તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈમરાનની નવી મુસીબત:સાઉદી આરબે કહ્યું- ચીની વેક્સિન લગાવનાર પાકિસ્તાની અમારે ત્યાં નહીં આવી શકે, માત્ર 4 વેક્સિનને જ અપ્રુવલ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાઉદી આરબે પોતાના દેશ આવતા લોકો માટે વેક્સિન સર્ટિફિકેટ જરૂરી કરી દિધું છે (ફાઈલ)m - Divya Bhaskar
સાઉદી આરબે પોતાના દેશ આવતા લોકો માટે વેક્સિન સર્ટિફિકેટ જરૂરી કરી દિધું છે (ફાઈલ)m

સાઉદી આરબ જવાની તૈયારી કરી ચુકેલા પાકિસ્તાની નાગરિકોની આશા પર ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS)ના પ્રશાસને પાણી ફેરવી દિધું છે. ખાસ વાત એ છે કે પાકિસ્તાનના વડાપ્રધાન રવિવારે રાત્રે જ સાઉદી આરબના ત્રણ દિવસના સરકારી પ્રવાસેથી પરત ફર્યા છે. જે પછી તરત જ સાઉદી આરબે નવું ફરમાન જાહેર કરી, ઈમરાન સરકારની મુસીબત વધારી દિધી છે.

સાઉદી આરબે કહ્યું કે તેઓ તે પાકિસ્તાનીઓને કોઈ પણ પ્રકારના વીઝા ઈશ્યૂ નહીં કરે જેઓએ ચીનમાં બનેલી વેક્સિન લગાવી છે. તેનું કારણ એ છે કે સાઉદી રેગ્યુલેટરે ચીનની સાઈનોવેક અને સાઈનોફાર્મ વેક્સિનને મંજૂરી નથી આપી. જો કે ચીને વેક્સિન ડિપ્લોમસી અંતર્ગત આ વેક્સિન સાઉદી મોકલી હતી.

સાઉદીએ માત્ર ચાર વેક્સિનને જ મંજૂરી આપી છે
સાઉદી આરબ સરકારે અત્યાર સુધી માત્ર ચાર વેક્સિનને જ મંજૂરી આપી છે. તે છે- ફાઈઝર, એસ્ટ્રાઝેનેકા, મોડર્ના અને જોનસન એન્ડ જોનસન. જેમાંથી જોનસન એન્ડ જોનસનની વેક્સિન સિંગલ શોટ છે, એટલે કે તેનો એક જ ડોઝ લાગે છે. બાકી ત્રણેય વેક્સિનના ડબલ ડોઝ આપવામાં આવે છે.

ચીન ભલે જ પોતાની બંને વેક્સિનના ડોઝ સાઉદી આરબને મોકલ્યા છે, પરંતુ તેનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. માત્ર સાઉદી આરબ જ નહીં, ચીને અન્ય ખાડી દેશોને પણ પોતાની વેક્સિન મોકલી હતી, પરંતુ હજુ સુધી આ દેશોના રેગ્યુલેટર્સે તેને મંજૂરી આપી નથી.

પાકિસ્તાનીઓને મુશ્કેલી કેમ
'જિયો ન્યૂઝ'ના એક રિપોર્ટ મુજબ, સાઉદી આરબની યાત્રા કરવાની મંજૂરી માત્ર તે લોકોને જ મળશે, જેઓએ વેક્સિન લીધી હોય. તેમાં પણ એક શરત વધુ જોડવામાં આવી છે કે ચીનમાં બનેલી વેક્સિન લગાડનારાને યાત્રાની મંજૂરી નહીં મળે.

પાકિસ્તાનીઓની મુશ્કેલી એ છે કે અહીં ચીન દ્વારા દાનમાં આપવામાં આવેલી વેક્સિનનો ઉપયોગ જ કરવામાં આવી રહ્યો છે. રશિયાથી સ્પુતનિક વેક્સિનનો ઓર્ડર આપવામાં આવ્યો, પરંતુ હજુ સુધી તેનો એક પણ ડોઝ પાકિસ્તાન નથી પહોંચ્યો. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એવી નથી કે તેઓ ભારત કે બીજા દેશોની વેક્સિન ખરીદી શકે. તેથી પાકિસ્તાન બેવડી મુશ્કેલીમાં ફસાય ગયું છે. જે લોકો સાઉદી જવા માગે છે અને જેઓએ ચીની વેક્સિન લગાવી છે, તેમના માટે વેક્સિન લગાવી કે ન લગાવી બધું જ એક સમાન છે.

પછી થોડી રાહત
રિપોર્ટ મુજબ સાઉદી પ્રશાસને હવે આ મામલે થોડી રાહત આપી છે. જે લોકોએ વેક્સિન નથી લગાવી, તેને નેગેટિવ RT-PCR રિપોર્ટ તો દેખાડવો જ પડશે સાથે 14 દિવસનુ કોરોન્ટિન પીરિયડ પણ પૂરો કરવો પડશે અને તે પણ પોતાના ખર્ચે.