તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી અપીલ:મૃત સાગરથી સાન્તાનો સંદેશ - દૂર રહીને જ ક્રિસમસ ઊજવો

એન બોકેક(ઈઝરાયલ)6 દિવસ પહેલા
  • ઈઝરાયલમાં દુનિયાના સૌથી નીચલા પોઈન્ટથી અનોખી પહેલ

ભારત સહિત દુનિયાભરમાં ફેસ્ટિવલ સિઝન ચાલી રહી છે. લોકો સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન કરી તહેવાર ઊજવી રહ્યાં છે પણ 89 લાખની વસતી ધરાવતા દેશ ઈઝરાયલમાં દૂર-દૂર રહીને ક્રિસમસ સેલિબ્રેટ કરવાની અપીલ કરાઈ હતી. ખરેખર ઈઝરાયલના પર્યટન વિભાગે એક પહેલ કરી છે.

સાન્તા ક્લૉઝ 65 કિમી લાંબા અને 18 કિમી પહોળા દુનિયાના સૌથી નાના મૃત સાગર(ડેડ સી)માં તરીને મીઠાંના ખડક પર બેસી લોકોને મેસેજ આપી રહ્યા છે કે દુનિયામાં કોરોના કાળ ચાલી રહ્યો છે. અમુક દેશોમાં બીજી લહેર આવી ચૂકી છે. એટલા માટે દુનિયામાં દૂર-દૂર રહીને જ ક્રિસમસની ઉજવણી કરો. મૃત સાગર દુનિયાના સૌથી નીચલા પોઈન્ટ પર સ્થિત છે. વિજ્ઞાનીઓ કહે છે કે તેમાં ન્હાવાથી અનેક બીમારીઓ દૂર થઈ જાય છે.

મૃત સાગરમાં કોઈ ડૂબતું નથી
મૃત સાગર એકમાત્ર સમુદ્ર છે જેનું પાણી બીજા સમુદ્રોથી 6-7 ગણું વધારે આશરે 33.7% ખારું અને ભારે છે. એટલા માટે તેમાં કોઈ ડૂબતું નથી. વિજ્ઞાનીઓ કહે છે કે આ સાગરમાં અનેક ઝેરીલા ખનીજ ક્ષાર છે એટલા માટે તેને ડેડ સી કહેવાય છે.

સૌથી ઓછી જગ્યામાં ફેલાયેલું છે
ડેડ સી દુનિયામાં સૌથી ઓછી જગ્યામાં ફેલાયેલું છે જે 65 કિમી લાંબુ અને 18 કિમી પહોળું છે. તે પૃથ્વીની સપાટીથી 1375 ફૂટ(420 મીટર) ઊંડું છે અને સમુદ્રની સપાટથી આશરે 400 મીટર નીચે છે. ઈઝરાયલ અને જોર્ડન વચ્ચે સ્થિત સાગર 3 પર્વતમાળાઓ વચ્ચે ઘેરાયેલું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો