ફ્રાન્સની દક્ષિણે પહાડી વિસ્તારમાં દુનિયાભરમાં સ્વચ્છ ઊર્જાના સ્રોત મેળવવાની કવાયત ચાલી રહી છે. આ માટે ભારત સહિત 35 દેશના વિજ્ઞાની કૃત્રિમ ‘સૂર્ય’ બનાવી રહ્યા છે. આ સૂરજ તૈયાર થઈ જશે, ત્યારે માનવ ઈતિહાસનું ઊર્જાનું સંકટ ખતમ થઈ જશે. આ ઉપરાંત ક્લાઈમેટ ચેન્જનો સામનો કરી રહેલી દુનિયાની મુશ્કેલીઓ પણ કદાચ હળવી થશે. તેના થકી માત્ર એક ગ્રામ પરમાણુ ઈંધણથી આઠ ટન ઓઈલ જેટલી ઊર્જા હાંસલ કરી શકાશે. આ પરમાણુ મશીન પર અનેક વિજ્ઞાની જાતભાતના પ્રયોગો કરી રહ્યા છે.
ન્યુક્લિયર ફ્યૂઝનની પ્રક્રિયા પર કામઃ ન્યુક્લિયર ફ્યૂઝન એ પ્રક્રિયા છે, જે અસલી સૂરજ અને અન્ય તારામાં કુદરતી રીતે થાય છે. જોકે, આ પ્રક્રિયા ધરતી પર કરવી સરળ નથી. ન્યુક્લિયર ફ્યૂઝન થકી જીવાશ્મ ઇંધણથી વિપરીત પ્રચંડ ઊર્જા મળે છે. આમ છતાં, તેમાંથી ગ્રીન હાઉસ ગેસ નથી નીકળતા. આ પ્રયોગથી રેડિયો એક્ટિવ કચરામાંથી પણ મુક્તિ મળવાની આશા છે.
1985માં પહેલીવાર આ આઈડિયા આવ્યો હતોઃ ફ્રાન્સના આંતરરાષ્ટ્રીય થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર (આઈટીઈઆર) પહેલું એવું ડિવાઈસ હશે જે લાંબા સમય સુધી ફ્યૂઝન રિએક્શન જારી રાખી શકશે. તેમાં ઈન્ટિગ્રેટેડ ટેક્નોલોજી અને મટીરિયલ ટેસ્ટ કરાશે, જેનો ઉપયોગ ફ્યૂઝન આધારિત વીજળીના વ્યવસાયિક ઉત્પાદન માટે કરાશે. આ આઈડિયા પર 1985માં પહેલીવાર પ્રયોગ કરાયો હતો. તેની ડિઝાઈન બનાવવામાં ભારત, અમેરિકા, યુરોપિયન યુનિયન, જાપાન અને કોરિયાની મહત્ત્વની ભૂમિકા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.