તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Shaheed e Azam's Influence Still Prevails In Lahore's Climate, He Is The Hero Of The Entire Indian Region

ગ્રાઉન્ડ રિપોર્ટ:લાહોરની આબોહવામાં હજુ પણ શહીદ-એ-આઝમનો પ્રભાવ, તેઓ કોઈ દેશ, ધર્મ નહીં સમગ્ર હિન્દ ક્ષેત્રના હીરો

લાહોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભગતસિંહ જ્યાં જન્મ્યા, ભણ્યા અને જીવ આપ્યો ત્યાંથી રિપોર્ટ

સવારે 9 વાગી રહ્યાં છે આ સમયે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લાહોર શહેરમાં બ્રેડ લોફ હોલ સામે ઊભો છું. એક જમાનામાં આ હોલ નેશનલ કોલેજનો હિસ્સો હતો. શહીદ-એ-આઝમ ભગતસિંહે અહીં તેમના ક્રાંતિકારી સાથીઓ સાથે નવજવાન ભારત સભા બનાવી હતી. લગભગ 100 વર્ષ પહેલા અહીં ગાયુ હતું ગીત... “મેરા રંગ દે બસંતી ચોલા...’’ અને ઇનકલાબ જિંદાબાદના સૂત્રોચ્ચાર કર્યા હતા.

બ્રેડ લોફ હોલ કે ઇસ્લામિયા કોલેજ, ફવ્વારા ચોક હોય કે સેન્ટ્રલ જેલ... ભગતસિંહની યાદ ચારે તરફ વિખરાયેલી છે. તેમની યાદ અહીંની ઇમારતો, પુસ્તકો, દસ્તાવેજથી લઈ અહીંના લોકોના દિલમાં જોવા મળે છે. આવા જ લોકોમાં એક છે 95 વર્ષના સલીમ મલિક. કૃષ્ણનગરના એક ગામમાં જન્મેલા મલિક કહે છે ભગતસિંહ દિલેર અને નીડર યુવાન હતા. અંગ્રેજોની આંખમાં આંખ નાંખીને વાત કરતા હતા. તેમને જોઈને જ અમે અભ્યાસ દરમિયાન આઝાદીની લડાઈમાં સામેલ થયા હતા. તેઓ કોઈ દેશ,ધર્મના નહીં પણ સમગ્ર ઉપમહાદ્વીપના હીરો છે.

મલિકે કહ્યું કે ત્યારે કોઈ જાણતું નહોતું કે દેશના ભાગલા થશે. વિભાજન પછી લુધિયાણાના મુલાપુર ગામથી પાક.માં વિસ્થાપિત થયેલા 86 વર્ષીય ચચા અચા કહે છે કે બાળપણમાં મારા પિતાએ મને ભગતસિંહની વાર્તા સંભળાવી હતી. લાહોરમાં તેમની સાથે સંકળાયેલી ઇમારતો જોઈ છે.

નવી પેઢીને અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવતા શીખવ્યું
લાહોરની સૈયદા દીપ ભગતસિંહની દીવાની છે. તે દર વર્ષે તેમની જયંતી અને શહીદીના દિવસે કાર્યક્રમ યોજે છે. તે કહે છે કે અમારી યુવા પેઢીના દિલમાં ભગતસિંહને જીવંત રાખવા માંગીએ છીએ. લાહોર એવી જગ્યા છે કે જ્યાં તેમનો જન્મ થયો, તેમણે અભ્યાસ કર્યો અને આઝાદી માટે ખુશી-ખુશી ફાંસી પર લટકી ગયા. અહીંની આબોહવમાં તેમની વિચારધારાનો પ્રભાવ છે. તેમણે નવી પેઢીને અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવતા શીખવ્યું.

ભગતસિંહ સંબંધિત પુસ્તક-પત્ર આજે પણ સુરક્ષિત
ત્યારપછી ભગતસિંહની યાદ ફંફોસવા પાકિસ્તાનના આર્કાઈવ વિભાગમાં ગયા. અહીં 1919માં ભગતસિંહ પર દાખલ કરાયેલી FIRના દસ્તાવેજ સુરક્ષિત રખાયા છે. આ FIR તે સમયના શહેરના પોલીસ સ્ટેશનમાં દાખલ કરાઈ હતી. ભગતસિંહના પોસ્ટમોર્ટમ રિપોર્ટના દસ્તાવેજ ઉપરાંત તેમણે લખેલા પત્ર પણ અહીં છે. એક પત્ર તેમણે મીયાવલી જેલમાંથી લાહોર સેન્ટ્રલ જેલમાં શિફ્ટ કરવા માટે જેલરને લખ્યો હતો તે પણ અહીં છે. આ પત્ર 17 જૂન 1929માં લખાયો હતો. અહીં બેજુબાન દોસ્ત, ગંગાદાસ ડાકુ જેવાં પુસ્તકો રખાયા છે. ભગતસિંહ તેને જેલમાં વાંચતા હતા. આર્કાઈવ વિભાગના સચિવ તાહિર યુસુફ કહે છે કે ભગતસિંહ એ વિભૂતિઓમાંના એક છે કે જેમને કારણે આપણે ખુલ્લા આસમાનમાં શ્વાસ લઈ શકીએ છીએ. અમારો વિભાગ પ્રદર્શન પણ યોજે છે તેમાં ભગતસિંહ સંબંધિત દસ્તાવેજો દર્શાવાય છે.

અન્ય સમાચારો પણ છે...