તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એક એવું શહેર, જ્યાં ના રસ્તા હશે અને ના કાર. અહીં એક છેડેથી બીજા છેડે પહોંચવા ફક્ત 20 મિનિટ લાગશે. આ સાંભળવું જરા વિચિત્ર લાગે છે, પરંતુ આ હકીકત છે. હકીકતમાં 3.40 કરોડની વસતી ધરાવતો દેશ સાઉદી અરબ પોતાના માટે ઓઈલ વિનાનું ભવિષ્ય શોધી રહ્યો છે. સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને એક પ્રોજેક્ટ લૉન્ચ કર્યો છે. 170 કિ.મી. લાંબા આ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને ‘ધ લાઈન’ નામ અપાયું છે. 500 અબજ ડૉલર (આશરેરૂ. 36.75 લાખ કરોડ)ના ખર્ચે આ પ્રોજેક્ટ હેઠળ ‘નિયોમ’ નામનું શહેર વસાવાશે. આ શહેરમાં 10 લાખ લોકો રહી શકશે. આ શહેર થકી 2030 સુધી 3.80 લાખ નોકરીઓનું સર્જન થશે. આ શહેરના પાયાના માળખાનો ખર્ચ જ 200 અબજ ડૉલર એટલે કે આશરે રૂ. 14.70 લાખ કરોડ આવશે.
જાહેર પરિવહન સિસ્ટમ ધરાવતું હશે નિયોમ શહેર
આ પ્રોજેક્ટ મુદ્દે ક્રાઉન પ્રિન્સે કહ્યું કે, આપણે એવું કેમ વિચારીએ છીએ કે, પ્રકૃતિને બચાવી રાખીને વિકાસ કેમ ના કરી શકાય. વિકાસ સાથે આપણે પ્રકૃતિને નુકસાન કેમ પહોંચાડીએ છીએ. કાર, રસ્તા અને કાર્બન ઉત્સર્જન નહીં કરતું આ શહેર માનવજાત માટે ક્રાંતિ સમાન હશે. નિયોમમાં એક હાઈટેક જાહેર પરિવહન સિસ્ટમ હશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની તેમાં મહત્ત્વની ભૂમિકા હશે!
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.