નેન્સીના એશિયા પ્રવાસથી ચીનને કડક સંદેશ:પેલોસી દક્ષિણ કોરિયાની મુલાકાતે જવા રવાના; અમેરિકાએ કહ્યું- અમને તાઈવાન સાથેની મિત્રતા પ્રત્યે ગૌરવ

વોશિંગ્ટન/બીજિંગ/સિંગાપોર10 દિવસ પહેલા

અમેરિકાના સંસદના સ્પીકર નેન્સી પેલોસી તાઈવાનની મુલાકાત લીધા બાદ હવે દક્ષિણ કોરિયા જવા નિકળી ગયા છે. અમેરિકાના પ્રતિનિધિ મંડળ સાથે પેલોસી 2 ઓગસ્ટના રોજ તાઈવાનની રાજધાની તાઈપેઈ પહોંચ્યા હતા. બુધવારે તેમણે તાઈવાનની સંસદને સંબોધિત પણ કરી હતી. નેન્સીએ રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન સાથે મુલાકાત પણ કરી હતી.

તે સમયે પેલોસીએ કહ્યું હતું કે સુરક્ષાના મુદ્દે અમેરિકા તાઈવાનનો સાથ આપશે. અમે દરેક ક્ષણે તેમની સાથે છીએ. અમે તાઈવાન સાથેની મિત્રતા બદલ ગૌરવ અનુભવી છીએ. અમેરિકાએ 43 વર્ષ અગાઉ તાઈવાનની સાથે રહેવાનું જે વચન આપ્યું હતું તે આ વચન પ્રત્યે આજે પણ અમે કટિબદ્ધ છીએ.

તાઈવાનની સંસદમાં પેલોસી (ડાબી)ને તાઈવાનના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ પ્રૉપિટિયસ ક્લાઉડ્સ વિધ સ્પેશિયલ ગ્રાન્ડ કોર્ડનથી સન્માનિત કરવામાં આવ્યા
તાઈવાનની સંસદમાં પેલોસી (ડાબી)ને તાઈવાનના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ પ્રૉપિટિયસ ક્લાઉડ્સ વિધ સ્પેશિયલ ગ્રાન્ડ કોર્ડનથી સન્માનિત કરવામાં આવ્યા
નેન્સી પેલોસીએ તાઈવાન સંસદના ડેપ્યુટી સ્પીકર સાઈ ચી-ચાંગ સાથે પણ મુલાકાત કરી હતી. તે સમયે તેમણે થિયાનમેન સ્ક્વેર નરસંહારનો પણ ઉલ્લેખ કરતા માનવ અધિકારો માટે અમેરિકાના સમર્થનની ખાતરી આપી હતી.
નેન્સી પેલોસીએ તાઈવાન સંસદના ડેપ્યુટી સ્પીકર સાઈ ચી-ચાંગ સાથે પણ મુલાકાત કરી હતી. તે સમયે તેમણે થિયાનમેન સ્ક્વેર નરસંહારનો પણ ઉલ્લેખ કરતા માનવ અધિકારો માટે અમેરિકાના સમર્થનની ખાતરી આપી હતી.

મહત્વના અપડેટ્સ-

  • નૉર્થ કોરિયાએ નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાતની ટીકા કરી છે. દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે અમેરિકા ચીનના આંતરિક બાબતોમાં દરમિયાનગીરી કરી રહ્યા છે.
  • પેલોસી તાઈપાન પહોંચતા નારાજ ચીને કહ્યું- કેટલાક અમેરિકી નેતા ચીન-અમેરિકા વચ્ચેના સંબંધ બગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેઓ પણ ચીનની વિરુદ્ધ જાય છે તેમને ચોક્કસપણે સજા મળશે.
  • ચીને તાઈવાનને ચોતરફથી મિલિટરી ડ્રીલ કરવાની વાત કહી છે. આ અંગે જાપાને પણ ચિંતા વ્યક્ત કરી છે.

ચીને તાઈવાન ઉપર આર્થિક પ્રતિબંધ મુક્યા
બીજી બાજુ, પેલોસીની મુલાકાતથી ભારે ગુસ્સે ભરાયેલા ચીને તાઈવાન માટે આર્થિક મુશ્કેલી ઊભી કરવાની શરૂઆત કરી દીધી છે. ચીનની સરકારે તાઈવાનને કુદરતી રેતી (નેચરલ સેન્ડ) આપવા ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. તેને લીધે તાઈવાનને ઘણુ નુકસાન થઈ શકે છે. કોરોના મહામારી બાદ બાંધકામ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ તાઈવાન માટે આવકનો સ્રોત બની ગયો છે. આ સંજોગોમાં રેતની નિકાસ અટકાવવાથી તાઈવાનને આર્થિક મોરચે નુકસાન થઈ શકે છે. 1લી જુલાઈના રોજ ચીને તાઈવાનના 100 કરતા વધારે ફૂડ સપ્લાઈની આયાત (ઈમ્પોર્ટ) ઉપર પ્રતિબંધ મુકી દીધો હતો.

નેન્સીનો તાઈવાન પ્રવાસ અને ચીનનો વિરોધ
અમેરિકાની સંસદના નીચલા ગૃહ (ભારતમાં લોકસભાની માફક) હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસી અનેક અટકળો તથા વિવાદો વચ્ચે તાઈવાનની રાજધાની તાઈપેઈ પહોંચી ગયા હતા. અમેરિકાના નેવી તથા એરફોર્સના 24 ફાઈટર જેટે નેન્સીના વિમાનને સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું.બીજી બાજુ તાઈવાનની સેનાએ દાવો કર્યો હતો કે ચીનના 20 જેટલા મિલિટરી એરક્રાફ્ટે તાઈવાના એર ડિફેન્સ ઝોનમાં પ્રવેશ કર્યો હતો.

આ અગાઉ ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે તાજેતરમાં કહ્યું હતું કે જો પેલોસીનું પ્લેન તાઈવાન તરફ ગયુ તો તેને તોડી પાડવામાં આવી શકે છે. ત્યારબાદ એવી પણ ધમકી ઉચ્ચારવામાં આવી હતી કે ચીનના એરફોર્સનુ એરક્રાફ્ટ પેલોસીના વિમાનને ઘેરી લેશે. અલબત ચીનની આ ધમકી હવે નિર્થક સાબિત થઈ હતી.

ચીને કહ્યું- અમે પગલાં ભરીશું
પેલોસી તાઈવાન પહોંચ્યા બાદ ચીને ફરી વખત ધમરી આપી હતી. ન્યૂઝ એજન્સી AFPના જણાવ્યા પ્રમાણે ચીને કહ્યું હતુ કે અમે ટાર્ગેટેડ મિલિટરી એક્શન ચોક્કસપણે ભરશું. જોકે, એ બાબત સ્પષ્ટ થઈ શકી નથી કે ચીન કયા ટાર્ગેટ ઉપર સૈન્ય કાર્યવાહી કરવા અંગે ધમકી ઉચ્ચારી રહ્યું હતુ. આ અગાઉ ચીને તાઈવાન સીમા નજીક મિલિટરી ડ્રિલ પણ કરી હતી. સૌથી મહત્વની વાત તો એ રહી કે અમેરિકા, તાઈવાન તથા ચીન ત્રણેયે પોતાના લશ્કરને કોમ્બેટ રેડી (યુદ્ધ માટે તૈયાર) રહેવા કહ્યું હતું. મંગળવારે મોડી સાંજે ત્રણેય સેના માટે હાઈએલર્ટ પણ આપવામાં આવ્યું હતું.

ચીન શું કરી શકશે
'સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ'ના અહેવાલ પ્રમાણે પ્રારંભમાં અવઢણભરી સ્થિતિ દર્શાવ્યા બાદ જો બાઈડન વહીવટીતંત્રએ ચીન સાથે સીધી ટક્કર લેવાની તૈયારી કરી લીધી હતી. પેલોસીનું એરક્રાફ્ટને અટકાવવાની ચીન હિંમત કરી શક્યું નથી. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ચીન ફક્ત ધમકી આપતું હતું. તે એવું કોઈ પગલું નહીં ભરે કે જેથી અમેરિકા સાથે તેની સીધી ટક્કર થઈ જાય. આ કારણથી આ ક્ષેત્રમાં હવે અમેરિકા ઘણુ શક્તિશાળી થઈ ચુક્યું છે.

આ તસવીર મંગળવારે રાત્રે તાઈવાનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે
આ તસવીર મંગળવારે રાત્રે તાઈવાનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે

તાઈવાન અને અમેરિકા પણ ચીનનો સામનો કરવા સજ્જ થયેલું
અહેવાલોમાં જણાવ્યા પ્રમાણે અમેરિકા અને તાઈવાનની સેના ચીનનો સામનો કરવા માટે સજ્જ થઈ ગયેલી હતી. US નૌકાદળના 4 વૉરશિપ હાઈએલર્ટ પર હતુ અને તાઈવાનના સમુદ્રી સીમામાં હતા. તેમની ઉપર F-16 અને F-35 જેવા એડવાન્સ્ડ ફાઈટર જેટ્સ તથા મિસાઈલ ગોઠવવામાં આવ્યા હતા. રીપર ડ્રોન તથા લેઝર ગાઈડેડ મિસાઈલો પણ તૈયાર કરાઈ હતી. જો ચીન તરફથી કોઈ અટકચાળો કરવામાં આવશે તો અમેરિકા અને તાઈવાન તેની ઉપર બે બાજુથી હુમલો કરી શકે તેવી પણ તૈયારી કરી લેવામાં આવી હતી.

આ સાથે એવું કહેવામાં આવ્યું હતું કે ચીને કોઈ કાર્યવાહી માટે લોંગ રેન્જ હુડોંગ રોકેટ તથા ટેન્ક તૈયાર રાખ્યા હતા. અમેરિકાનું લશ્કર ચીન ઉપર ચાંપતી નજર રાખી રહ્યું છે. USના રોનાલ્ડ રીગન વોરશિપ તથા અસોલ્ટ શિપ હાઈએલર્ટ ઉપર હતા.

અમેરિકાનું લશ્કર તાઈવાનમાં
કેટલાક અહેવાલો પ્રમાણે પેલોસીના પ્રવાસ અગાઉ કેટલાક દિવસ પૂર્વે અમેરિકાએ તેના સૈનિકો અને મિલિટરી ટેકનિકલ નિષ્ણાતો તાઈવાન પહોંચાડી દીધા હતા. મિલિટરી ટર્મિનોલોજીમાં તેને બૂટ ઓન ગ્રાઉન્ડ કહેવામાં આવે છે. હકીકતમાં અમેરિકા હવે નક્કી કરી ચુક્યું છે કે દક્ષિણ ચાઈના સી અથવા તાઈવાન સ્ટ્રેટમાં ચીનની દાદાગીરી ઉપર લગામ લગાવવામાં આવશે.

અમેરિકાએ અત્યાર સુધી એ બાબત સ્પષ્ટ કરી નથી કે તેના સૈનિક તાઈવાનમાં છે કે નહીં. ગયા સપ્તાહ જ્યારે પેન્ટાગોનના પ્રવક્તાને આ અંગે પ્રશ્ન કર્યો હતો તો તેમણે આ અંગે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.

ચીન તરફથી ફરી ધમકી
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ મંગળવારે ફરી અમેરિકાને ધમકી આપી હતી. કહ્યું હતુ કે તેઓ અમેરિકાના જો પેલોસીની મુલાકાત અંગે રાજકારણ થઈ રહ્યું છે. તેઓ આગ સાથે રમી રહ્યા છે. દરમિયાન તેમણે આ અંગે કિંમત ચુકવવી પડશે. તેનું પરિણામ સારું આવશે નહીં. દરમિયાન, ઈન્ટરનેટ ઉપર લાખો લોકો ઓનલાઈન ટ્રેકર મારફતે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે કુઆલાલમ્પુરથી નિકળ્યા બાદ પેલોસીનું એરક્રાફ્ટ ક્યારે તાઈપેઈ પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...