ધ બ્લૂમબર્ગમાંથી:સાઉદીએ એશિયા માટે ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 1.10થી 2.20 ડૉલર ઘટાડ્યા

રિયાધ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

દુનિયાના બીજા સૌથી મોટા ઓઈલ ઉત્પાદક દેશ સાઉદી અરબે તેના એશિયન ખરીદારો માટે ઓઈલના ભાવ ઘટાડી દીધા છે. સાઉદી અરબની સરકારી ઓઈલ કંપની સાઉદી અરામકોએ એશિયન બજારોમાં જનારા તમામ પ્રકારના ક્રૂડ ઓઈલના ફેબ્રુઆરી માટે ભાવ ઘટાડ્યા છે. તેણે મુખ્ય અરબ લાઈટ ગ્રેડના ભાવ જાન્યુઆરીની તુલનાએ 1.10 ડૉલરથી 2.20 ડૉલર પ્રતિ બેરલે ભાવ ઘટાડ્યા છે.

અરામકોએ ઉત્તર-પશ્ચિમ યુરોપના ખરીદારો માટે પણ તેના ભાવ ઘટાડ્યા છે જ્યારે મેડિટેરિયન ક્ષેત્ર માટે ભાવમાં લગભગ કોઈ ફેરફાર કરાયો નથી. અમેરિકી ગ્રાહકો માટે પણ ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. સાઉદી અરબ-રશિયાના નેતૃત્વ હેઠળના ઓપેક પ્લસે ફેબ્રુઆરીમાં ઓઈલ ઉત્પાદનમાં 4,00,000 બેરલનો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...