સંવેદનશીલતા એક એવો ગુણ છે જેને સામાન્યપણે મહત્ત્વ અપાતું નથી. સેન્સિટિવ રેફ્યૂજ વેબસાઇટના સંસ્થાપક આન્દ્રે સોલો અને જેન ગ્રેનમેન અનુસાર પુરુષોને કહેવાય છે કે તેઓએ બિલકુલ પણ સંવેદનશીલ ન હોવું જોઇએ જ્યારે મહિલાઓને સલાહ અપાય છે કે તેઓએ પણ વધુ સંવેદનશીલ ન થવું જોઇએ. તેમના મતે તમારા પર સંવેદનશીલતાના ગુણને છૂપાવવાનું દબાણ હોય શકે છે, પરંતુ તમે એવું ન કરી શકો, તેનો પ્રયાસ કરવો એ તમને જીવનની આ ભેટથી વંચિત કરશે.
મનોવૈજ્ઞાનિકો માને છે કે વ્યક્તિત્વની ખાસિયત તરીકે સંવેદનશીલ હોવાનો અર્થ એ છે કે તમે આસપાસથી વધુ માહિતી લો છો અને તેનો વધુ ઉપયોગ કરો છો. મગજના સ્તર પર તે માહિતીને વધુ ઊંડાણપૂર્વક પ્રોસેસ કરે છે. તે દુનિયાને જોવાના તમારા દૃષ્ટિકોણને બદલે છે. તમે જે અન્ય લોકો જોઇ ન શકે, અનુભવી ન શકે તે જોઇ શકો છો.
નિર્ણય લેવાની ક્ષમતા: સ્ટડી અનુસાર યાદશક્તિ તેમજ ઓળખ કરવાની ખાસિયતમાં પણ સંવેદનશીલ લોકો વધુ અવ્વલ હતા. ખાસ કરીને નોટિસ કરવામાં, પરિણામનું અનુમાન કરવામાં તેમજ ચતુર નિર્ણય લેવામાં.
બુસ્ટ ઇફેક્ટ: સંવેદનશીલતાનો સૌથી મોટો લાભ બુસ્ટ ઇફેક્ટ છે. કોઇની મદદ કરવાની વસ્તુથી તેઓને વધુ પ્રોત્સાહન મળે છે. તેઓ પોતાની આસપાસ એક માહોલ બનાવે છે. સંશોધકોના મતે સંવેદનશીલ લોકો દરેક પ્રકારની તાલીમમાં વધુ ગ્રહણ કરે છે.
ટ્રેનિંગ બાદ સંવેદનશીલ લોકોએ છૂટાછેડા ટાળ્યા
2022માં છૂટાછેડાની અણી પર પહોંચેલાં દંપતીઓ પર સ્ટડીમાં તેમના સંબંધો સુધારવા પર તાલીમ અપાઇ. ત્યારબાદ પર્સનાલિટી ટેસ્ટમાં જાણવા મળ્યું કે જે દંપતીઓએ છૂટાછેડાના વિચાર બદલ્યા, તેમાંથી કોઇ એક સંવેદનશીલ સાથી હતા. તે માત્ર સંબંધો સુધી સીમિત નથી પરંતુ નેતૃત્વ અને સંચાલનના ક્ષેત્રમાં પણ લાગુ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.