રશિયન વિજ્ઞાનીનું મોત:રશિયામાં કોરોનાની સ્પુતનિક રસી શોધનારા વિજ્ઞાનીની હત્યા

મોસ્કો24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેલ્ટથી ગળું દબાવીને હત્યા કરનાર અપરાધીને બીજી મે સુધી કસ્ટડીમાં લેવાયો

સમગ્ર દુનિયામાં ભારે હાહાકાર મચાવનાર કોવિડ-19ની સામે લડવા માટે રશિયાની કોરોના રસી સ્પુતનિક-વી તૈયાર કરનાર વિજ્ઞાનીઓ પૈકી એક આંદ્રે બોતિકોવની બેલ્ટથી ગળું દબાવીને હત્યા કરાયા બાદ તેની સમગ્ર વિશ્વમાં ચર્ચા છે. આ વિજ્ઞાનીની હત્યા કેમ કરાઈ તેને લઇને ચર્ચા વચ્ચે હવે હત્યારાએ પોલીસની સામે કેટલાક રહસ્યો ખોલ્યા છે.

આ ઘટના શનિવારે બન્યા બાદ હવે આરોપીને આ મામલે દોષિત માની લેવાયો છે. પોલીસ મુજબ એક 29 વર્ષીય યુવાન બોલાચાલીમાં બોતિકોવનું ગળું દબાવીને ભાગી ગયો હતો.

આ હત્યાની તપાસ કરી રહેલી રશિયન તપાસ સમિતિએ કહ્યું છે કે, હત્યાનાં દોષિત પર પહેલાથી જ કેટલાક ગંભીર ગુના છે. શનિવારે રશિયન કોવિડ-19 સ્પુતનિક-વી બનાવવામાં મદદ કરનાર વૈજ્ઞાનિકો પૈકી બોટિકોવની હત્યા કરી દેવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...