• Gujarati News
  • International
  • Secretary General Guterres Said No Country Would Send Refugees Back; India Says Afghanistan Should Not Be A Haven For Terrorists

અફઘાન સંકટ અંગે UN સુરક્ષા પરિષદની બેઠક:સેક્રેટરી જનરલ ગુટેરેસે કહ્યું- શરણાર્થીઓને પરત ન મોકલે કોઈ દેશ; ભારતે કહ્યું- આતંકવાદીઓ માટે આશ્રય સ્થાન ન બને અફઘાનિસ્તાન

ન્યૂયોર્ક5 મહિનો પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)
  • આ બેઠકની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે, ભારતે સ્પષ્ટ શબ્દોમાં આતંકવાદ મુદ્દે ઝીરો ટોલરન્સ પર ભાર આપ્યો છે

અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો થયા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની ઈમર્જન્સી બેઠક બોલાવી છે. આ બેઠકમાં UN મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે વિશ્વને અફઘાન નાગરિકોની મદદ કરવા કહ્યું છે. ગુટેરેસે કહ્યું કે અફઘાનિસ્તાનના લોગો આત્મસન્માનથી જીવવા ઈચ્છે છે. તેમણે લાંબા સમયથી યુદ્ધ અને તેના વિપરીત પરિણામો જોયા છે. આજે તેમને સમર્થન અને મદદની જરૂર છે.

આ બેઠકની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં આતંકવાદ મુદ્દે ઝીરો ટોલરન્સ પર ભાર આપ્યો છે. આ સાથે કહ્યું કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદને વધારવા માટે નહીં થવા દેવામાં આવે. બેઠકમાં UN મહાસચિવ ગુટેરસે કહ્યું કે આગામી કેટલાક દિવસ મહત્વના છે. વિશ્વ પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આપણે અફઘાનિસ્તાનના લોકોને એકલા છોડવાના નથી.

તાલિબાનને અપીલ-લોકોનો જીવ બચાવો
ગુટેરેસે તાલિબાનને અપીલ કરી છે. કહ્યું છે કે હું તમામ પક્ષો અને ખાસ કરીને તાલિબાનને અપીલ કરવા માગુ છું કે તે લોકોના જીવન બચાવે અને તેમની માનવીય જરૂરિયાતોને પૂરી કરવામાં આવે. હજારો લોકો ઘર વિહોણા થઈ ચુક્યા છે. સામાન્ય નાગરિકોની કોઈ પણ કિંમતે સુરક્ષા મળવી જોઈએ.

UN મહાસચિવે વધુમાં કહ્યું- તમામ દેશો અને તમામ પક્ષકારોની આ જવાબદારી છે કે તે જીવન રક્ષક સામગ્રી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચડવા શક્ય તમામ પ્રયત્ન કરે અને વ્યવસ્થા ઊભી કરે. હું તમામ દેશોને અપીલ કરું છું કે તે શરણાર્થીઓને પાછા ન મોકલે, પણ તેમને સ્વીકારે. ​​​​​​​

વિશ્વને એકજૂટ થવાની જરૂર
ગુટેરેસે કહ્યું- આ સમય છે કે જ્યારે સમગ્ર વિશ્વએ એક મંચ પર અને એકજૂટ થવાની જરૂર છે. તાલિબાનને આંતરરાષ્ટ્રીય માનવ અધિકારો અને કાયદાનું સન્માન કરશે. હું મહિલાઓ અને છોકરીઓ અંગે મળી રહેલી માહિતી અંગે વિશેષ ચિંતિત છું. આતંકવાદનો ઉલ્લેખ કરતા ગુટેરેસે કહ્યું- વિશ્વએ એ નક્કી કરવાનું રહેશે કે અફઘાનિસ્તાન ફરી આતંકવાદની સુરક્ષિત જગ્યા બની ન જાય. આ માટે આપણે એકજૂટ થવું પડશે. ત્યાં લોકોને પાયાના હક્ક અપાવવા પડશે.