તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • School Opens In Pakistan After 6 Months, China Claims Vaccine Will Be Available For Citizens By November; 2.94 Crore Cases In The World

કોરોના વર્લ્ડમાં:પાકિસ્તાનમાં 6 મહિના પછી સ્કૂલ ખુલી, ચીનનો દાવો- નવેમ્બર સુધીમાં નાગરિકો માટે રસી ઉપલબ્ધ થશે; વિશ્વમાં 2.94 કરોડ કેસ

ન્યૂયોર્ક3 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર કરાચીની એક સ્કૂલની છે. દેશમાં મંગળવારથી ધો. 9થી 12 સુધીની સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીને ફરી ખોલવામાં આવી છે.
  • વિશ્વમાં 9 લાખથી વધારે લોકોના મોત, 2 કરોડથી વધારે લોકો સાજા થયા
  • અમેરિકામાં 67.49 લાખ કેસ, 1.99 લાખ લોકોના મોત

વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 2 કરોડ 94 લાખ 34 હજાર 21 કેસ નોંધાયા છે. જેમા 2 કરોડ 12 લાખથી વધારે લોકોનો સારવાર પછી રજા અપાઈ છે. આ મહામારીમાં 9 લાખ 32 હજારથી વધારે લોકોને જીવ ગુમાવ્યો છે. આ આંકડ www.worldometers.info/coronavirus પરથી લેવાયા છે.

પાકિસ્તાનમાં 6 મહિના પછી સ્કૂલ ખુલી. પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યું કે બાળકોનું સભાળ એ સામૂહિક જવાબદારી છે. સ્કૂલ ખોલવાના નિયમો કડક કરાયા છે. તેનું પાલન ન કરનાર સ્કૂલો સામે કડક પગલા ભરાશે. પ્રથમ તબક્કામાં ધો. 9થી 12 સુધીની સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટી ખોલાશે. દેશમાં શૈક્ષણિક સંસ્થાઓ 15 માર્ચથી બંધ છે.

ચીન: નવેમ્બર સુધીમાં તમામને વેક્સીન મળશે
ચીનમાં સેન્ટર પોર ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના એક અધિકારીએ દાવો કર્યો છે કે નવેમ્બર સુધીમાં કોરોના વાઈરસની રસી સામાન્ય લોકો માટે ઉપબ્ધ કરાશે. ચીનમાં કોવિડ-19ની ચાર વેક્સીન પર રિસર્ચ ચાલી રહ્યું છે. તેનું ટ્રાયલ અંતિમ તબક્કામાં છે. તેમાથી ત્રણ વેક્સીન જરૂરીયાતવાળા અને કર્મચારીઓને આપવાની રજૂઆત કરાઈ છે. તેના માટે ઈમરજન્સી પ્રોગ્રામ જુલાઈમાં શરૂ કરાયો હતો. CDCના ચીફ બાયોસેફ્ટી એક્સપર્ટ ગુઈઝેન વૂએ સરકારી ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મે એપ્રિલમાં થયેલા ટ્રાયલમાં ભાગ લીધો હતો. અત્યાર સુધી તેની કોઈ સાઈડ ઈફેક્ટ સામે આવી નથી.

તસવીર પન્સિલવેનિયામાં થયેલા વિરોધ પ્રદર્શનની છે. લોકો લોકડાઉનનો વિરોધ કરી રહ્યા છે.
તસવીર પન્સિલવેનિયામાં થયેલા વિરોધ પ્રદર્શનની છે. લોકો લોકડાઉનનો વિરોધ કરી રહ્યા છે.

અમેરિકા: પેન્સિલવેનિયામાં કોર્ટનો આદેશ
અહીની એક ફેડરલ કોર્ટે ગવર્નરના આદેશને અસંવૈધાનિક ગણાવ્યો છે. જેમા તેમણે લોકોને ન થવાનો, લોકડાઉન લાગુ કરવાનો અને વેપાર બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. અમેરિકામાં 67.49 લાખ કેસ નોંધાયા છે અને 1.99 લાખ લોકોના મોત થયા છે.

તુર્કીમાં કેસ વધતા સરકાર ચિંતિત છે. સરકારે કહ્યું કે અમુક સંગઠનો લોકડાઉનનો વિરોધ કરી રહ્યા છે.
તુર્કીમાં કેસ વધતા સરકાર ચિંતિત છે. સરકારે કહ્યું કે અમુક સંગઠનો લોકડાઉનનો વિરોધ કરી રહ્યા છે.

તુર્કી: સરકારે માન્યું કે સંક્રમણની ગતિ વધુ
તુર્કી સરકારે માન્યું છે કે સંક્રમણની ગતિ દેશમાં ઝડપી બની ગઈ છે. હેલ્થ મિનિસ્ટર ફેહરિટેન કોકાએ સોમવારે રાત્રે પ્રેસ કોંફ્રેન્સમાં જણાવ્યું હતું કે દેશમાં કોરોના ફેલાવાની ઝડપ વધી છે અને અમે તેને સફળતાપૂર્વક અટકાવી શકતા નથી. સોમવારે દેશમાં 1716 કેસ નોંધાયા હતા. કુલ કેસ ત્રણ લાખની નજીક પહોંચી ગયા છે.

ચીનના બેઈજિંગની તસવીર છે.
ચીનના બેઈજિંગની તસવીર છે.

ચીનમાં 8 નવા કેસ
ચીનમાં નવા કેસ નોંધાવાનું ચાલુ છે. સોમવારે દેશમાં 8 નવા કેસ નોંધાયા છે. આ પહેલા રવિવારે 10 કેસ નોંધાયા હતા. જે પણ નવા કેસ છે તે વિદેશથી આવેલા છે. ચીનમાં કુલ 85 હજાર 202 કેસ નોંધાયા છે અને 4634 લોકોના મોત થયા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો