સંશોધન:વિજ્ઞાનીઓએ શોધી ‘મોલેક્યુલર સ્વિચ’, તે નશા સંબંધિત વ્યવહારને કાબુમાં રાખશે

હિલડેલબર્ગએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જર્મની-ફ્રાંસના વિજ્ઞાનીઓએ કહ્યું હવે લત છુટવાની આશા

દુનિયાભરના દેશો યુવાનોમાં નશાની લતનો સામનો કરી રહ્યા છે. હાલમાં જ એક સંશોધનમાં માલુમ પડ્યું છે કે, કોશિકાઓમાં એક મોલેક્યુલર સ્વિચ હોય છે, જે નશા સંબંધિત વ્યવહારને કાબુમાં રાખવાની સાથે તે અંગેનો માનસિક વ્યવહાર પણ નક્કી કરે છે. આ ઉપરાંત તે ડ્રગ્સથી પ્રતિક્રિયા કેટલી ઝડપી હશે તે પણ નક્કી કરે છે.

જર્મનીની હિલડેલબર્ગ યુનિવર્સિટી અને ફ્રાંસમાં પેરિસની સોરબોન યુનિવર્સિટીના સંશોધકોની ટીમે આ સંશોધન ઉંદરો પર કોકેઈનનો ઉપયોગ કરીને કરી છે. આ સંશોધન ઈએમબીઓ રિપોર્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયું છે.

પ્રો. ડૉ. હિલ્મર બડિંગ અને ડૉ. પીટર વેનહોટેના નેતૃત્વમાં વિજ્ઞાનીઓએ શોધ્યું છે કે, પ્રોટીન એનપીએએસ4 નર્વ સેલ્સની સંરચના અને તેના કામકાજને નિયંત્રિત કરે છે, જે ઉંદરોમાં નશાની લત સંબંધિત વ્યવહાર પર અસર કરે છે. આ સંશોધન પ્રમાણે, જો એનપીએએ4ની માત્રા ઓછી હોય, તો જીવમાં કોકેઈન પ્રત્યેની પ્રતિક્રિયા ઘણી ઘટી જાય છે.

એનપીએએ4ની માત્રા ઓછી હોય તો ડ્રગ્સની પ્રતિક્રિયા પણ ઓછી
આ પ્રયોગમાં જોવા મળ્યું છે કે, એનપીએએસ4 એક ખાસ રેગ્યુલેશન મિકેનિઝમ હેઠળ કામ કરે છે. આ પ્રોટીન નર્વ સેલ્સમાં કોશિકાઓના કેન્દ્રમાં ફક્ત કેલ્શિયમની માત્રા વધવાથી સક્રિય થાય છે. જેમ ડોપામાઈન રિસેપ્ટર્સથી એનપીએએસ4ની માત્રા નથી વધતી, જે રિસેપ્ટર્સ એડિક્શનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સંશોધકોએ માણસોના સ્ટેમસેલ્સમાં વિકસિત ન્યુરોનમાં પણ આવા ગુણ જોયા છે. એનપીએએસ4ની આ અસામાન્ય રેગ્યુલેશન મિકેનિઝમ એડિક્શનની સારવાર શોધવામાં મદદરૂપ થશે.

અન્ય સમાચારો પણ છે...