સાવધાની જરૂરી છે:ઓમિક્રોન વેરિયન્ટ પર વૈજ્ઞાનિકની ચેતવણી, સૌથી ખતરનાક બની શકે છે નવા વર્ષનો પહેલો મહિનો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશ અને દુનિયામાં ઓમિક્રોન વેરિયન્ટના કેસ સતત વધી રહ્યાં છે. અત્યાર સુધીમાં ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટના 160થી વધુ કેસ સામે આવી ગયા છે. તો વિશ્વભરના અનેક દેશોમાં હવે આ વેરિયન્ટનો ખતરો વધી રહ્યો છે.

વોશિંગ્ટન પોસ્ટ મુજબ હાલ ડેનમાર્કમાં પણ કોરોના વેરિયન્ટના કેસમાં વધારો જોવા મળ્યો છે. કોરોનાનો આ વેરિયન્ટના કેસ ડબલ થઈ ગયા છે. જેને જોતા ડેનમાર્કના સ્ટેટ સીરમ ઈન્સ્ટીટ્યૂટે ઓમિક્રોન વેરિયન્ટને લઈને ચેતવણી આપી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે નવા કેસની હજુ શરૂઆત છે. ઈન્સ્ટીટ્યૂટના વૈજ્ઞાનિગ ટાયરા ગ્રોવ કૂસે કહ્યું કે, 'આગામી મિહનો સૌથી ખતરનાક બની શકે છે. આ વેરિયન્ટ અંગે વધુ જાણકારી નહીં આવે. એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે ડેનમાર્કની હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધશે.'

ટાયરા ગ્રોવ કૂસે વધુમાં જણાવ્યું કે, 'ડેનમાર્કના જે ડેટા સામે આવી રહ્યાં છે તે મુજબ- વેક્સિનના બંને ડોઝ લીધા હોય કે એક, ખતરો એટલો જ રહેશે. જો કે જે લોકોએ વેક્સિનનો બૂસ્ટર ડોઝ લીધો છે તેમને કોરોના થવાની શક્યતા ઓછી રહેશે. એવામાં દુનિયા ભરના અનેક દેશોની નજર ડેનમાર્ક પર પણ છે.'

ઓમિક્રોનના આવી શકે છે 500થી વધુ કેસ
વોશિંગ્ટન પોસ્ટના સમાચાર મુજબ હાલ દુનિયામાં ચાર ડઝનથી વધુ દેશોમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસ સામે આવ્યા છે. ડેનમાર્કના સ્ટેટ સીરમ ઈન્સ્ટીટ્યૂટના વૈજ્ઞાનિક ટાયરા ગ્રોવ કૂસે જણાવ્યું કે આ વખતે જાન્યુઆરીમાં 500થી વધુ દર્દી દરરોજ સામે આવી શકે છે.

ઓમિક્રોન જો ઝડપથી ફેલાશે અને તેનો નેચર ડેલ્ટા વેરિટન્ટ જેવો બનશે તો કેસ 800થી વધુ પણ આવી શકે છે. ડેનમાર્કમાં ક્યારેય એક દિવસમાં 5 હજારથી વધુ કેસ સામે આવ્યા ન હતા પરંતુ ગત શુક્રવારે અહીં 11 હજારથી વધુ કેસ સામે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...