજ યુએસ માર્કેટમાં ઉથલપાથલ મચી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...