પાકિસ્તાનના PMનો મોદીને પત્ર:શાહબાઝ શરીફે ભારત સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી, કાશ્મીર મુદ્દાનો પણ ઉલ્લેખ

એક મહિનો પહેલા
  • શાહબાઝનો આ પત્ર PM મોદીના અભિનંદન સંદેશના જવાબમાં આવ્યો છે

પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન બાદ ભારત સાથેના સંબંધોમાં પણ પરિવર્તનના સંકેત દેખાઈ રહ્યા છે. પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફે PM મોદીને પત્ર લખીને બંને દેશોના વિવાદિત મુદ્દાઓના શાંતિપૂર્ણ ઉકેલની ઈચ્છા વ્યક્ત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહબાઝનો આ પત્ર PM મોદીના અભિનંદન સંદેશના જવાબમાં આવ્યો છે.

શાહબાઝે PM મોદીનો આભાર માન્યો અને લખ્યું- આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાનું લક્ષ્ય અને જમ્મુ-કાશ્મીર સહિત તમામ વિવાદિત મુદ્દાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલી શકાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિપૂર્ણ સંબંધો નાગરિકોના સામાજિક-આર્થિક વિકાસ માટે જરૂરી છે.

વડાપ્રધાન બનવા પર PM મોદીએ અભિનંદન પાઠવ્યા હતા
શાહબાઝ શરીફને વડાપ્રધાન બનવા પર PM મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા, મોદીએ કહ્યું હતું - તમને પાકિસ્તાનના વડાપ્રધાન બનવા પર શુભેચ્છાઓ. ભારત અપેક્ષા રાખે છે કે તમે આ વિસ્તારને આતંકવાદ મુક્ત બનાવીને શાંતિ અને સ્થિરતા માટે કામ કરો. આના દ્વારા આપણે પડકારોનો સામનો કરી શકીશું અને આપણા નાગરિકોને સારું જીવન આપી શકીશું.

તેના જવાબમાં શાહબાઝ શરીફે PM મોદીનો આભાર માન્યો અને કહ્યું, 'પાકિસ્તાન ભારત સાથે શાંતિપૂર્ણ અને સહયોગી સંબંધો ઈચ્છે છે. કાશ્મીર સહિત બંને દેશો વચ્ચેના ઘણા મુદ્દાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની જરૂર છે. આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાને જે બલિદાન આપ્યું છે તે બધા જાણે છે.

કાશ્મીરને લઈને નિવેદનો આપતા આવ્યા છે
વડાપ્રધાન બન્યા બાદ શાહબાઝે પોતાના પ્રથમ ભાષણમાં પણ કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો . ત્યારબાદ તેમણે કહ્યું કે તેઓ ભારત સાથે શાંતિ ઈચ્છે છે, જે કાશ્મીર વિવાદના ઉકેલ સુધી શક્ય નથી. શાહબાઝે ભૂતકાળમાં પણ અનેક પ્રસંગોએ કાશ્મીરનો ઉલ્લેખ કર્યો છે.

ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે શાહબાઝ
શાહબાઝ શરીફે ઘણીવાર પાકિસ્તાની પંજાબ અને ભારતીય પંજાબ સાથે મળીને કામ કરવાની વાત કરી છે. તેઓ ત્રણ વખત પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 2017માં, પંજાબ અને ઉત્તર ભારતમાં બંને જગ્યાએ ધુમ્મસની સમસ્યા ચાલી રહી હતી, જ્યારે શાહબાઝ શરીફે પંજાબના તત્કાલિન મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે ધુમ્મસની સમસ્યા અને પ્રદુષણની સમસ્યાને પહોંચી વળવા એર મેકેનિઝમ બનાવવાની માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...