મ્યાનમારમાં સજા-એ-મોત ફરી શરૂ:34 વર્ષ બાદ ફાંસીની સજા સંભળાવવામાં આવી, ભૂતપુર્વ સાંસદ સહિત 2 લોકોની સામે કાર્યવાહી કરવામાં આવી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મ્યાનમારમાં 34 વર્ષ બાદ મોતની સજા સંભળાવવામાં આવી છે. અગાઉની આંગ સાન સૂ કી સરકારના સાંસદ ફ્યો જેયા થૉ અને લોકશાહી તરફી કાર્યકર્તા ક્યાવ મીન યૂ ઉર્ફે જીમી પર આતંકવાદી હુમલા અને સામૂહિક હત્યાઓ કરવાનો આરોપ છે. આ ગુના માટે બંનેને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. મ્યાનમાર સરકારના આ આદેશની સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મહાસચિવના પ્રવક્તા સ્ટીફને ટીકા કરી છે. સ્ટીફને કહ્યું- આ આદેશ જીવનની સ્વતંત્રતા અને માનવ અધિકારોની વિરુદ્ધ છે.

માનવાધિકાર માટે કામ કરતી સંસ્થા એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે કહ્યું કે મ્યાનમારમાં મૃત્યુદંડ ફરી શરૂ થવો એ વિશ્વ માટે ચોંકાવનારા સમાચાર છે . આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ. આંતરરાષ્ટ્રીય સમુદાયે પણ આ મુદ્દે દરમિયાનગીરી કરવી જોઈએ.​​​​​​​​​​​​​​

લોકોમાં ભય પેદા કરવા સજા આપવામાં આવી
એમ્નેસ્ટીએ કહ્યું - ગુના માટે મૃત્યુદંડ ઘણી ભયાનક પદ્ધતિઓ પૈકીની એક છે. આ નિર્ણયથી મ્યાનમારની સૈન્ય સરકાર લોકોમાં ભય પેદા કરવા માંગે છે. જો કોઈ તેમની સરકાર સામે ઊભું થશે તો તેને પણ આવી જ સજા આપવામાં આવશે. આવી ઘટના શાંતિપૂર્ણ દેખાવકારો અને નાગરિકો સામે હિંસાના કેસોમાં વધારો કરી શકે છે. ​​​​​​​

છેલ્લે 1988માં ફાંસી આપવામાં આવી હતી
એમ્નેસ્ટી ઈન્ટરનેશનલનો દાવો છે કે મ્યાનમારમાં છેલ્લે કોઈને વર્ષ 1998માં ફાંસી આપવામાં આવી હતી. વર્ષ 1988 બાદ મૃત્યુદંડની સજા પણ સંભળાવવામાં આવી હતી પરંતુ બાદમાં તેમને સામૂહિક માફી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ફેબ્રુઆરી 2021માં સેનાએ આંગ સાન સૂ કીની સરકારને હટાવીને સૈન્ય શાસન સ્થાપિત કર્યું હતું.