હિજાબ પર સુપ્રીમ કોર્ટમાં આઠમા દિવસે સુનાવણી:SGએ કહ્યું- ઈરાનમાં મહિલાઓ હિજાબનો વિરોઘ કરી રહી છે, એટલે ઈસ્લામમાં તે અનિવાર્ય નથી

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

હિજાબ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં મંગળવારે આઠમા દિવસે સુનાવણી ચાલી હતી. સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ કહ્યું કે હિજાબ ઇસ્લામનો અનિવાર્ય ભાગ નથી. કેટલાક ઈસ્લામિક દેશો એવા છે જ્યાં હિજાબનો વિરોધ થઈ રહ્યો છે અને મહિલાઓ તેનો દેખાવ કરી રહી છે. કોર્ટે પૂછ્યું- કયા દેશમાં? SGએ કહ્યું- ઈરાનમાં. આ ઘટનાથી સાબિત થાય છે કે હિજાબ પહેરવું ઇસ્લામમાં ફરજિયાત નથી. આ પછી કોર્ટે સુનાવણી બુધવાર સુધી સ્થગિત કરી છે.

ઈરાનમાં 22 વર્ષીય મહસા અમિનીનએ હિજાબ ન પહેરવા બદલ પોલીસે ધરપકડ કરીહતી. મહસા કુર્દિશ મૂળની હતી. કસ્ટડીમાં તે કોમામાં જતી રહી અને 16 સપ્ટેમ્બરે તેનું નિધન થયું હતું. આ પછી મહિલાઓમં રોષ જોવા મળ્યો હતો

મહિલાઓ માગ કરી રહી છે કે હિજાબને ફરજિયાતને બદલે વૈકલ્પિક બનાવવામાં આવે. તેઓ કહે છે કે હિજાબના કારણે કેમ તેમને મારી નાખવામાં આવે છે. જ્યારે મોરલ પોલીસિંગનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા હતા. 80 થી વધુ ઘાયલ છે.​​​​​​​

વેદશાળામાં ધોતી પહેરી શકાય, પરંતુ શૈક્ષણિક સંસ્થામાં તે યોગ્ય નથીઃ SG
મહેતાએ કહ્યું કે વેદશાળામાં ધોતી પહેરી શકાય છે, પરંતુ સેક્યુલર શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક ઓળખ દર્શાવતો ડ્રેસ પહેરવાની મંજૂરી આપી શકાતી નથી. મહેતાએ વધુમાં કહ્યું હતું કે જો આવતીકાલે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા તિલક પર પ્રતિબંધ મૂકે, તો જ્યાં સુધી કોઈ સાબિત ન કરે કે તે અનિવાર્ય ધાર્મિક વિધિ છે ત્યાં સુધી તે ચાલુ રહેશે. તિલકના કિસ્સામાં એવું કહી શકાય કે તે ધાર્મિક રીતે ફરજિયાત નથી.

મેહતાએ કહ્યું- 2021 સુધી કોઈપણ છોકરીને હિજાબના પ્રતિબંધથી કોઈ આપત્તિ નથી
સોલિસિટર જનરલ તુષાર મેહતાએ જસ્ટિસ હેમંત ગુપ્તા અને સુધાંશુ ધુલિયાની બેંચને જણાવ્યું હતું કે 29 માર્ચ 2013 ના રોજ ઉડ્ડપીએ સરકારી પ્રિ-યુનિવર્સિટી ગર્લ્સ કોલેજે એક પ્રસ્તાવ પસાર કર્યો હતો. અને યુનિફોર્મ નક્કી કર્યો હતો. ત્યારે હિજાબને યુનિફોર્મનો ભાગ બનાવવમાં આવ્યો ન હતો. તે સમયે કોઈ પણ છોકરીને આ યુનિફોર્મથી કોઈ સમસ્યા નહોતી. અરજદારોએ પણ 2021માં આ કોલેજમાં એડમિશન લીધું ત્યારે તેઓેએ પણ યુનિફોર્મના નિયમોનું પાલન કર્યું હતું.

2022માં PFI એ સોશિયલ મીડિયા પર ચલાવ્યો હેટ કેમ્પેન
તેમણે કહ્યું કે- 2022 માં PFI એ સોશિયલ મીડિયા પર એક કેમ્પેન ચલાવ્યો હતો. જેનો હેતુ લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડીને ઉપદ્રવ ફેલાવવાનો હતો. એવું નથી કે કેટલીક છોકરીઓેએ અચાનક હિજાબ નહીં પહેરવાનો નિર્ણય લીધો હોય. આ પહેલાથી જ સુનિયોજિત કાવતરું છે. આ છોકરીઓે એ કરી રહી છે, જે PFI તેમને કરવા માટે કહે છે.

જો રાજ્ય સરકારે 5 ફેબ્રુઆરીએ સૂચના જાહેર કરી વિદ્યાર્થિનીઓને આવા કપડાં પહેરતાં રોકવામાં આવ્યા હોત, જે શાંતિ, સૌહાર્દ અને કાયદો વ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે, તો ફરજ પ્રત્યે બેદરકારી ગણવામાં આવતી.​​​​​​​

કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી
15 માર્ચે કર્ણાટક હાઈકોર્ટે ઉડ્ડપીની સરકારી પ્રિ-યુનિવર્સિટી ગર્લ્સ કોલેજની કેટલીક મુસ્લિમ વિદ્યાર્થીનીઓ દ્વારા ક્લાસમાં હિજાબ પહેરવાની માગ કરતી અરજીને ફગાવી દીધી હતી. તેના અગાઉના આદેશને યથાવત રાખતાં કોર્ટે કહ્યું કે હિજાબ પહેરવું એ ઇસ્લામનો અનિવાર્ય ભાગ નથી. બંધારણની કલમ 25 હેઠળ તેને સંરક્ષણ આપવાની જરૂર નથી. કોર્ટના આ નિર્ણયને પડકારતાં કેટલીક છોકરીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેની સુનાવણી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...