તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Scientists Claim That Every Patient Who Recovers From Corona Develops Antibodies, It Is Wrong To Say That This Only Happens In Critically Ill Patients.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂયોર્ક ટાઇમ્સથી:વૈજ્ઞાનિકોનો દાવો- કોરોનાથી સ્વસ્થ થનારા દરેક દર્દીઓમાં એન્ટીબોડી બને છે, એ વાત ખોટી કે માત્ર ગંભીર દર્દીઓમાં જ આવું થાય છે

અપૂર્વ મંડાવિલી:10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માઉન્ટ સિનાઇની ઇકોન સ્કૂલ ઓફ મેડિસીનના સંશોધકોએ 1343 દર્દીઓના સ્ટડી રિપોર્ટમાં ખુલાસો કર્યો
  • માત્ર ગંભીર રીતે સંક્રમિત જ નહીં, સામાન્ય લક્ષણો અને શરૂઆતના લક્ષણો વાળા દર્દીઓમાં પણ એન્ટીબોડી બને છે
  • અત્યાર સુધી ડોક્ટર માત્ર ગંભીર રીતે સંક્રમણથી સ્વસ્થ થયેલા દર્દીઓને જ પ્લાઝમા ટ્રીટમેન્ટ માટે યોગ્ય માનતા હતા

કોરોના મહામારીથી બચાવા માટે અત્યારસુધી જે સૌથી નક્કર વિકલ્પ વિશ્વ સમક્ષ આવ્યો છે તે પ્લાઝમા ટ્રીટમેન્ટ જ છે. જો કોઇ વ્યક્તિને એક વાર કોરોના થઇ જાય અને ઇલાજ બાદ સ્વસ્થ થઇ જાય તો તેના લોહીમા  એન્ટીબોડી વિકસિત થઇ જાય છે. આવી વ્યક્તિના લોહીમાંથી પ્લાઝમા કાઢીને જો કોઇ અન્ય કોરોના પેશન્ટને આપવામાં આવે તો તે સ્વસ્થ થાય તેવી આશા રહે છે. જોકે વૈજ્ઞાનિકો હજુ એ માની રહ્યા છે કે પ્લાઝમા ટ્રીટમેન્ટ માટે એ દર્દીજ યોગ્ય છે જે ગંભીર રીતે બીમાર થઇને પછી સ્વસ્થ થયા હોય. કારણ કે સામાન્ય અને પ્રારંભિક લક્ષણો વાળા દર્દીમાં એન્ટીબોડી નિર્માણ થતું નથી. પરંતુ ન્યૂયોર્ક સ્થિત માઉન્ટ સિનાઇની ઇકોન સ્કૂલ ઓફ મેડિસીનના વૈજ્ઞાનિકોએ 1343 કોરોના સંક્રમિતોની સ્ટડીમાં જાણ્યું કે આવું નથી. સામાન્ય લક્ષણોવાળા દર્દીઓમાં પણ એન્ટીબોડીનું નિર્માણ થાય છે. તેથી પ્લાઝમા ટ્રીટમેન્ટ માટે તેમનું લોહી પણ લઇ શકાય છે. 

અંધકારમાં તે આશાની કિરણ જેવું છે
આ સ્ટડી રિપોર્ટને સબમિટ કરનાર વાયરોલોજિસ્ટ ફ્લોરિયન ક્રેમર કહે છે કે અંધકારમાં આ આશાની કિરણ જેવું છે કારણ કે કોરોના વેક્સીન ક્યાં સુધી વિકસિત થશે તેનો કોઇની પાસે જવાબ નથી. ત્યાં સુધી પ્લાઝમા ટ્રીટમેન્ટથી કોરોના સંક્રમિત દર્દીઓને સ્વસ્થ કરી શકાય છે. આ સ્ટડીને ક્રેમરની ટીમે મંગળવારે ઓનલાઇન પોસ્ટ કરી હતી પરંતુ હજુ સુધી જાણકારો દ્વારા તેની સમીક્ષા થઇ નથી. 

719 દર્દીઓ પર સ્ટડી, 62%માં એન્ટીબોડી મળી નહીં

  • વૈજ્ઞાનિકોએ તેમની સ્ટડીમાં 719 એવા લોકોને સામેલ કર્યા જેમને કોવિડ-19ની શંકા હતી પરંતુ તે લોકોમાં બીમારીના કોઇ લક્ષણ ન હતા. આ જૂથમાં વૈજ્ઞાનિકો સામે અલગ તસવીર સામે આવી. આ લોકોમાંથી 612 ટકાના બ્લડમાં એન્ટીબોડી વિકસિત થયા ન હતા. એન્ટીબોડીની માહિતી મેળવવા માટે તેમની બીમારી બાદ અમુકનું પરિક્ષણ પણ કરવામા આવ્યું.
  • શોધકર્તાઓએ જાણ્યું કે ઘણા લોકોએ લગભગ ઇન્ફ્લૂએન્ઝાની બીમારીને ભૂલથી કોરોના સમજી લીધું હતું. ડો. વાજનબર્ગે કહ્યું કે મને લાગે છે કે ન્યૂયોર્કમાં બધા એવું વિચારે છે કે તે કોરોનાથી સંક્રમિત છે અને સ્વસ્થ થયા બાદ તેમની અંદર એન્ટીબોડીનો વિકાસ થઇ ગયો પરંતુ એવું બિલકુલ નથી.

શું એ લોકો પહેલા કોરોના સંક્રમિત હતા અથવા તેમને ઇન્ફ્લૂએન્ઝા હતું ?

  • ફ્લોરિયન ક્રેમર કહે છે કે જે દર્દીઓ પ્રારંભિક લક્ષણોવાળા હતા તેઓ 14 અથવા 28 દિવસ બાદ કોરોનાથી સંક્રમિત સામે આવ્યા હતા. તેનાથી એ માહિતી સામે આવી કે ગંભીર રીતે બીમાર વ્યક્તિમાંજ સારી રીતે એન્ટીબોડી વિકસિત થાય છે. પરંતુ મારી સ્ટડી રિપોર્ટમાં એ વાત સ્પષ્ટ થઇ ગઇ કે જે લોકો અમુક દિવસો બાદ ફરી કોરોના સંક્રમિત થયા તેઓ પહેલા કોરોના સંક્રમિત ન હતા.
  • આવા દર્દીઓ ઇન્ફ્લૂએન્ઝા અથવા તો અન્ય બીમારીથી સંક્રમિત હતા જેઓ સ્વસ્થ થઇ ગયા હતા. તેમને લાગ્યું કે તેઓ કોરોનાને માત આપી ચૂક્યા છે અને તેમની અંદર એક રક્ષા પ્રણાલી વિકસિત થઇ ગઇ છે. હવે સવાલ એ છે કે જે લોકો ફરી સંક્રમિત થઇ રહ્યા છે તેઓ પહેલા કોરોના સંક્રમિત હતા અથવ તો તેમને ઇન્ફ્લૂએન્ઝા હતું ?
  • માર્ચમાં અમેરિકા સહિત દુનિયાના ઘણા દેસોમાં કોરોનાની તપાસ માટે સાધનો મર્યાદિત હતા. શરૂઆતમાં જેમને તાવ કે કફ થયો તેમને પણ કોરોના સંક્રમિત દર્શાવવામાં આવ્યા. આવા જ લોકો ફરી સંક્રમિત થઇ રહ્યા છે. પરંતુ જે લોકો કોરોનાથી સંક્રમિત છે તેઓ પછી ગંભીર હોય કે સામાન્ય હોય તેમના શરીરમાં એન્ડીબોડી વિકસિત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો