તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વભરનું અવનવું તસવીરોમાં:અહીં જુઓ રેતીનાં ઝરણાંઃ રાજસ્થાનમાં ગોવા જેવો નજારો; ઉપગ્રહો પર અહીંથી રખાય છે નજર

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

તસવીર પૃથ્વીની ઉત્તરે સૌથી છેલ્લા છેડે ઉત્તર ધ્રુવ પર બનેલા આર્કટિક સ્ટેશનની છે. નોર્વેજિયન ટાપુ પર બનેલા આ સ્ટેશન પર ગુંબજ જેવાં 100 સેન્ટર છે, જેમાં અત્યંત સંવેદનશીલ એન્ટિના લાગેલાં છે. એ નાસા, યુરોપિયન અંતરિક્ષ એજન્સી, જાપાન એરોસ્પેસ એજન્સી અને અન્ય દેશોના ઉપગ્રહો પર નજર રાખે છે. આ સેટેલાઇટ અંતરિક્ષમાં દરરોજ સરેરાશ 3500 ચક્કર લગાવે છે, જેમની સાથે સંપર્ક સાધી આ એન્ટિના ડેટા એકત્રિત કરે છે. એના માધ્યમથી ગ્લોબલ વૉર્મિંગ કે ક્લાઈમેટ ચેન્જ, અંતરિક્ષ, ગ્લેશિયર, જંગલ અને સમુદ્ર કિનારા સંબંધિત રિસર્ચ કરાય છે. એમાં નાસાનું લેન્ડસેટ અને ઈએસએનું સેન્ટિનલ પણ છે. એ દર દોઢ કલાકે ઉત્તર ધ્રૂવથી દક્ષિણ ધ્રુવના ચક્કર લગાવે છે.

રેતીનાં ઝરણાં જોયાં છે?

રાજસ્થાનનાં 7 શહેરમાં મંગળવારે તાપમાન 40 ડીગ્રી સે.થી વધારે રહ્યું. પાલી 43.7 ડીગ્રી સાથે સૌથી વધુ ગરમ રહ્યું, જ્યારે ફલૌદીમાં તાપમાન 42.8 ડીગ્રી રહ્યું. રાજ્યના ચુરુમાં સરદારશહર ક્ષેત્રમાં મોટો રણવિસ્તાર છે. ગત સોમવારે ચુરુ જિલ્લામાં તાપમાન 43.7 ડીગ્રી હતું, જ્યારે શનિવારે તો 46 ડીગ્રીથી પણ વધુ રહ્યું હતું. આ દરમિયાન ગરમ પવનને કારણે જાણે રેતનાં ઝરણાં વહી રહ્યાં હોય તેવાં દૃશ્યો સર્જાયાં. તસવીર સરદારશહરથી 10 કિ.મી. દૂર હરિયાસર ધડસોતાન તથા ગિડગિચિયા ગામની વચ્ચે રેતનાં પહાડો પરથી લેવાઇ છે.

43 ડીગ્રી ગરમીમાં પણ આંખોને ઠંડક આપતી આ તસવીર એ રાજસ્થાનના બાંસવાડાની છે કે જે રેગિસ્તાન તરીકે ઓળખાય છે. ભારતમાં સામાન્ય રીતે આવા નજારા માત્ર દરિયાકાંઠા પરના પણજી (ગોવા) તથા દક્ષિણ ભારતમાં જોવા મળે છે પણ આ તસવીર ઉનાળાની છે. અહીં રસ્તાની એક તરફ માહી નદીના પાણી અને બીજી તરફ લીલોતરીને કારણે દરિયા જેવો નજારો જોવા મળી રહ્યો છે. ડિજિટલ મીડિયા કંપની ફૉર્ક મીડિયાના ટ્રાવેલ એન્ડ લાઇફસ્ટાઇલ કન્ટેન્ટ પ્લેટફોર્મ પર બાંસવાડાને મોન્સૂનમાં દેશનાં 10 સૌથી સુંદર શહેરમાં છઠ્ઠું સ્થાન આપ્યું છે.