ભાસ્કર ખાસ:સાન્તાને પસંદ પડ્યું વર્ક ફ્રોમ રિમોટ, વીડિયો વિઝિટના 6000 મળે છે, બાળકો માટે બનાવે છે સ્પેશિયલ સેટ

વોશિંગ્ટન9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ક્રિસમસની તૈયારી શરૂ થઈ ગઈ છે. કોરોનાકાળમાં ક્રિસમસના સૌથી વિખ્યાત પાત્ર સાન્તા ક્લોઝ પણ તૈયાર છે. જોકે, આ વર્ષે તેઓ બાળકોએ વીડિયો વિઝિટ થકી મળશે. અમેરિકા-યુરોપમાં અનેક કંપનીઓએ ઓનલાઈન સાન્તા વિઝિટનો આઈડિયા અમલી કર્યો છે.

આ કંપનીઓના વર્ચ્યુઅલ સાન્તા ‘વર્ક ફ્રોમ રિમોટ’ માટે તત્પર છે. એટલે કે તેઓ બાળકોને સાક્ષાત નહીં મળે, પરંતુ ઓનલાઈન મળશે. વર્ષો સુધી સાન્તા બાળકોને ઘરે જઈને ગિફ્ટ આપતા. હવે સાન્તા તરફથી બાળકોને હોમ વિઝિટના વીડિયો અપાય છે.

સાન્તા ક્લબના માઈકલ બ્યુરર કહે છે કે હું ક્રિસમસ ટ્રીના બેકગ્રાઉન્ડ સામે બેસું છું. પાછળની બારી પર બરફ જામેલો હોય છે. બાળકો દ્વારા પૂછાતા સવાલ જેમ કે મારી ઉંમર શું છે? હું રજાઓમાં ક્યાં જઉં છું? મારા દોસ્તોના નામ શું છે? વગેરેની પૂરી તૈયારી કરું છું. આવું એટલા માટે કરીએ છીએ કે બધું જ વાસ્તવિક લાગે. આ પ્રકારના સાન્તાની વીડિયો વિઝિટ અનેક બાળકોનાં માતાપિતાએ બુક કરી છે. આ બુકિંગનો ભાવ રૂ. છ હજાર સુધી છે.

વર્ચ્યુઅલ વિઝિટમાં ખર્ચ ઘટતા સાન્તા ક્લોઝના વેતનમાં પણ વધારો
કંપનીઓનું માનવું છે કે છેલ્લા આશરે એક દસકાથી સાન્તા ક્લોઝના વીડિયો વિઝિટનો વિચાર ચાલતો હતો. પરંતુ કોરોનાકાળ પછી વીડિયો વિઝિટની ફોર્મ્યૂલા લોકપ્રિય થઈ ગઈ છે. આગામી સમયમાં વીડિયો વિઝિટ ક્રિસમસ વખતે હજુ વધશે. આ આઈડિયાથી સાન્તાનો ઘરોમાં જવાનો અને બીજો ખર્ચ ઘટતા તેમના પગાર પણ વધ્યા છે. જોકે, હવે સાન્તા પોતાના મેકઅપ અને અન્ય બાબતો પર વધુ ધ્યાન આપે છે, જેનાથી વીડિયો વિઝિટનો ટ્રેન્ડ વધુ લોકપ્રિય થઈ શકે.

અન્ય સમાચારો પણ છે...